5, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
શેર માર્કેટમાં રોકેલા પૈસાથી સારું રીટર્ન મળશે. લોટરી અને શરતવાળી સ્કીમથી દૂર રહો. આજે રિસ્ક લેવાનું થતું નથી. આજે પરિવાર માટે કોઈપણ નિર્ણય સમજી વિચારી ને અને એકબીજા સાથે વાત કરીને લેજો. કળા, ટેકનિકલ, અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ ઘણો લાભદાયી રહેશે. આજે ઊંઘ ના આવવી આંખ અને મોઢામાં કોઈ તકલીફ થઇ શકે છે. આજે વેપારી મિત્રોને નુકશાન થવાની સંભાવના છે તો કોઈપણ પ્લાનમાં ઇન્વેસ્ટ કરતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી.
શુભ અંક : ૭
શુભ રંગ : કાળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
સરકારી સ્કીમમાં પૈસા રોકી શકો છો ભવિષ્યમાં તમને સારો ફાયદો મળશે. વાહન ચલાવતા તકેદારી રાખજો આજે ચલણ મળશે અથવા તો અધિકારી તમને રોકી શકે છે. આજે સમાજમાં તમારી નામના થશે. તમારા જીવનસાથી સાથે આજે તમે ધાર્મિક વિધિમાં ભાગ લઇ શકશો. વેપારને વધારે વિસ્તારવા માટે જો તમે લોન લેવાના પ્રયત્નમાં છો તો તમને લોન મળશે. નોકરી અને બિઝનેસને કારણે પરિવારથી દૂર જવાનું થશે. આજે કોઈ કામના કારણે તમને માનસિક ચિંતા રહેશે જેના કારણે માથાનો દુખાવો થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અને પ્રમોશનના ચાન્સ છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખો. બહારનું ખુલ્લું ખાવાનું આજે ખાતા પહેલા વિચારજો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):
આજે એક્સ્ટ્રા ઇન્કમના યોગ છે. પૈસાને કારણે અટકી રહેલ દરેક કામ આજે પૂરું થશે. નોકરી કરતા મિત્રોને તેમનું અટકેલું પ્રમોશન મળશે. આજે તમારે તમારું સ્વાસ્થ્ય પણ સાચવવાનું છે. આજે કરેલ કામથી તમે થાકનો અનુભવ કરશો. આજનો દિવસ વેપારી મિત્રો માટે પણ ઘણો લાભકારક છે અટકેલી ઉઘરાણી આજે પૂર્ણ થશે. કામના ભારને કારણે તમે તમારા પ્રિયજનને મળી શકશો નહિ, જેનાથી તેઓ તમારા પર નારાજ થઇ શકે છે. આજે પરણિત મિત્રોનો દિવસ સારો જશે. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. મન જો અશાંત હોય અને કોઈ ચિંતા સતાવી રહી હોય તો બાળકો સાથે તમારો સમય વિતાવો. આજે સારા સમાચાર મળશે જે તમારા ઘરને ખુશીઓથી ભરી દેશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

5. સિંહ – મ,ટ (Lio):
બિઝનેસમાં રોકેલા પૈસાથી હવે ફાયદો મળતો જણાશે. લોટરીથી પણ આજે સારા પૈસા મળશે. શેર માર્કેટમાં પૈસા રોકવાથી પણ ફાયદો મળશે. આજે તમારા માતાની તબિયત સાચવવી જોઇશે. મિત્રો અને ભાઈ બહેન તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમીઓ માટે આજે બહાર ફરવા જવાનો મૌકો છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને કામ કરવામાં સારી ઊર્જા મળશે. આજે ઓફિસમાં તમારા દ્વારા કરવામાં આવેલ કામથી તમારા ઉપરી અધિકારી ઘણા ખુશ હશે. વિદ્યાર્થી મિત્રોનું આજે ભણવામાં મન લાગશે નહિ. આજે તમારા નસીબનો તમને સારો સાથ મળશે. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા સાવચેતી રાખવી. શેર માર્કેટમાંથી સારા પૈસા બનાવી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો
7. તુલા – ર,ત (Libra):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત રહેશે. આજે પૈસા કમાવવાના સારા સ્ત્રોત ઉભા થશે. જુના મિત્રોને મળવાના યોગ છે જૂની વાતો યાદ કરીને તમારું મન ફ્રેશ થઇ જશે. આજે તમારી નજીકના કોઈ સંબંધીને તમારા સહકારની જરૂરત તેમને મદદરૂપ જરૂર થજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. આજે ઓફિસમાં તમારા મિત્રો તમારી પાસેથી કામ કરાવવા માટે તમારા વખાણ કરશે. પહેલા તમને મળેલ કામ અને ટાર્ગેટ પુરા કરજો. આજે તમને તમારી જાત પર એક ભાર જેવું ફિલ થશે. આજે તણાવને કારણે સાંજે માથાનો દુખાવો પણ થઇ શકે છે. કોઈપણ નાણાકીય વ્યવહાર કરતા પહેલા તમારા વડીલો અને જીવનસાથીની સલાહ જરૂરથી લેજો.
શુભ અંક : ૨
શુભ રંગ : પીળો
8. વૃષિક – ન,ય(Scorpio):
જેમનું પણ બેઠા બેઠા કામ કરવાની નોકરી છે તેમણે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ધ્યાન આપવાનું છે. આજનો દિવસ તમારે કોઈ જરૂરિયાત વાળા લોકોની મદદ કરવાની છે. જે મિત્રો ઘણી કોશિશ કરવા છતાં પણ પૈસા બચાવી શકતા નથી તેમણે પોતાના ઘરમાં તિજોરીમાં માતા લક્ષ્મીના નાના ફોટો સાથે એક અરીસો મુકવાનો છે. આમ કરવાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
લાંબા ગાળાના રોકાણ માટે આજે સારો દિવસ છે તમે ઈચ્છો તો સોના અને ચાંદીમાં પૈસા રોકી શકો છો. અનુભવી અને તમારા ઉપરી અધિકારને તમારા કોઈપણ મહત્વના નિર્ણયમાં સાથે રાખજો. તમારા પરિવાર તરફથી આજે તમને એક ઉત્સાહજનક સરપ્રાઈઝ મળશે જે તમને તમારી સફળતા સુધી પહોચવામાં મદદ કરશે. આજે તમને ના ગમતા વ્યક્તિઓ પણ તમારી આસપાસ હશે જેના લીધે તમને થોડો માનસિક ત્રાસ લાગશે. નોકરિયાત મિત્રો માટે આજનો દિવસ બહુ સારો છે. તમે પહેલા કરેલા ઈમાનદાર કામથી આજે તમને ઘણો ફાયદો થશે. આજનો દિવસ બની શકે એટલી શાંતિ રાખીને પસાર કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ (Capricorn): .
ઘણા સમયથી તમારી કરેલી મહેનતનું ફળ તમને મળતું નથી તમારે નિરાશ થવાની જરૂરત નથી આજથી તમે ઈમાનદારીથી તમારું કામ કરો સફળતા જરૂર મળશે. ઘરના સમાન અને જરૂરી સામાનની ખરીદી કરવા જવાનું બની શકે છે. વધારાની અને નાહકની વસ્તુઓ પાછળ ખર્ચ કરવો નહિ. વેપારી મિત્રોની ચિંતામાં વધારો થશે. તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિઓ તમારી ચિંતાનું કારણ બનશે. આજે કોઈપણ વ્યક્તિ પર જલ્દી વિશ્વાસ કરવો નહિ તમારી લાગણીઓ સાથે કોઈ રમત રમી શકે છે. આજે સ્વાસ્થ્ય પણ નરમગરમ રહેશે. આજથી યોગા અને ધ્યાન માટે શરૂઆત કરી શકો છો.
શુભ અંક : ૫
શુભ રંગ : કેસરી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ઘણા દિવસથી ચાલી રહેલી મહેનતનું ફળ આજે તમને મળશે. કામના ભારણના કારણે જે આરામ નથી મળ્યો એ હવે તમે પામી શકશો. આજે તમારા ઘરે મહેમાન આવવાની શક્યતાઓ છે. તમે ના વિચારેલા માણસો સાથે આજે મળવાનું થશે. પતિ પત્ની વચ્ચે આજે નાની નાની વાતે ઝઘડો થવાના યોગ બની રહ્યા છે તો થોડું જતું કરો અને એકબીજાને મદદરૂપ થાવ. કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા વ્યક્તિને ભોજન કરાવો તમારો આવનારો સમય સારો રહેશે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે થોડા થોડા સમય બાદ તમારા ઘરમાં કોઈને અને કોઈને નાની મોટી બીમારી થતી રહેશે. તમે જો દરેકનું સ્વાસ્થ્ય સારું રાખવું છે તો તમારા પરિવાર સાથે સમુહમાં કસરત કે યોગાસન જેવી પ્રવૃત્તિ શરુ કરો.

નોકરી-ધંધો – આ વર્ષે તમારી માટે ધનલાભ માટેના અનેક રસ્તાઓ મળશે જેમાં તમારે યોગ્ય રીતે ચકાસણી કરીને ભવિષ્યનો ફાયદો અને નુકશાન જોઇને રોકાણ કરવું કે પછી જો તમે નોકરી કરી રહ્યા છો તો ખુબ સાવચેતી પૂર્વક કોઈપણ નિર્ણય લેવો.

કૌટુંબિક-પારિવારિક – આ વર્ષે જુના મિત્રો સાથે સંપર્ક સાધી શકશો. મિત્રો સાથે એક નાનકડી મુલાકાત તમને ખુશ કરી દેશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનું રાખો. પરિવારમાં આ વર્ષે સારા સમાચાર આવશે. જે મિત્રો લાંબા સમયથી લગ્ન કરવા માટેની રાહ જુએ છે તેમના માટે આ વર્ષ ફળદાયી રહેશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here