4, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે તમારું નસીબ તમારી સાથે જ છે. આજે તમરી આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે કામના બોજા હેઠળ તમે ગુસ્સામાં કોઈની લાગણી દુભાવી દેશો. આજે જીવનસાથી સાથે તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. તમારા પ્રિયપાત્ર સાથે તમે સારો સમય વિતાવી શકશો. જો કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવાની છે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને તેમના મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજે તમને તમારું ઇન્સેન્ટીવ પણ મળી શકે છે. વેપારી મિત્રોને પોતાનો બિઝનેસ વિદેશમાં ફેલાવવાની તક મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
તમારી આવક વધારવા માટેના સારા અવસર તમને મળશે. શરૂઆતમાં તમને ધારેલ ફાયદો નહિ મળે પણ તમે નિરાશ થતા નહિ અને તમારું કાર્ય કરતા રહો સફળતા તમને જરૂર મળશે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે. આજે થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નોકરી કરતા મિત્રોને તેમના કામને લીધે વિદેશમાં જવાનો મૌકો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય છે. આજે કોઈપણ જગ્યાએ પૈસા રોકવા માટેનો દિવસ નથી તો કોઈપણ તૈયારી અને ચેકિંગ કર્યા વગર પૈસા ઇન્વેસ્ટ કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : કેસરી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થવાના યોગ છે, શેર અને બીજી કોઈ સ્કીમમાં ઇન્વેસ્ટ કરેલ પૈસાથી ઘણો જ ફાયદો થશે. તમે તમારા રહેવાનું ઘર બદલી શકો છો અથવા તો નોકરી કે વેપારને કારણે પરિવારથી દૂર થવાનો સમય આવશે. તમારું દાંપત્યજીવન ખુશહાલ હશે. તમારા જીવનસાથીનો સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પણ કામ કરો ત્યારે ઉતાવળ કરવી નહિ તમારા શરીરનું ધ્યાન રાખવું. આજે વાહન ચલાવતા સાવધાની રાખવી. પ્રેમીઓમાં એકબીજાને સમય ના આપવાને લીધે તકલીફ થશે તો આજે સમય કાઢીને મુલાકાત જરૂરથી કરજો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
આજે વધારાનો ખર્ચ થશે તમારે તમારા પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ મોટી સ્કીમ કે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા કોઈ નિષ્ણાત અથવા અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. આજે તમે ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. આજે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. આજે તમારી આસપાસ કોઈ વિવાદ થઇ શકે છે, તમારી વાણી અને વર્તન પર કાબુ કરો. જીવનસાથીને આજે તમે સારી રીતે જાણી શકશો. આજે કોઈ કુંવારા અને લગ્ન કરવા ઈચ્છાતા વ્યક્તિને પ્રેમના અને લગ્નના પ્રપોઝલ મળશે. આજે તમારા પૈસા તમારે બચાવવાના છે નાહકના ખર્ચ અને વધારાના ખર્ચ પર કાબુ કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ
5. સિંહ – મ,ટ (Lio):
પૈસાની કોઈપણ લેવડ દેવડમાં આજે ખાસ તકેદારી રાખવી. તમને જે વ્યક્તિ પર સૌથી વધારે વિશ્વાસ હશે એ તમારી સાથે દગો કરી શકે છે. ભવિષ્યને લઈને તમારા જે પણ પ્લાન છે એ બધાને જણાવવા નહિ. આજે તમારે દરેક કામ ધીરજથી અને શાંત મન રાખીને કરવાનું છે. પ્રેમી મિત્રો જો કોઈને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો આજે તમને પોઝીટીવ જવાબ મળશે. આજે કોઈ ચિંતાને કારણે ઊંઘ ઓછી આવવી અને તણાવમાં વધારો થઇ શકે છે. વડીલ સભ્યો સાથે વાત કરતા તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવો. આજે તમારે ગુસ્સો પણ કાબુમાં રાખવાની જરૂરત છે. વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ ફાયદાકારક છે. એકંદરે આજનો દિવસ દરરોજ કરતા સામાન્ય હશે.
શુભ અંક : ૧
શુભ રંગ : રાખોડી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે તમારી આવકમાં વધારો થશે. કોઈને પૈસા ઉધાર આપતા પહેલા ભવિષ્યમાં થવા વાળા નુકશાનને ધ્યાનમાં રાખજો. આજે કોઈપણ સ્કીમ કે પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ કરતા પહેલા વિચારવું બની શકે તો આજે પૈસાની લેવડદેવડ ટાળવી. આજે તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. તમારું મન ધાર્મિક વિષય તરફ વળશે. આજે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ દિવસ વધુ સારો બનશે. આજે નોકરી કરતા મિત્રોને પગાર વધારો કે પછી પ્રમોશન બની શકે છે. જે પણ મિત્રો નોકરીની શોધમાં છે તેમને આજે સારો ચાન્સ મળશે કોઈ સારી કંપની તરફથી તમને સારી ઓફર મળશે. શેર માર્કેટ, કોમોડિટી વગેરે જેવા વેપાર સાથે જોડાયેલ વ્યક્તિને સારો ફાયદો થશે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio):
સરકારી પ્રોજેક્ટમાં પૈસા રોકવા માટેનો સારો સમય છે. આજે વાહન ચલાવતા તમારા દરેક જરૂરી કાગળ સાથે રાખો નહીતો દંડ ભોગવવો પડશે. આજે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમારી દરેક સમસ્યા આજે પરિવાર સાથે મળીને સુલજાવી શકશો. જો તમે લગ્ન કરવા માંગો છો તો તમારી માટે સારા ઘરથી માંગું આવી શકે છે. તમારી મહેનત અને ઈમાનદારીથી તમને આજે કામમાં સારું પરિણામ મળશે. શેર માર્કેટમાં પૈસા આજે રોકવા નહિ. આજે જમીન કે મકાન લેવા માટેના યોગ છે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. માતા પિતા સાથે પ્રેમથી વાત કરવાનું રાખો વધુ પડતો લાગણીશીલ સ્વભાવ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn): .
આજે પૈસાનો કોઈપણ વ્યવહાર તમે તમારી સુજબુજથી કરજો, અનુભવી મિત્રોની સલાહ અને વડીલો દ્વારા આપવામાં આવેલ સલાહ પછી પણ જો યોગ્ય ના લાગે તો કોઈપણ કાર્ય આગળ વધારશો નહિ. આજે માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે જો કોઈ સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે જ લાવો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઓફિસમાં અને ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે સ્જેર માર્કેટમાંથી તમને સારો ફાયદો થશે, પણ લોટરી અને શરતવાળી લાઈનથી દૂર રહો. આજે પરિવારના મોજ શોખ પાછળ ખર્ચ વધી શકે છે. આજનો દિવસ જમીન અને મકાનમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે. આજે દિવસભર મહેનત કરવાથી સાંજના સમયે થાક અનુભવ કરશો. જીવનસાથી સાથે આજે બોલચાલ થઇ શકે છે. આજે જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને આજે સારા સમાચાર મળશે. આજે મનની શાંતિ માટે નજીકના કોઈ મંદિરની મુલાકાત લો અથવા તો બગીચામાં ચાલવા જઈ શકો છો. પૈસા કમાવવા માટે આજે સારો દિવસ છે તમારી માટે આજે આવકના નવા સ્ત્રોતઉભા થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક: ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here