300 ચીની સૈનિકોનો ખાત્મો કરી 72 કલાક સુધી લડ્યો હતો આ ફૌજી…. વાંચો અને શેર કરો આ લેખ

0

દિલ્લી હાઈકોર્ટે 1962 ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલા રાઈફલમૈન જસવંત સિંહ રાવતના પરિજનોને સવાલ કર્યો છે કે કોઈ વ્યક્તિ, ભલે તે યુદ્ધનો હીરો હોય, કે જીવનગાથા પર કોપીરાઈટ કેવી રીતે લાગુ પડી શકે છે જ્યારે તે પ્રકાશિત જ ન થયું હોય.       જણાવી દઈએ કે મરણોપાંત મહાવીર ચક્રથી સમ્માનિત શહીદ રાઈફલમૈન જસવંત સિંહ રાવતની વિજય ગાથા પર એક ફિલ્મ બનાવામાં આવી રહી છે. તેના પર જસવંત સિંહના પરિવારજનોએ આપત્તિ જતાવી છે. તેની દલીલ છે કે ફિલ્મની કહાની કોપીરાઈટ અને તેની નીજ્તાનું ઉલ્લંઘન છે.

સેનાના 5 જવાન કરે છે શહીદની સેવા:

1962 ના ભારત-ચીન યુદ્ધમાં 72 કલાક સુધી એકલા બોર્ડર પર લડીને અને 300 ચીની સૈનિકોને મારીને શહીદ થનારા ભારતીય સૈનિક જસવંત સિંહ રાવત આજે પણ અમર છે. આ ફૌજી એ એકલા જ ચીનને ધૂળ ચટાવી અને અરુણાચલ પ્રદેશ પર ચીનનો કબજો થવાથી રોક્યા હતા. અરુણાચલ પ્રદેશના નુરાનાંગમાં બનેલા જસવંતગઢ વોર મેમોરીયલમાં 24 કલાક તેની સેવામાં સેના નાં પાંચ જવાન લાગી રહ્યા છે. સાથે જ રોજાના તેના જુતાઓ પર પોલીશ કરવામાં આવે છે અને તેના કપડા પણ પ્રેસ કરવામાં આવે છે.

માથું ટેક્યા વગર અહીંથી આગળ નથી વધતા કોઈ સિપાહી:

કહેવામાં આવે છે કે શહીદ જસવંત સિંહના મંદિરમાં માથું ટેક્યા વગર કોઈ ફૌજી ઓફિસર આગળ વધતા નથી. તેના નામની આગળ સ્વર્ગીય નથી લગાવામાં આવેલું અને આજે પણ તેને પ્રમોશન મળે છે.

જસવંત ગઢ વોર મેમોરીયલ માં શહીદ જસવંત સિંહ રાવત નો રૂમ:

માત્ર 17 ની ઉમરમાં પહોંચ્યા હતા સેનામાં ભરતી થવા માટે.

ઉત્તરાખંડ ના પૌડી-ગઢવાલ જીલ્લાના બાંદયુંમાં 19 ઓગસ્ટ 1941 નાં રોજ જસવંત સિંહ રાવતનો જન્મ થયો હતો. તેની અંદર દેશપ્રેમ તે કદર હતો કે તે 17 કાર્ષની ઉમરમાં જ સેનામાં ભરતી થવા માટે નીકળી પડ્યા હતા, પણ નાની ઉમર હોવાને લીધે તેને શામિલ કરવામાં ન આવ્યા.

જ્યારે ચીને કર્યો હમલો:

જો કે વાજબી ઉમર હોવા પર 19 ઓગસ્ટ 1960 ના જસવંતને સેનામાં રાઈફલ મૈન ના પદ પર શામિલ કરી દેવામાં આવ્યા. 14 સપ્ટેમ્બર 1961 ના રોજ જસવંતની ટ્રેનીંગ પૂરી થઇ, તેના બાદ એટલે કે 17 નવેમ્બર 1962ના ચીનની સેનાએ અરુણાચલ પ્રદેશ પર કબજો કરવા માટે હમલો કર્યો હતો.

શહીદ રાઈફલ મૈન જસવંત સિંહ રાવતની રાઈફલ:

3 સૈનિક પરત ન આવ્યા

તે દૌરાન સેનાની એક બટાલિયનની એક કંપની નુરાનાંગ બ્રીજ ની સેફટી માટે તૈનાત કરવામાં આવી, જેમાં જસવંત સિંહ રાવત પણ શામિલ હતા. ચીનની સેના હાવી થઇ રહી હતી, માટે ભારતીય સેનાએ ગઢવાલ યુનિટની ચોથી બટાલીયનને પરત બોલાવી લીધી. પણ તેમાં શામિલ જસવંત સિંહ, લાંસ નાયક ત્રિલોકી સિંહ નેગી અને ગોપાલ ગુસાઈ પરત ન આવ્યા. આ ત્રણે સૈનિકો એક બંકર સાથે ગોળીબારી કરી રહેલી ચીની મશીનગન ને ધ્વસ્ત કરવા માંગતા હતા.

આવી રીતે દુશ્મનો પાસેથી છીનવી લીધી મશીનગન:

ત્રણે જવાન ચટ્ટાનો અને જાડીઓમાં છુપાઈને ભારે ગોળીબારી થી બચીને ચીની સેનાના બંકરના નજદીક જઈ પહોંચ્યા અને લગભગ 15 યાર્ડની દુરીથી હેન્ડ ગ્રેનેડ ફેંકતા દુશ્મન સેનાના ઘણા સૈનિકોને મારીને મશીનગન છીનવી લીધી હતી. તેનાથી પૂરી લડાઈની દિશા જ બદલાઈ ગઈ હતી અને ચીનનું અરુણાચલ પ્રદેશને જીતવાનું સપનું પૂરું ન થઇ શક્યું. જો કે, આ ગોળીબારમાં ત્રીલોકી અને ગોપાલ માર્યા ગયા, સાથે જ જસવંત 72 કલાક સુધી એકલા જ લડતા રહ્યા અને 300 ચીની સૈનિકોને મારી નાખ્યા હતા. તેના બાદ દુશ્મન સેનાએ તેમને ઘેરી લીધા અને તેનું મસ્તક કાપીને લઇ ગયા. તેના બાદ 20 નવેમ્બર 1962 ના ચીનને યુદ્ધ વિરામની ઘોષણા કરી નાખી.

આજે પણ જીવિત છે જસવંતની આત્મા:

ત્યાં રહેનારા જવાનો અને સ્થાનીય લોકોનું માનવું છે કે જસવંત સિંહ રાવતની આત્મા આજે પણ ભારતના પૂર્વી સીમાની રક્ષા કરી રહી છે. જસવંતગઢ વોર મેમોરીયલ માં તેનું મોટું સ્મારક બનાવામાં આવેલું છે. અહી શહીદના દરેક સામાનને સંભાળીને રાખવામાં આવેલું છે. સાથે જ રોજ સવારે અને સાંજે પહેલી થાળી જસવંતની પ્રતિમા સામે પરોસવામાં આવે છે. કહેવામાં આવે છે કે સવારે જ્યારે ચાદર અને અન્ય કપડાઓને જોવામાં આવે તો તેમા સીલવટે નજરમાં આવે છે, સાથે જ પોલીશ કર્યા હોવા છતાં તેના જૂતા બદરંગ નજરમાં આવે છે.

આજે પણ મળે છે પ્રમોશન અને છુટ્ટીઓ:

જસવંત સિંહ રાવત ભારતીય સેનાના એકલા સૈનિક છે, જેને મૌત બાદ પ્રમોશન મળવાનું શરુ થયું હતું. પહેલા નાયક પછી કૈપ્ટન અને હવે તે મેજર જનરલ ના પદ પર પહોંચી ચુક્યા છે.

તેના પરિવારના લોકોને પૂરું સેલેરી મોકલી દેવામાં આવે છે:

ઘરમાં લગ્ન હોય કે પછી ધાર્મિક કાર્યક્રમના અવસરો પર પરિવારના લોકોને જ્યારે પણ જરુર હોય, ત્યારે તેના તરફથી છુટ્ટીની એપ્લીકેશન આપવામાં આવે છે અને મંજુરી મળતા જ સેનાના જવાન તેની તસ્વીરને પુરા સૈનિક સન્માનની સાથે તેના ઉત્તરાખંડના પુશ્તૈની ગામ લઇ જાય છે.

સાથે જ છુટ્ટી સમાપ્ત થતા જ તે તસ્વીરને સન્માનની સાથે પરીથી તેના સ્થાન પર લઇ આવવામાં આવે છે.

આવી જ સરસ મજા ના પોસ્ટ/લેખ વાંચવા માટે નીચે સ્ક્રીનશોટ માં જણાવ્યા મુજબ આપણાં પેજ ને “SEE FIRST” કરી દેજો એટલે રોજ વધુ પોસ્ટ જોવા મળશે
ફેસબુક પેજ ખોલો 👉 GujjuRocks – ગુજ્જુરોક્સ  પછી નીચે આપેલા 3 સેટિંગ કરો

હવે તમે તમારા મોબાઈલમાં જ ડાઇરેક્ટ ગુજ્જુરોક્સના તમામ જોક્સ,સુવિચાર અને પોસ્ટની મજા લઇ શકો છો..🤗
અમારી મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને રોજ મેળવો ગુજરાતી જોક્સ, સુવિચાર અને ઘણું બધું..
ડાઉનલોડ કરવા માટે “GujjuRocks” 👈અહીં ક્લીક કરો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.