250 થી લઈને એટલું ભાડું હશે બુલેટ ટ્રેઈનનો ચાર્જ, ક્યારે તૈયાર થશે? વાંચો નવી અપડેટ ક્લિક કરીને

0

દેશની પહેલી બુલેટ ટ્રેઈનનું કામ તેજીમાં ચાલી રહ્યું છે. લોકોને સૌથી વધુ તેમાં સફર દરમિયાન લાગતા ચાર્જને લઈને સૌથી વધુ ઉત્સુકતા છે અને આખરે તેનો ખુલાસો કરી દેવામાં આવ્યો છે. મુંબઈથી અમદાવાદની વચ્ચે ચાલનારી બુલેટ ટ્રેઈનનો ચાર્જ 250 થી 3,000 ની વચ્ચેનો હશે. જાણકારી અનુસાર આ ચાર્જ દુરીના હિસાબે નક્કી કરવામાં આવ્યો છે.   નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લી.કે પ્રબંધ નિદેશક અચલ ખરે એ ચાર્જ પર પહેલા અધીકારક સંકેત આપતા પત્રકારોને જણાવ્યું કે તે મોજુદ સ્થિતિનાં આધારે નક્કી કરવામાં આવ્યું છે.મુંબઈથી અમદાવાદ સુધીનો ચાર્જ 3000 રૂપિયા હશે, જો કે સૌથી ઓછો ચાર્જ બંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને ઠાને ની વચ્ચે 250 રૂપિયા હશે. જેમાં એક બીઝનેસ ક્લાસ પણ હશે, જેનો ચાર્જ 3000 કરતા પણ વધુ હશે.ખરે એ કહ્યું કે લગભગ 80 જાપાની લોકો પહેલાથી જ ભારતીય અધિકારીઓ સાથે તેના પર કામ કરી રહ્યા છે. જાપાનનાં સહયોગથી બનનારી બુલેટ ટ્રેઈન મુંબઈ-અમદાવાદની વચ્ચે રોજાના 70 ફેરા લગાવશે. પ્રત્યેક રેકમાં 10 અત્યાધુનિક કોચ હશે. 320 કિમી પ્રતિ કલાકની રફતાર થી દોડતી ટ્રેઈન 2022 સુધીમાં શરુ થઇ જાશે.મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રસ્તાવિત બુલેટ ટ્રેઈન 2023 સુધી પૂરી રીતે ટ્રેક પર દોડવા લાગશે. લગભગ 500 કિમી ના રૂટથી અમુક સેક્શન પર જો કે આ ટ્રેઈન 2022 થી જ દોડવા લાગશે. અમે અમારી યોજનાના આધારે આ પ્રોજેક્ટ પર આગળ વધી રહ્યા છીએ- अश्वनी लोहानी, चेयरमैन, रेलवे बोर्डલેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.