28 ઓગસ્ટ 2018, રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ…

1. મેષ – અ,લ,ઈ (Aries):  જેટલું તમે પૈસા પાછળ દોડશો એ તમારાથી દૂર જશે તેની પાછળ ભાગશો નહિ. પૈસા કમાવવા માટે મહેનત કરો. તમારી ઈમાનદારી તમને સાચી સફળતાનો સ્વાદ ચખાડશે. આજે કામ કરવાની જગ્યાએ લોકો તમને હાનિ પહોચાડી શકે છે. રસ્તો ઓળંગતા તકેદારી રાખવી અકસ્માતના યોગ બની રહ્યા છે. આજે વાણી અને વર્તન પર થોડો કાબુ રાખવો. કામનું ટેન્શન કામના સ્થળ પર મુકીને ઘરે આવો. પરિવારના સભ્યો પર નાહકનો ગુસ્સો ના થઇ જતા. આવતીકાલ માટે આજથી જ તૈયારી કરો. માનસિક રીતે કોઈપણ સમસ્યાનો સામનો કરવા તૈયાર રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  તમારો રમૂજી સ્વભાવના લીધે તમારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. મજાક મસ્તીમાં કરેલી વાતો આજે લોકો સીરીયસલી લેશે. કોઈ મિત્ર કે નજીકના લોકોની લાગણી દુભાય નહિ તેની તકેદારી રાખજો. આજે જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. વધારાનો અને નાહકનો ખર્ચ બંધ કરો. આજે તમારા માટે એકંદરે ઠીક દિવસ છે. સંતાનો તરફથી સારા સમાચાર મળશે જે તમારા આખા દિવસનો થાક ઉતારી દેશે. જો પ્રવાસ કરવાનો છે ટૂંક સમયમાં તો તમારો સમાન યોગ્ય રીતે સાચવજો ચોરી થવાની આશંકા છે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  આજે તમારા જીવનસાથી અને તમારા માટે બહુ સુંદર દિવસ છે તમે ઈચ્છો એ આજે પૂર્ણ કરી શકશો. આજે તમારો પરિવાર પણ તમારાથી અને તમે કરેલા કામથી ખુશ રહેશે. આજે કોઈપણ મુશ્કેલી આવે તમારે તેને તમારા મન પર હાવી થવા દેવાની નથી સવારથી તમે જેમ ખુશ છો એવો જ સ્વભાવ બનાવી રાખજો. તમારો વધુ પડતું ઉદાર વર્તન તમને મુશ્કેલીમાં મૂકી શકશે. રસ્તો ઓળંગતા સમયે ખાસ તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):  ઘણા સમયથી કામના બોજ નીચે હતા તો આજે તેમાંથી શાંતિ મળશે અને યોગ્ય વળતર મળશે. આજે જીવનસાથી સાથે લોંગડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવો. પેટ સંબંધિત તકલીફ થઇ શકે છે. બહારનું અને ખુલ્લું ખાવું નહિ. તબિયત બગડવાના કારણે થોડી તકલીફ થશે. યોગ્ય સલાહ લઈને દવા લેવાનું રાખો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio): ઓફિસમાં તમારા ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે. તમારા અટકી રહેલા કાર્ય પુરા થઇ શકશે. તમારા સાથી કર્મચારી તમારાથી ઈર્ષા કરશે. આજે પરિવારના સભ્યો પણ તમારાથી ખુશ રહેશે. વધુ ને વધુ લોકો સાથે મુલાકાત કરો તમારો આવનારો સમય હવે તમારા હાથમાં જ છે. કોઈપણ રોકાણ કરવા માટેનો નિર્ણય કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારીઓની સલાહ લેવાનું રાખો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારે તમારી વાણી અને વર્તનમાં સાવધાન રહેવાની જરૂરત છે. ક્યાંક તમારી નાની વાતનું મોટું સ્વરૂપ ના બની જાય. તમારા અગત્યના પ્રોજેક્ટમાં થોડી તકલીફ આવશે. કોઈ ઉપરી અધિકારીની મદદથી આજે ઓફિસમાં તમારા અટકેલા કામ કરવાનો પ્રયત્ન કરો. આજે તમારા વ્યવહારથી તમારા જીવનસાથી તમારાથી નારાજ થઇ શકે છે. તેમની સાથે બહુ નરમાશથી અને પ્રેમથી વાત કરો. આજે રાતનો સમય પરિવાર સાથે વિતાવો. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):  આજે દિવસની શરૂઆત તો તમારી બહુ સારી હશે પણ ઓફિસમાં તમારા ઉપરી અધિકારી દ્વારા તમે કામ પૂર્ણ નથી કર્યું એના માટે તમારે સંભાળવું પડશે. બધાની વચ્ચે તમને કહેવામાં આવેલી વાતો તમને દુઃખ પહોચાડશે. આજે તમારા બાકી રહેલા પ્રોજેક્ટ અને કામ ને પુરા કરવા માટેનો યોગ્ય સમય છે. તમારા સાથી કર્મચારી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે. તમારા ઓફીસના કામને લીધે આજે જીવનસાથી સાથે પણ નાની નાની વાતે ગુસ્સે થઇ જશો. મન શાંત રાખો અને તમારા પરિવારને તમારી તકલીફ સમજાવો. તેમની હાજરી અને સલાહથી તમારું મન હળવું થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio): જે મિત્રો લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેઓ એ આજથી જ કસરત કે યોગની શરૂઆત કરવાની જરૂરત છે જે તમને વધુને વધુ સ્વસ્થ બનાવશે. ઓફિસમાં થોડું કામ વધારે આવી જશે જેના કારણે ઘરે જવામાં મોડું થશે પણ બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે કામ ઘરે લઈને ના જાવ કારણકે પરિવારને સમય આપવો પણ જરૂરી બને છે. કોઈને ઉછીના આપેલા પૈસા આજે તમને મળી જશે જેનાથી તમને થોડી રાહત થશે. તમારા જીવનસાથીને પણ થોડો સમય આપો નહિ તો એ તમારાથી નારાજ થઇ જશે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવો આ વાત તમારે આજે ગાંઠ બાંધીને રાખવાની છે. તમારા કામમાં આજે વધારો થશે પણ તેનું યોગ્ય વળતર પણ તમને મળી રહેશે. આજે રોકાણની ઘણી સારી અને લલચાવનારી સ્કીમ તમારી સામે આવશે તો તેનાથી બને એટલા દૂર રહો. આજે પરિવારના સભ્યો પણ તમને યોગ્ય સલાહ આપશે તો તેમની વાતોની અવગણના કરશો નહિ.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ
(Capricorn): 
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : 5
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારે અનેક મુસીબતનો સામનો કરવો પડશે પણ તમારું મજબુત મનોબળ તમને એ દરેક મુસીબતમાંથી બહાર લાવશે તમારે આજે કોઈપણ લલચાવનારી સ્કીમ કે રોકાણ કરવાવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકવાના નથી કોઈ પણ પ્રકારની ચકાસણી વગર જો તમે પૈસાનું રોકાણ કરશો તો તમારા એ પૈસા ડૂબવાની સંભાવના છે. આજે સાંજે તમારા જીવનસાથી તરફથી તમને એક ખુબ સુંદર ભેટ મળી શકે છે. આજે સાંજ પરિવાર સાથે હળવા મૂડમાં વિતાવો.
શુભ અંક : ૬
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):આજે કામના સ્થળે ગમે એવી મુશ્કેલી આવે તમારી સામે તો તેનાથી ડરીને પીછેહટ કરતા નહિ. તમારા મિત્રશત્રુ તમારા નિર્બળ થવાની રાહ જોઇને જ બેઠા છે. પરિવાર અને તમારા ઉપરી અધિકારીના કારણે તમે સારી રીતે દરેક મુસીબતનો સામનો કરી શકશો. શરતોને આધીન હોય એવા કોઈપણ નાણાકીય વ્યવહારમાં પડશો નહિ તમારા પૈસા ડૂબવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની પ્રત્યે તકેદાર રહો નાનામાં નાની તકલીફને ઇગ્નોર કરશો નહિ. આજે તમારે પરિવારમાં બધાની તબિયતનું ખાસ ધ્યાન આપવાનું છે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :
જયારે પણ કોઈ સારું કામ કરવાનો વિચાર આવે તો તેને તરત અમલમાં લાવો નહિ તી એ કાર્ય અટકી જશે.
Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની..
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!