26,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મિથુન રાશિના જાતકો ખાસ વાંચો…

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): સંબંધોને નિભાવતા સમયે તમે પૈસા વિષે બહુ વિચારશો નહિ. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગ્રે

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજે ઘરમાં થોડી હલચલ વધુ રહેશે તમારાથી નાના કે મોટા દરેક વ્યક્તિને માન આપો તમારાથી કોઈ ભૂલ ના થાય એની આજે ખાસ તકેદારી રાખજો. તમારી એક નાનકડી ભૂલ તમારા જુના સંબંધોને બગાડી શકે છે. કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ લેવાનો આગ્રહ રાખો. જો તમે ઘણા સમયથી કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ શુભ છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગુલાબી

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમારા વેપારમાં વૃદ્ધિ થવાના યોગ છે તો તેના લીધે તમારા આનંદમાં વધારો થશે. પરિવાર સાથે આજે કોઈ ધાર્મિક સ્થાનની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરો. તેનાથી તમારા મનની શાંતિ બની રહશે. આજે કોઈપણ રોકાણની નવી અને લલચાવનારી સ્કીમ તમારી સામે આવી શકે છે તો કોઈપણ જગ્યાએ પૈસા રોકતા પહેલા તેનાથી ભવિષ્યમાં થતા ફાયદા અને નુકશાન વિષે વિચારી લેજો. એકંદરે રોજ કરતા આજનો દિવસ સારો રહેશે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

5. સિંહ – મ,ટ (Lio):આજે પરિસ્થિતિ દરરોજ કરતા બગડી શકે છે. ગમે એવી સ્થિતિમાં કોઈપણ પરિવારજનો પર ગુસ્સે ના થતા. તમારા ઉગ્ર સ્વભાવને આજે થોડો અંકુશમાં રાખો. તમારા વાણી અને વર્તનથી કોઈ નજીકના મિત્ર કે સ્વજનને દુઃખ ના પહોચે તેનું ધ્યાન રાખજો. આજે સાંજનો સમય ઘરમાં ઓચિંતા મહેમાનની પધરામણી થશે જેના કારણે તમારો મુડ સારો થઇ જશે જુના દિવસોને યાદ કરીને તમારી સાંજ બની જશે. દિવસના અંતે તમારી કોઈ ભૂલની માફી માંગી લેજો. મન પરનો ભાળ તમે તમારા જીવનસાથી સાથે ઉતારી શકશો. આજની રાત સૌથી સુંદર બની જશે.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આવા વ્યવહારથી તમારા માતા પિતા ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):આજે તમારે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ છે દર્શન થવાને લીધે આજે તમને માનસિક શાંતિ થશે. ત્યાં તમને કોઈ સાથે અણધારી મુલાકાત થઇ શકે છે. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

8. વૃષિક – ન,ય(Scorpio):ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

10. મકર – જ, ખ (Capricorn): .ઘરમાં આજે મહેમાન આવવામાં વધારો થશે દરેકને મળવાથી તમારું મન પ્રફુલિત થઇ જશે. અણધારી ઘણી બધી ભેટ તમને મળશે. તમારા સંતાનોને આજે કોઈ ઈજા ના થાય એની તકેદારી રાખજો. કામ પણ એટલું વધશે તમારા જીવનસાથીને કામમાં મદદ કરો આમ કરવાથી તમારા જીવનસાથી તરફથી તમને ભરપૂર પ્રેમ મળશે. આજનો દિવસભર બહુ વ્યસ્ત રહેવાને કારણે થાક અનુભવશો. તબિયતની કાળજી રાખજો.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજનો દિવસ તમારા માટે ખુબ સાનુકુળ રહેશે. દિવસ દરમિયાન આજે ઘણા નવા લોકોને મળવાનું થશે. તમારા દુરના મિત્ર જો તમારાથી નારાજ હોય તો તેમને આજે માનવી લો. આજનો દિવસ પરિવાર સાથે સુખ અને શાંતિથી વ્યતીત થશે તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

૨. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યા માટે આજે તમારે કોઈ અંતિમ નિર્ણય લેવાની જરૂર છે તમારું આ પગલું તમારા તરફેણમાં જ રહેશે. પૈસાની લેણ-દેણ ને વ્યવહારમાં થોડી સાવધાની રાખજો.

૩. બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

૪. કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

૫. રોકાણ કરવા માટેની અનેક તક આવશે તમારી સામે પણ તેમાં રોકાણ કરવાથી તમને કેટલો ફાયદો થશે અને જો તમે એ અધૂરું મુકો છો તો નુકશાન કેટલું થશે એ બધી વાતની ખાસ તકેદારી રાખજો.

૬. પરિવારની સાથે આ વર્ષે ઘરે જ યોગાસન, કસરત અને યોગ્ય ડાયટ ફોલો કરજો વધી ગયેલું વજન આ વર્ષે પરેશાન કરશે તો કોઈ કાયમી બીમારી શરીરમાં ઘર કરે એ પહેલા થઇ જાવ સાવધાન.

૭. વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : અસ્તિત્વ પર ઘણાં “ઉઝરડા” થાય છે, ત્યારે એક માણસ “સમજદાર” થાય છે!!

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here