20 વર્ષોથી કરી રહ્યા છે આ મહાકાલ તપસ્યા, લાખોની સંખ્યામાં આવે છે ભક્તો દર્શન કરવા, જાણો તેની કહાની…..

0

હઠયોગ શબ્દ તમે જીવનમાં ક્યારેક તો સાંભળ્યો જ હશે. હઠયોગની વાત કરીયે તો તેના વિશે કહેવામાં આવ્યું છે કે આ અંતર્મુખી કરવાની એક એવી પ્રાચીન ભારતીય સાધના પદ્ધતિ છે જેને પહેલાના સમયમાં સાધુ અને મોટા-મોટા મહાત્માઓ કર્યા કરતા હતા. પોતાના ગૃહસ્થ જીવનને ત્યાગ કરીને લોકો કયાક દૂર પહાડોમાં જઈને કોઈ ખાન પાન વગર જ ઘણા દિવસો સુધી સાધના કર્યા કરતા હતા. પણ જો અમે તમને એ વાત કહીયે કે આજના જમાનામાં પણ હઠયોગ કરવામાં આવે છે તો કદાચ તમે એ વાતનો વિશ્વાસ નહિ કરો. માટે આજે અમે તમને એક એવા વ્યક્તિ વિશે કહેવા જઈ રહ્યા છીએ જે આગળના 20 વર્ષોથી હઠયોગમાં લીન છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ વ્યક્તિનું નામ સત્યનારાયણ છે. તેના વિશે કહેવામાં આવે છે કે બાબા સત્યનારાયણ 16 ફેબ્રુઆરી 1998 થી લઈને અત્યાર સુધી તપસ્યામાં લીન છે. ગરમી હોય કે ઠંડી આ બાબા કોઈ છત વગર જ હઠયોગમાં લીન રહે છે. હઠયોગમાં લીન રહેનારા આ બાબા ને જોઈને લોકોના સંપૂર્ણ તીર્થ પુરા થઇ જાય છે. બાળપણથી જ પોતાના આધ્યાત્મિક સ્વભાવને લીધે આ બાબા પોતાના ગામના તળાવના કિનારે ઉપસ્થિત શિવ મંદિરમાં જયારે બાળપણમાં 7 દિવસો સુધી ભગવાન શીવની તપસ્યા કરી રહ્યા હતા તે સમયે તેના માતા-પિતાએ તેને સમજાવીને ઘરે પાછો લઇ આવ્યા હતા. છતાં પણ તેના મનમાં આસ્થા ક્યારેય ઓછી થઇ ન હતી. તેની આસ્થા ને લીધે જ તે આજે હઠયોગમાં લીન થઇ ગયા છે. ત્યાં રહેનારા લોકોને આજ સુધી એ જાણ નથી થઇ શકી કે આ બાબા ક્યારે ભોજન કરે છે અને ક્યારે પાણી પીવે છે.
એવું કહેવામાં આવે છે કે જે સમયે બાબા સત્યનારાયણ ની ઉમર લગભગ 14 વર્ષની હતી તે દરમિયાન એક દિવસ તે સ્કૂલ જવા માટે પોતાનું બેગ લઈને નીકળ્યા પણ તે સ્કૂલે ન ગયા. સ્કૂલ જાવા માટે બાબા સત્યનારાયણ રાયગઢ તરફ ચાલી નીકળ્યા અને પોતાના ગામથી લગભગ 19 કિમિ દૂર રાયગઢના એક ગામ કોસમનારા પહોંચી ગયા. કોસમનારા પહોંચ્યા પછી તેમને બંજર પડેલી જમીની ઉપર અમુક પથ્થરોને એકત્રિત કરીને શિવલિંગનો આકાર આપી દીધો. શિવલિંગનો આકાર આપ્યા પછી તેમણે પોતાની જીભ કાપીને સમાપ્ત કરી નાખી. બાબા દ્વારા કરવામાં આવેલી આવી હરકત વિશે અમુક દિવસો સુધી લોકોને જાણ થઇ ન હતી. પણ પછી આ વાતની જાણ થતા લોકો એ તેના પર નજર રાખવાનું શરુ કરી દીધું.
લોકો દ્વારા ધ્યાન રાખવા છતાં પણ બાબા પોતાની તપસ્યામાં લીન રહ્યા. ઘણા લાંબા સમય સુધી તપસ્યા માં લીન રહ્યા પછી લોકોએ તેનું નામ બાબા સત્યનારાયણ રાખી દીધું. એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ બાબા સમાધિ માંથી ઉઠે છે તો ઈશારા માં જ સંબોધન કરે છે. રાયગઢની પાવન ધરતીને આજે એક તીર્થ સ્થળ બનાવી દેનારા બાબા ના દર્શન માટે લોકોની ભીડ રહે છે. અહીં આવનારા દરેક ભક્તો માટે બાબા દરેક સંભવ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવે છે. પણ બાબા ખુદ પોતાના પર છાયો રાખવા માટેનો ઇન્કાર કરે છે, ઘણા લાંબા સમયથી આજે પણ આ બાબા હઠયોગ માં લીન છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here