‘તારક મહેતા’ જેઠાલાલ અને બબીતા મિસ્ટેક્સ વિશે શૉ માં થયેલી છે આવી ભૂલો – જે ભાગ્યએ જ કોઈને ખબર હશે

0

દોસ્તો આજ કાલ ટીવી શો માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ શો બધાનો ફેવરીટ બની ચુક્યો છે. બાળકોથી માંડીને વડીલો પણ આ સિરીયલને જોવાનું ખુબ પસંદ કરે છે. આ સીરીયલની કોમેડી જાણે કે લોકોના આખા દિવસની થકાન દુર કરી દે છે.

જેઠાલાલ, દયા ભાભી, ભીડે અને બાઘા થી લઈને અબ્દુલની દુકાન સુધી ની વાત કરીએ તો દરેક પાત્ર એકદમ રોમાંચિત છે. આજે આ સીરિયલે એક અનોખું નામ હાંસિલ કરી લીધું છે.

જો કે એક રીતે જોવા જઈએ તો આ સીરીયલમાં જેઠાલાલ અને બબીતા ની કોમેડી નો કાઈક અલગજ અંદાજ હોય છે. આપળે બધા તો આ શો ને હર રોજ જોઈએ છીએ છતાં પણ એપિસોડમાં ઘણી એવી ભૂલો થતી હોય છે જે કોઈ દર્શકોનાં ધ્યાનમાં આવતી નથી. જો કે આ મિસ્ટેક્સ એક રીતે ખુબ નાની હોય છે, અને સ્વાભાવિક છે કે આપળે 8.30 નાં સમયે તો સીરીયલમાં અને હસવામાં જ વ્યસ્ત હોઈએ છીએ જેથી બાકીના બાબતમાં આપણું ધ્યાન પડતું જ નથી.

પણ આજે અમે એવીજ કાઈક મિસ્ટેક્સ કે જે એપિસોડ દરમિયાન થતી હોય છે, તેને લાવ્યા છીએ. તો ચાલો નજર નાખીએ તેના પર.

1. શો માં તમે જોતા હશો કે હંમેશા રોજ સવારે જેઠાલાલ દુકાન માટે નીકળે છે અને તે જ સમયે બબીતાજી પણ બહાર આવે છે, આ સિનેરિયો તો રોજ નો થઈ ગયો હોય એવું લાગે છે. કે પછી બબીતાજી જાણી જોઇને જેઠાલાલનાં સમયે જ બહાર નીકળે છે. શું લાગે છે તમને?

2. બીજા એક એપિસોડમાં જેઠાલાલ બહાર નીકળે છે ત્યારે બબીતા બહાર અયર નો વેઇટ કરતી હોય છે. જેઠાલાલ હમેશાની જેમ તેને હાઈ હેલો કરે છે અને વખાણ કરે છે. એટલામાં અયર આવી જાય છે. પણ જેઠાલાલ નાં જવાની સાથે બબીતા અને અયર પણ ઘર ની અંદર જતા રહે છે. જો તેઓને બહાર જવાનું હતુજ નહિ તો પછી બબીતા ભહાર કોનો વેઇટ કરતી હતી. કે પછી જેઠાલાલ માટે બબીતા બહાર નીકળી હતી? શું કહેવું તમારું આ બાબતમાં?

3. એક એપિસોડમાં તમને યાદ હોય તો મનહરમનમોજી ની મુલાકાત જેઠાલાલ સાથે થાય છે. તે દુકાન માં ઘુસી જાય છે અને બધી વસ્તુને પોતાની છે એમ બતાવે છે.

જ્યારે ચાલુ પાંડે આવે છે તો જેઠાલાલ તેને રોકે છે અને કહે છે કે, મનહરને પોલીસ થી ડર લાગે છે તો હું તેને હેંડલ કરીશ. હવે તમે જ કહો કે તમારી દુકાનમા કોઈ પાગલ આદમી ઘુસી જાય તો તમે તેને પોલીસને હવાલે કરશો કે પછી તેની મદદ કરશો?

જો કે ફિલ્મોમાં જેમ અંતે હીરોની જીત અને વિલનની હાર થાય છે તેજ રીતે સીરીયલોમાં પાણ અંતે જીત તો મેન રોલની જ થવાની છે.

4. દોસ્તો, તમને યાદ હોય તો ટૂંક સમય પહેલાજ ટપુ પોતાની સ્માર્ટ વોચ(DZ09) પોતાના દોસ્તો ને બતાવે છે અને તેની કિંમત 20,000 કહે છે. પણ દોસ્તો તમને જણાવી દઈએ કે આજ વોચની કિંમત ઈન્ટરનેટ પર માત્ર 8 થી 9,000 જ છે. તો શું એ બધાને બેવકૂફ બનાવે છે કે

પોતાની ટીઆરપી વધારવા માટે આવું કરે છે.

5. ક્લબ હાઉસનાં એક સીનમાં ટેબલ પર રહેલા 2 રેકેટ અલગ એલગ છે જ્યારે અન્ય સીનમાં બન્ને રેકેટ એકદમ નજીક નજીક જોવા મળે છે. શું ક્લબ હાઉસમાં બધા રેકેટ થી રમતા હતા શું?

6. ચા પત્તી નાં બહાને આવેલા ચોર મિલી-ભગત આવ્યા હતા ટેક્ષિમા પણ ચોરી કરીને જતી વખતે તેઓ સ્કુટી પર જતા હતા. આ સ્કુટી ક્યાંથી આવી? લાગે છે કે સેટમાથી જ કોઈકની હશે.

7. સાથે જ ક્લબ હાઉસના સીનમાં અય્યર નાં હાથમાં ગ્લાસ હોય છે જયારે અન્ય સીનમાં આ ગ્લાસ ગાયબ હોય છે. આ ગ્લાસ ક્યા ગયો ભય?

8. સાથેજ ટપુના એક સીનમાં જ્યારે તેઓ ટેમ્પો લઈને જતા હોય છે ત્યારે આજુ બાજુ વ્રુક્ષો હોય છે જયારે અન્ય સીનમાં તરતજ આજુબાજુ બિલ્ડીંગ આવી જાય છે. બહુ સ્પીડ બાકી આ ટેમ્પાની?

સમજાતું નથી આ જાદુ કેવી રીતે થાય છે?

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!