4 જુન,૨૦૧૮નું રાશિફળ.. જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

0

1. મેષ (Aries): જીવન ના ઘણા ક્ષેત્ર માં પરિસ્થિતિ ગતિમાન બનશે. આપ ધૈર્ય અને સંયમ રાખજો. તેનું સકારાત્મક ફળ આપને મળશે. કામકાજ થોડું વધુ રહેશે. આપના કેટલાક જરૂરી કાર્ય અધૂરા રહી શકે છે. આપની સફળતા નું સ્તર અન્ય લોકો ની તુલના માં ઉચું હશે.આપના પાર્ટનર સાથે થોડો વાદ- વિવાદ થઇ શકે છે. આર્થિક મૂંઝવણ દુર થઇ શકે. ઓફીસ માં અધિકારીઓ નો સહયોગ મળે. વિદ્યાર્થી માટે સારો દિવસ રહે.
શુભ અંક : 5
શુભ રંગ  : કેસરિયા 
2.વૃષભ (Taurus): આજે તમે જેવા છો તેવા જ રહેશો. નસીબ નો સાથ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. આપના મન માં ઘણા વિચારો ફરતા લાગશે. આપની મહત્વકાંક્ષા વધશે. કોઈ જેવું બનવા જશો તો મુશ્કેલી માં પડી શકો છો. વાહન થી સાવધાન રહેવું. મનોબળ વધતા તણાવ ઓછો થશે. પ્રેમ સંબંધ ગાઢ બની શકે છે. કોઈ બીજા નો ગુસ્સો બીજા વ્યક્તિ પર તે ગુસ્સો કરવા થી આપનું નુકસાન થઇ શકે છે માટે મન ને થોડું શાંત રાખવું.
શુભ અંક : 8
શુભ રંગ  : ગ્રીન  

3. મિથુન (Gemini): રૂટીન જીવન માં થોડો બદલાવ કરવા થી આપને સારું લાગશે. જુના મિત્રો અને સગા સંબંધી થી વાતચીત થશે તેવો યોગ જણાય છે, આપ તેમને મળી પર શકશો. થોડી ધીરજ રાખવી. વધુ ખર્ચ કરતાં પહેલા વિચાર કરી લેવો. કોઈ કામકાજ પૂરું કરવા માં સમસ્યા કે રોક આવી શકે છે. જીવનસાથી આપની મદદ કરશે. કામકાજ માં પાર્ટનર નો સહયોગ મળશે.આપનું મન- સન્માન પણ જળવાય રહેશે. મોસમી બીમારી થી ચિંતા રહે. સુસ્તી અને થાક નો અનુભવ થાય.
શુભ અંક : 4
શુભ રંગ  : ક્રીમ
4. કર્ક (Cancer): રોજીંદા કામ સમયસર પુરા થતા જણાય. પાર્ટનર થી સહયોગ મળે. કોઈ કામ માટે હદ નક્કી કરો અને ખુદ પર કંટ્રોલ કરો. નસીબ નો સાથ રહેશે. તમે થોડા વધારે જીદી બની શકો છો. કોઈ પણ વ્યક્તિ થી મોટું વચન ના કરવું. ઓફીસ માં કોઈ સાથે અસહમતી કે અનબન થઇ શકે છે. વિચારી ને બોલવું. શબ્દો નો સાચો ઉપયોગ કરવો નહીતર મુશ્કેલી વધી શકે છે.પ્રેમી થી ગીફ્ટ મળી શકે. ધન લાભ થશે. વિધાર્થી માટે સમય સામાન્ય છે. સાથે અભ્યાસ કરનાર સાથે સંબંધ સારો રાખવો.
શુભ અંક : 1
શુભ રંગ  : લાલ
5. સિંહ (Lio): મોટા કાર્ય માટે શાંતિ ભર્યો નિર્ણય લેવો વધુ સારો રહેશે. કોઈ નજીક ના વ્યક્તિ સાથે મોકળી વાત કરી લેવા થી આપને રાહત મળશે. બેચેની દુર કરવા માટે આપને આવનારા દિવસો માં થોડુ પરિવર્તન કરવું જોશે, જેના થી તમને ફાયદો થશે. જીવનસાથી ની તબિયત ને લીધે થોડું ટેન્શન રહેશે. પાર્ટનર નો મિજાજ અનુકુળ રહેશે. બિઝનેસ માં સફળતા મળશે. નોકરી માં જવાબદારી વધશે. વિદ્યાર્થી વર્ગ ને સમય સાથ આપશે. સહયોગ મળશે. આગળ વધજો.
શુભ અંક : 3
શુભ રંગ  : સફેદ
6. કન્યા (Virgo): ઘર ના વાતાવરણ માં સુધાર થઇ શકે છે. પતિ- પત્ની ના સંબંધો માં મધુરતા આવશે. કાર્ય પર વધુ ધ્યાન આપી શકશો. મહેનત પણ વધુ કરવી જોશે. કાર્યક્ષેત્ર માં આપની મહત્વકાંક્ષા પૂર્ણ કરવા માટે આપ દરેક પ્રયત્ન કરશો.જેટલી ધીરજ જાળવશો આપના માટે એટલું સારું રહેશે. કામકાજ અને જવાબદારી વધતી જણાશે. કોઈ પર જરૂરત થી વધુ ભરોસો ન કરવો. પાર્ટનર વગર કહે આપની વાત સમજી જશે. દાંપત્ય જીવન માં મધુરતા વધશે.શુભ શુભ અંક : 2
શુભ રંગ  : વાયોલેટ

7. તુલા (Libra): ચંદ્રમાં ગોચર કુંડળી ના ચોથા ભાવ માં રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ આપની ખાસિયત ને ઓળખી જશે. આપને મદદ મળશે. માતા થી પ્રેમ વધશે. સહયોગ મળશે. જેનાથી તમે આગળ વધશો. કેટલાક લોકો આપના થી પ્રભાવિત થશે. પારિવારિક જીવન માં આપની ઓફીસ ની સમસ્યા ને શામિલ ના કરતાં. પાર્ટનર ના અનમને વ્યવહાર પર વિનમ્રતા રાખજો. લવ લાઈફ માં ઉતાર- ચઢાવ રહેશે.
શુભ અંક : 5
શુભ રંગ  : ગુલાબી 

8. વૃશ્ચિક (Scorpio): જૂની સમસ્યા ખત્મ થઇ જશે.મિત્ર ના કોઈ વિવાદ માં આપને બચાવ કરવો પડે. આપના જ નજીક ના વ્યક્તિ ના વ્યવહારને કારણે થોડી સમસ્યા થઇ શકે છે. જે વસ્તુ આપને થોડા સમય થી હેરાન કરતી હતી, તેમાંથી થોડી વાત નિયંત્રણ થી બહાર જાય. તબિયત સારી રહેશે. થાક દુર થશે.
શુભ અંક : 6
શુભ રંગ  : પીળો
9.ધન (Sagittarius): આપની વાત પર કાયમ રહો. પરિસ્થિતિ તમારી ફેવર માં હશે. જે કામ કરવાનું મન છે, એ સમય પર થશે.ઓફીસ અથવા ફિલ્ડ માં આપને કોઈ ચેલેન્જ મળી શકે છે. લવ પાર્ટનર થી સહયોગ અને પૈસા મળવા ના યોગ છે. આપના માટે સારો દિવસ છે. તાજગી ભરેલો દિવસ રહેશે. કોઈ જુનો રોગ તમને હેરાન કરી શકે છે. જૂની બીમારી ને લઇ ને સાવધાન રહેવું.
શુભ અંક : 2
શુભ રંગ : વાદળી  
10. મકર(Capricorn): ઉત્સાહ ની સાથે આપનું કાર્ય પણ પૂર્ણ થઇ જશે. ચંદ્રમાં ની સ્થિતિ આપની રાશી માટે સારી રહેશે. નોકરી અને કરિયર ને લઇ ને વિચારવાનું શરુ કરી દો. કેટલાક વિભાગ માં ખુદ થી અસંતુષ્ટ પણ થઇ શકો છો. લવ પાર્ટનર ને સમય આપવો. એમની ભાવના સમજવી. પેટ દર્દ થઇ શકે છે. તબિયત જાળવી.
શુભ અંક : ૯
શુભ રંગ  : સોનેરી
11. કુંભ (Aquarius): કુંભ રાશી વાળા નો સમય ઠીક છે. આપ આપનો ટેલેન્ટ પણ બતાવી શકશો. કોઈ મોટી સમસ્યા ને હલ કરવાની જવાબદારી મળી શકે છે. ભાગ- દોડ અને નાની નાની યાત્રાઓ ની પરિસ્થિતિ રચાય શકે છે. ખર્ચ વધી શકે છે તો ખર્ચ પર ધ્યાન રાખવું. સહયોગ અને પ્રેમ મળશે. ધંધાના કાર્ય માં કોઈ પણ લાપરવાહી ન કરવી. આર્થિક સ્થિતિ ઠીક રહેશે.
શુભ અંક : 7
શુભ રંગ  : લાલ
12. મીન (Pisces): દિવસ ના શરૂઆતી સમય માં મોટો ફાયદો,કોઈ કામ કે સોદો આપની સામે આવી શકે છે. મોટી જરૂરત પર કોઈ ને કોઈ મદદ મળી શકે છે. પૈસા ના સંબંધ માં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા કોઈ ની સલાહ લેવી. કરિયર માં થોડો ઉતાર- ચઢાવ આવી શકે છે. સમસ્યા ખત્મ થવા માં થોડો સમય લાગે.
શુભ અંક : 2
શુભ રંગ  : સફેદ

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here