22 ઓગસ્ટ 2018નું રાશિ ભવિષ્ય – આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે વાંચો ખાસ

0

1. મેષ – અ,લ,ઈ (Aries): ભૂતકાળમાં કરેલી ભૂલો આજે ફરથી તમારી સામે આવશે. આજે તમારે મિત્રોની વાતોમાં આવી ને ક્યાય પણ રોકાણ કરવાનું નથી. રોકાણ કરતા પહેલા ભવિષ્યમાં થવાના ફાયદા અને નુકશાનની બરોબર ચકાસણી કરી લેજો. આજે ઓફિસમાં દરેક સાથે નરમાશથી વાત કરજો. ઘરમાં જો નવી ઘરવખરી કે નવો સમાન વસાવવાની તૈયારી કરી રહ્યા છો તો આજે ખરીદી કરો ત્યારે વધારાના પૈસા વપરાઈ ના જાય અને નકામી વસ્તુ પાછળ વધુ પૈસા ના ખર્ચ થાય એની સાવચેતી રાખજો.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૩
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini): આજના દિવસે તમારે તમારા મિત્રશત્રુ થી સંભાળવાનું છે. આજે કોઈપણ લોભામણી સ્કીમમાં પડશો નહિ તે તમને ભવિષ્યમાં નુકશાન પહોચાડી શકે છે. આજે તમારા કાર્યસ્થળ પર તમારા પ્રોજેક્ટ કે કામને લઈને ઘણા સલાહ અને સૂચનો મળશે હવે તેને માનવી કે ના માનવી એ તમારા પર આધાર રાખે છે. આજે જુના મિત્રોને લઈને તમારી સાંજ બની જશે. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે. ઘરમાં નાની નાની વાતે ઝઘડાનું મોટું સ્વરૂપ ના બની જાય એની તકેદારી રાખજો. આજે કોઈ નવા જ લોકો સાથે તમારી મુલાકાત થશે જેના લીધે તમને થોડી મુશ્કેલી થશે.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક :૫
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio): આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): સમયથી કિમતી બીજું કશું જ નથી અને આજનો સમય તમારી માટે શુભ છે આજે તમે જે પણ સારા કાર્ય કરશો એમાં ઈશ્વરની મંજુરી હશે માટે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર આગળ વધો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક :૧
શુભ રંગ : સોનેરી

7. તુલા – ર,ત (Libra): આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

8. વૃષિક – ન,ય (Scorpio): આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. દિવસનો અંત પરિવાર સાથે વિતાવો. મગજ પર વધુ દબાણને કારણે તમને માથાનો દુખાવો થઇ શકે છે.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. માતા પિતા સાથે પ્રેમથી વાત કરવાનું રાખો વધુ પડતો લાગણીશીલ સ્વભાવ તમને નુકશાન પહોચાડી શકે છે.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

10. મકર – જ, ખ (Capricorn): આજે દિવસની શરૂઆત તો તમારી ખૂબ સુંદર રહેશે પણ જેમ જેમ દિવસ ચઢતો જશે તેમ તમારું સ્વાસ્થ્ય બગડતું જશે. આજે ખાવા પીવામાં થોડી કાળજી રાખો. ઓફિસમાં આજે તમારી સાથે દરેક લોકો સારું વર્તન કરશે. તમારે આજે થોડી મહેનત કરવી પડશે પણ એ મહેનતનું ફળ તમને યોગ્ય સમયે યોગ્ય રીતે મળી રહેશે. અફવાઓથી બચીને રહો. આજે દિવસનો અંતિમ ભાગ પરિવાર સાથે વિતાવો તમારા આખા દિવસનો થાક ઉતરી જશે. આજે બપોરનો સમય તમારા નવા કાર્ય માટે યોગ્ય રહેશે. આજે કોઈપણ અજાણ્યા રોકાણના પ્લાનમાં ભાગ લેવાનું ટાળો.
શુભ અંક : ૨
શુભ રંગ : નારંગી

11. કુંભ – ગ,શ,સ (Aquarius): તમે કરેલા સારા કાર્યોને લોકોને જાણ કરવાની જરૂરત નથી. ઓફિસમાં અને ઘરમાં દરેક લોકો સાથે શાંતિથી અને વિનમ્રતાથી વાત કરો ક્યાંક તમારું વાણી અને વર્તન તમારા ઓળખીતા અને પ્રિયજનને નુકશાન ના કરે એ ધ્યાન રાખજો. વધારે ગુસ્સો આજે ટાળવો. જો વધુ કામ કરવું પડે તો કરી લેજો ભવિષ્યમાં તેનો ફાયદો તમને જરૂર મળશે. જો લાંબા સમયથી કોઈ પ્રિયપાત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હોય તો આજે તેનો અંત જરૂરથી લાવી દેજો. આજે જુના મિત્રોને ફોન કરીને વાત કરો તમારું મન હળવું થઇ શકશે.
શુભ અંક : ૯
શુભ રંગ : જાંબલી

12. મીન – દ,ચ,જ,થ (Pisces): આજે તમારા કામના સ્થળ પર તમારો સમય ખૂબ સુંદર અને શાંતિથી પસાર થશે. ઓફિસમાં કોઈપણ કામ કરવા માટે તમે સક્ષમ છો એવા વિચાર સાથે જ આગળ વધો. આજે તમને તમારા પ્રિયપાત્ર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ તક મળશે. લગ્નજીવનમાં અને કારકિર્દી માટે આજનો દિવસ સૌથી શ્રેષ્ઠ છે તો આજે તમારા હાથમાં આવેલી કોઈપણ તક ચુકી ના જાવ એની સાવધાની રાખજો. આજે સવારનો સમય તમારી માટે શ્રેષ્ઠ છે જે પણ વિચાર તમને સવારના સમય દરમિયાન આવે તેને બને એટલો વહેલા અમલમાં મુકો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧.  આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

૨.  ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

૩. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

૪. ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

૫. આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

૬. આ વર્ષે કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ લોભામણી સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થતા ફાયદા અને નુકશાન બંનેની યોગ્ય તપાસ કરજો. તમારું એક ખોટું પગલું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

૭. કોઈ જુના મિત્ર કે પ્રિયપાત્ર સાથે સંબંધ બગડ્યો હોય તો સામેથી માફી માંગી લેવી જેનાથી તમારા સંબંધો મજબુત થશે અને જુના દિવસો યાદ કરીને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે. તમારી ખુશીમાં દરેક લોકો સામેલ થશે તો બધાનું અભિવાદન કરજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.
ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર : આપણે કોઈનું સારું ના કરીએ તો કોઈ તકલીફ નથી પણ કોઈનું નુકશાન પણ આપણે ના કરવું જોઈએ.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!