3.85 લાખ રૂપિયામાં મળી રહી છે આ 8 સિટર કાર, જાણો તેના ફીચર્સ વિશે….

0

દુનિયામાં દરેક લોકો ઇચ્છતા હોય છે કે તેની પાસે ઘણી મોટી કાર હોય જેમાં તે પુરા પરિવારની સાથે બેસીને ફરવા જઈ શકે. દરેક કોઈનું એક મોટી કાર ખરદીવાનું સપનું હોય છે, પણ તેની કિંમત થોડી વધુ હોવાને લીધે દરેક કોઈ પોતાના આ સપનાને પુરા કરી શકતા નથી. જો તમને લાગે છે કે મોટી કાર તમારા બજેટની બહાર ની વસ્તુ છે તો આ જાણકારી તમને એકદમ ખુશખુશાલ કરી દિશે. આજે અમે તમને જણાવીશું કે ભારતમાં વહેંચનારી ખુબ જ ઓછી કિંમત વાળી કાર ઉપલબ્ધ છે. આવો તો જાણીએ આ કાર્સ ના ફીચર્સ અને તેની કિંમત.ભારતમાં હાલના સમયે સેકન્ડ હેન્ડ કારોની બજાર ખુબ જ તેજીમાં વધી રહી છે, જેને જોતા ઘણી ઓટોમોબાઇલ કંપનીઓ પણ સેકન્ડ હેન્ડ કારોના વ્યાપારમાં આવી રહી છે. સેકન્ડ હેન્ડ કાર Chevrolet Enjoy ને તમે ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

એન્જીન અને પાવર:

એન્જીન અને પાવરની વાત કરીયે તો આ કારમાં 1248 સીસીનું 4 સિલેન્ડર વાળું ટર્બો ડીઝલ એન્જીન આપવામાં આવ્યું છે જે 73.73 બીએચપીનું પાવર અને 172.5 ન્યુટન મીટરનો ટાર્ક જનરેટ કરી શકે છે. આ એક 8 સિટર કાર છે જો કે ખુબ જ શાનદાર લાગે છે. આ કારમાં 5 સ્પીડ મૈંનુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. માઈલેજ ની વાત કરવામાં આવે તો આ કાર પ્રતિ લીટર માં 18.2 કિમિની દમદાર માઈલેજ આપે છે અને આ કારમાં 50 લીટરની ક્ષમતા વાળું ફ્યુલ ટેન્ક આપવામાં આવ્યું છે. ખુબ જ સસ્તી આ કાર 15 સેકન્ડ માં 0 થી 100 કિમિ પ્રતિ કલાક ની રફ્તાર પકડી લે છે. વધુ રફ્તારની વાત કરવામાં આવે તો આ કાર 160 કિમિ પ્રતિ કલાકની રફ્તાર થી દોડી શકે છે.

ફીચર્સ:
ફીચર્સની વાત કરીયે તો આ કારમાં પાવર વિન્ડો રિયર, પાવર વિન્ડો ફ્રન્ટ, વ્હીલ કવર,એસી અને પાવર સ્ટિયરિંગ જેવા ફીચર્સ આપવામાં આવેલા છે.

કિંમત:
કિંમતની વાત કરીયે તો આ નવી કારની કિંમત 8 લાખ રૂપિયા છે, પણ આ સેકન્ડ હેન્ડ કાર ડિસ્કાઉન્ટની સાથે માત્ર 3.85 લાખ રૂપિયામાં મળી રહી છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!