34 કરોડના ઘરમાં શિફ્ટ થશે વિરાટ-અનુષ્કા, જુવો અંદરના Photos પાડોશી કોણ કોણ છે જાણો….

0

વર્લીના પોશ વિસ્તરામાં સ્થિત છે આલીશાન ઘર.
સેલીબ્રીટીસની વાત કરીએ તો આગળના અમુક દિવસોથી વિરાટ-અનુષ્કા જ મીડિયામાં છવાયેલા રહ્યા છે. દરેકના ફેવરીટ કપલ્સ વિરુશ્કાએ ઇટલીમાં હાલ જ લગ્ન કર્યા છે. બાદમાં દિલ્લીમાં રીશેપ્શન આપ્યા બાદ હાલમાં જ મુંબઈ માં અન્ય રીશેપ્શન યોજાયું હતું. આ હોટ કપલના સમ્રગ લગ્ન ખુબ આલીશાન રહ્યા હતા સાથે જ બન્નેના ક્યુટ લુકને તો હર લોકોને દીવાના બનાવી દિધા હતા.

મીડીયાના રીપોર્ટ અનુસાર આ ક્યુટ કપલ વર્લી સ્થિત એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાના છે. જણાવી દઈએ કે વર્લી મુંબઈનો પોશ વિસ્તાર છે. અહી પહેલાથી જ ઘણા સેલીબ્રીટીસ રહે છે. સાથે જ વિરુશ્કાના બિલ્ડીંગમાં અન્ય ક્રિકેટ ખિલાડીઓ પણ રહે છે. જે તેમના દોસ્તની સાથે સાથે એક પાળોશી પણ છે.

1. વિરુશ્કાનું રીસેપ્શન:

વિરાટ-અનુષ્કાનું રીસેપ્શન 26 ડીસેમ્બર 2017ના રોજ મુંબઈમાં St. Regis માં આયોજીય હતું. તેની પેહલા દીલ્લ્લીમાં પણ પંજાબી સ્ટાઈલ અનુસાર રીસેપ્શન યોજવામાં આવ્યું હતું.

2. સિતારોથી ચમકતી રાત:

વિરુશ્કાના રીસેપ્શનમાં બોલીવુંડના સિતારાઓની સાથે સાથે ક્રિકેટ જગત પણ શામિલ થયું હતું. શાહરૂખે વિરુશ્કા સાથે ડાન્સ પણ કર્યો હતો.

3. વિરુશ્કાનું નવું ઘર:

વિરુશ્કાનું આ નવું ઘર એપાર્ટમેંન્ટ વર્લીમાં બની રહેલા ઓમકાર 1973 ટાવર્સ પ્રોજેક્ટનો હિસ્સો છે. આ કપલનો ફ્લેટ ટોવર C ના 35 માં ફ્લોર પર સ્થિત છે.

4. આટલી છે કિંમત:

આ એક સી-ફેસિંગ એપાર્ટમેંન્ટ છે. જેની કિંમત 34 કરોડ રૂપિયા છે. આ એપાર્ટમેંન્ટ 7,171 સ્ક્વેઈર ફૂટના એરીયામાં અરબ સાગરની સામે બનાવવામાં આવેલો છે.

5. 2016 માં થઇ હતી ખરીદી:

જણાવી દઈએ કે આ એપાર્ટમેંન્ટ 2016 માં ખરીદવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનાં આધારે 3 ટોવર્સ બન્યા, જેમાના દરેક ટોવર્સ માં 70 ફ્લોર આવેલા છે.

6. હાલ નથી શીફટીંગ:

હાલ તો વિરુશ્કાને આ ફ્લેટમાં શિફ્ટ થવા માટે થોડો સમય લાગશે. કેમ કે C ટોવર માં બની રહેલો આ ફ્લેટ 2018 ના મધ્ય સમયમાં તૈયાર થશે.

7. વિરુશ્કાના પાળોશી:

વિરાટના સાથી ખેલાડી યુવરાજ સિંહ પોતાની પત્ની હેજલ કીચ સાથે આજ એપાર્ટમેંન્ટમાં રહેશે.

8. યુવીએ મારી બાજી:

લગ્નની સાથે સાથે યુવી ઘરની બાબતમાં પણ બાજી મારી ગયા. યુવરાજે 2014 માં જ 29 માં ફ્લોર પર ફ્લેટ બુક કરી નાખ્યો હતો.

9.બુક થઇ ચુક્યા છે ફ્લેટ:

ઓમકાર 1973 માં ઘણા રઈસ પરિવારો પહેલાથી જ પોતાના ફ્લેટ બુક કરાવી ચુક્યા છે.

10. દોસ્તની સાથે સાથે પાળોશી:

ભારતીય ક્રિકેટ ટીમના એક અન્ય વિસ્ફોટક બલ્લેબાજ રોહિત શર્મા પણ આહુજા ટોવર્સમાં રહે છે. જે વિરાટના ફ્લેટ કરતા થોડા જ અંતર પર છે.

11. દીપિકાનો આશીયાનો:

દીપિકા પાદુકોણ પ્રભાદેવી ના  BeauMonde ટોવર્સમાં રહે છે. દીપિકાનો ફ્લેટ પણ વિરુશ્કાના ફ્લેટની નજીકમાં જ છે.

12. અક્ષય કુમાર અને અભિષેક બચ્ચને પણ ઓમકાર 1973 થી અમુક દુર બનેલા 360 વેસ્ટ માં ફ્લેટ લઇ રાખ્યો છે.

13. બોલીવુડના એક અન્ય સ્વીટ કપલ રીતેશ-જેનેલિયા પણ વિરુશ્કાના આ ફ્લેટની આસપાસ જ રહે છે.

14. સાથે જ મુંબઈનું ચર્ચિત સિદ્ધિ વિનાયક મંદિર પણ આ ફ્લેટની આસપાસ જ છે.

15. આગળનો પડાવ દક્ષીણ આફ્રિકા:

ભારતીય ક્રિકેટ ટીમ 5 જાન્યુઆરી 2017 દક્ષિણ આફ્રિકાના વિરુદ્ધમાં સીરીજ રમવાની છે. આ સિલસિલામાં વિરાટની સાથે અનુષ્કા પણ સાઉથ આફ્રિકા જવાની છે. ન્યુ ઈયર સેલીબ્રેટ કરીને ફિલ્મની શુટિંગ માટે ફરી મુંબઈ પરત ફરશે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!