જાણવા જેવું: જે લોકો આ 2 વાતોને છૂપાવી જાણે છે તે જ છે સૌથી બુદ્ધિમાન – ચાણક્ય ..

0

જો આપણે વાત કરીએ તો ઈતિહાસમાં સૌથી ચાલાક ને બુદ્ધિમાન હોય તો એ છે આચાર્ય ચાણક્ય. બધા જ લોકો ચાણક્ય નીતિથી પરિચિત જ હશો. પરંતુ આજે અમે એવી બે વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે જે આચાર્ય ચાણક્ય દ્વારા જ કહેવામા આવી છે. જો તમે એને અનુસરશો તો જરૂર તમારું ભવિષ્ય સુધરી જશે એમાં શંકાને સ્થાન નથી. આજે તમને એ વાતનો પણ ખ્યાલ આવી જશે કે તમે શું ભૂલ કરી રહ્યા છો તમારા જીવનમાં. જો સીધા જ શબ્દોમાં જણાવીએ તો આજની આ ચાણક્ય નીતિ તમને તમારા જીવનમાં ખૂબ ઉપયોગી થવાની છે.આજે અમે તમને એ વાતોથી રૂબરૂ કરાવવાના છીએ. જે વાતો ખુદ આચાર્ય ચાણક્યએ જ કહી છે ને કહ્યું છે કે આ વાતો ભૂલથી પણ બીજા કોઈને ક્યારેય ન કરવી જોઈએ, તો ચાલો આજે જાણીએ એવી 2 વાતો જે ભૂલથી પણ કોઈને કહેવામા ખુદ વ્યક્તિ જ મૂર્ખ સાબિત થાય છે. જે વ્યક્તિ ખરેખર બુદ્ધિમાન હશે તે ક્યારેય કોઈને આ વાત કહેશે નહી.

પોતાની પત્નીના ચરિત્ર જાહેરમાં ચર્ચા :

આચાર્ય ચાણક્ય અનુસાર, બુદ્ધિશાળી વ્યક્તિ એ જ છે જે ક્યારેય પોતાની પત્નીના ચરિત્રની વાત કોઈ બીજાની સામે કરતો નથી. આમ કરવાથી તમારી પત્નીની સાથે તમારી પણ ઈજજત જશે. આ ઉપરાંત ઘણી એવી વાતો હોય છે જે ક્યારેય કોઈને કહી શકાતી નથી. પરંતુ ક્યારેક વાત વાતમાં ચર્ચા દરમ્યાન એવી વાતો પણ મોઢામાંથી નીકળી જતી હોય છે. જેના કારણે ભવિષ્યમાં ઘણી તકલીફનો સામનો કરવો પડે છે.

પોતાના અપમાનની વાત :આચાર્ય ચાણક્ય અનુસાર ક્યારેય ભૂલથી પણ પોતાના અપમાનાની વાત બીજા કોઈ વ્યક્તિને કરવી જોઈએ નહી. બીજા વ્યક્તિ દ્વારા થયેલ અપમાન વિષે ક્યારેક જો તમે કોઈને કહેશો તો તમે ખુદ લોકોની મજાકનું સાધન બનશો. સાચું જ કહી રહ્યા છે ચાણક્ય જો તમે આવું કહેશો તો અપમાન અને મજાક કરી શકે છે કોઈપણ વ્યક્તિ. જેના કારણે તમને તમારા જ માન સન્માનમાં ઠેસ પહોંચશે.

આચાર્ય ચાણક્યની બીજી વધારાની વાતો :

સ્ત્રીની સુંદરતા વિષે :
જ્યારે પણ કોઈ સુંદર સ્ત્રી સાથે લગ્ન કરો ત્યારે ફક્ત તેની સુંદરતાને જોઈને જ હા ન કહો. જો તમે એની સુંદરતાને જો પસંદ કરશો તો તમારા જેવુ મહા મૂર્ખ આ દુનિયામાં કોઈ જ નથી. સુંદરતાની સાથે સાથે ગુણ, કુળ અને છોકરીનો સ્વભાવ પણ જોવો જોઈએ.

Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here