2018 વર્ષ ક્યાં સેલિબ્રિટી માટે સારું રહ્યું ……..તો કોના માટે ખરાબ

0

સામાન્ય મારા અને તમારા જેવા લોકો માટે જ આ વાત લાગુ નહીં પડતી , આપણી ફિલ્મી જગત ના સિતારાઓ ને પણ આ વાત એટલી જ લાગુ પડે છે. જેમ કે વર્ષ 2018 આપણા ત્રણેય સુપર હિટ ખાન માટે ખરાબ રહ્યું કહેવાય. તેમની આવેલ ત્રણેય ફિલ્મ એ એવી પછડાટ મારી છે કે હવે ઉભું થવું લગભગ અઘરું છે. અને એની જ સામે વર્ષ 2018 જુવાનિયા અને ઇન્ડસ્ટ્રી માં આવેલ નવા હીરોઝ માટે સારું રહ્યું.

જ્યાં ખાન ની હાઇ બજેટ ફિલ્મ ફ્લોપ રહી ત્યાં સામે જ આ નવા નિશાળીયાઓ ફિલ્મ લો બજેટ થી 100 કરોડ ક્લબ માં એન્ટ્રી મારી .અંધાધૂન , સ્ત્રી , બધાઈ હો….

આયુષ્માન ખુરાના અને રાજ કુમાર રાવ ની આ ફિલ્મો એ દર્શકો નું દિલ તો જીત્યું ,પણ સાથે એ સાબિત કર્યું કે ફિલ્મો હવે ફક્ત હીરો ના નામ થી નથી ચાલતી.

જ્યાં ઇકવાલીટી નો જમાનો છે ત્યાં ફિલ્મી જગત ની છોકરીઓ કેમ પાછળ રહી જાય ?

સ્ટુડન્ટ ઓફ ધ યર થી શરૂઆત કરેલ આલિયા ભટ્ટ એ પણ વર્ષ 2018 માં પોતાની જાત ને ખરી રીતે સાબિત કરી.
લો બજેટ ફિલ્મ રાઝી ને પોતાની એક્ટિંગ સ્કિલ દ્વારા અને બેસ્ટ અભિનય સાથે 100 કરોડ ના ક્લબ માં એન્ટ્રી કરાવી.

વર્ષ 2018 બધી રીતે અમુક એકટર એક્ટ્રેસ ને ફળ્યું છે. વર્ષ 2018 માં ઘણા સિતારાઓ ને તેમના લાઈફ પાર્ટનર મળી ગયા અને તેમની સાથે સાત જનમ નો નાતો પણ બનાવી લીધો. વાત કરીએ એ સિતારો ઓ ની જે વર્ષ 2018 માં પરણ્યા.

સોનમ કપૂર અને આંનદ આહુજા

નેહા ધુપિયા અને અંગદ બેદી

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ

અને
પ્રિયંકા ચોપડા અને નિક જોન્સ

વર્ષ 2018 માં આ સિતારો સિવાય સાનિયા નેહવાલ , કપિલ , સુમિત વ્યાસ , હિમેશ રેશમિયા જેવા ઘણા નાના મોટા સિતારાઓ સાત જન્મ ના બંધન માં બંધાયા.

પણ અમુક લોકો એવા હોય છે જેમની માટે વર્ષ ની શરૂઆત અને અંત બંને ધમાકેદાર રહે છે. 2018 જે સિતારા માટે પૂરી રીતે ફળ્યું એ છે રણવીર સિંહ. 2018 ની શરૂઆત માં પદ્માવત અને 2018 ના અંત માં સિમ્બા.

એક જ વર્ષ માં બે સુપરહિટ ફિલ્મ આપી રણવીર સિંહ બૉલીવુડ માં તેની જગ્યા વધુ ને વધુ મજબૂત બનાવવા માં સફળ નીવડ્યા.

સાથે જ 2018 માં તેમને તેમની લીલા એટલે કે દીપિકા પાદુકોણ સાથે લગ્ન ના બંધન માં બંધાયા. અને હાલ માં જ એક એવોર્ડ શો માં બધા સામે તેમને તેમના પ્રેમ નો ઇઝહાર કરતા કહ્યું

“ફિલ્મ માં ભલે મને રાણી ન મળી પણ રિયલ લાઈફ માં મને મારી રાણી મળી જ ગઇ.” 2018 જેટલું રણવીર સિંહ માટે સફળ રહ્યું એટલું જ 2019 પણ એમની માટે સફળ રહેશે એવું દેખાય છે.

હજુ તો 2018 ના અંત માં આવેલ સિમ્બા ફિલ્મ નું ફીવર ઉતર્યું નથી ત્યાં તો એમની બીજી ફિલ્મ નું પોસ્ટર બહાર આવ્યું છે. ઝોયા અખ્તર ડિરેક્ટેડ ફિલ્મ “ગુલ્લી બોય ” માં રણવીર , આલિયા અને ફરહાન અખ્તર જોવા મળશે. જે 14 ફેબ્રુઆરી માં સિનેમા ઘરો માં આવવા જઈ રહ્યા છે

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here