20 રૂપિયામાં ખરીદો શર્ટસ અને ટોપ્સ, આ છે ભારતની 5 સૌથી સસ્તી માર્કેટ્સ..વાંચો આર્ટીકલ

0

આજકાલ સેકન્ડ હેન્ડ ચીજોની માર્કેટ ખુબ જ ચાલી રહી છે. એસી, કુલર,જ્વેલરીથી લઈને દરેક ચીજો રેન્ટ પર કે સેકંડ હેન્ડ મળવા લાગી છે. શું તમે જાણો છો કે દેશના ઘણા શહેરોમાં આવી માર્કેટ લાગે છે, જ્યાં ખુબ જ ઓછી કિંમતે કપડા મળી જાય છે. અમે તમને એવી જ અમુક માર્કેટ્સ વિશે કહેવા જઈ રહ્યા છીએ જ્યાં તમને ખુબ જ સસ્તા ભાવે કપડા મળી જાશે.
મોટાભાગે સેકંડ હેન્ડ ચીજોની માર્કેટ શહેરોનાં ફેમસ એરીયામાં પટરીઓ પર લાગતી હોય છે. જ્યાં તમને કિલોમાં પણ કપડા મળી જાશે. સાથે જ તમને 20 રૂપિયામાં શર્ટ તો 100 રૂપિયામાં કોટ જેવી ચીજો પણ મળી જાય છે. જો કે આ કપડા જુના હોય છે કે ઘણીવાર ચોરીના પણ હોય છે.
1. દિલ્લી: દિલ્લીમાં કનોટ પ્લેસ, મજનું કા ટીલા, રઘુબીર નગર, કરોલ બાગ, ઈન્દ્રપૂરી, ઇન્દ્રલોક, ભરત નગર, લાલ કિલ્લા, ચાંદની ચોક, પશ્ચિમ પૂરી, ઇસ્ટ દિલ્લી જેવી ઘણી બજારોમાં સેકન્ડ હેન્ડ કપડા મળે છે.
અહી મળે છે આ ચીજો: અહી 20 રૂપિયાથી 300 રૂપિયામાં સેકન્ડ હેન્ડ કપડા મળી જાશે. અહી શર્ટ, પેન્ટ,જીન્સ,ડ્રેસ,સુટ-સલવાર, જેકેટ મળી જાય છે.ક્યાંથી આવે છે આટલા કપડા: ઇન્ડીયામાં સેકન્ડ હેન્ડ કપડા ઈનપોર્ટ થતા હોય છે. આ કપડા કોઈના વપરાયેલા હોય છે જેને લોકો વહેંચી નાખતા હોય છે. સેકન્ડ હેન્ડ કપડા વહેંચનારા કારોબારી તેને ખરીદીને ડ્રાઈક્લીન કરાવે છે અને તેને કસ્ટમર્સને વહેંચી નાખે છે. તે ચીનથી આવે છે. કોમર્સ મીનીસ્ટ્રી નાં આંકડાનાં અનુસાર ઇન્ડીયા સેકન્ડ હેન્ડ કપડા ઈનપોર્ટ કરવાના મામલામાં વર્લ્ડનાં ટોપ ફાઈવ દેશોમાં શામિલ છે.
ક્યારે લાગે છે આ માર્કેટ: આ માર્કેટ મોટાભાગે સવાર અને સાંજે પટરી પર લાગતી હોય છે.2. મુંબઈ: મુંબઈમાં કોબાલા માર્કેટ અને ક્રોફોર્ડ માર્કેટમાં સેકન્ડ હેન્ડ કપડા પટરી પર વહેંચાઇ છે. અહી કલ્ફૂં કુર્તાઓ, કાફ્તાન, જીન્સ, શર્ટ વગેરે સેકન્ડ હેન્ડ કપડા મળે છે. ક્રોફોર્ડ માર્કેટમાં પણ સેકન્ડ હેન્ડ કપડા મળી જાય છે. જેની કિંમત 50 થી 300 રૂપિયા સુધીની હોય છે.
મુંબઈમાં અહી મળે છે સસ્તા કપડા: મુંબઈના ચોર બજાર દક્ષીણી મુંબઈનાં મટન સ્ટ્રીટ મોહમ્મદ અલી રોડની પાસે છે. આ માર્કેટ લગભગ 150 વર્ષ પુરાણું છે. આ બજાર પહેલા શોર બજારના નામે જાણીતું હતું, કેમ કે અહી દુકાનદાર તેજ અવાજો લગાવીને સામાન વહેંચે છે, માટે અહી ખુબ જ શોર શરાબા રહે છે. પણ અંગ્રેજ લોકોના ગલત બોલવાને લીધે તેનું નામ ‘શોર’ ને બદલે ‘ચોર’ બજાર પડી ગયું.
મળે છે આ વસ્તુઓ: અહી સેકન્ડ હેન્ડ કપડા, ઓટોમોબાઈલ પાર્ટ્સ અને બ્રાન્ડેડ ઘડિયાળોની રેપ્લિકા અને વિન્ટેજ અને એન્ટીક સજાવટી સમાન મળે છે.
3. બેંગ્લોર: આ માર્કેટ બેંગ્લોરમાં ચીકપેટ જગ્યા પર રવિવારના દીવસે લાગે છે. અહી સેકંડ હેન્ડ કપડા, ગુડ્સ, ગ્રામોફોન, જુના ગેજેટ્સ, કેમેરા, એન્ટીક, ઇલેક્ટ્રોનીક આઈટમ્સ અને સસ્તા જીમ ઇકવીમેન્ટ મળે છે. આ માર્કેટ એક લોકલ માર્કેટની જેમ છે.
જયપુર રાજસ્થાન: અહી 20 થી 300 રૂપિયામાં સેકન્ડ હેન્ડ કપડા મળી જાશે. અહી શર્ટ, પેન્ટ, જીન્સ, ડ્રેસ, સુટ-સલવાર, જેકેટ ખરીદી શકો છો જે નવા કપડાની જેમ જ લાગતા હોય છે.  લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!