1 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, કુંભ રાશિના જાતકો ખાસ વાંચો

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે કામનો વધારો થશે તો કોઈપણ જાતની ચિંતા કર્યા વગર તમારે દરેક કામ તમારી આગવી સૂઝબૂઝથી પાર પડવાના છે. તમારી કામ કરવાની આવડતથી અમુક લોકોને તમારી ઈર્ષા આવશે. આજે જો કોઈને પૈસા આપવાનું વિચારી રહ્યા છો તો જે તે વ્યક્તિ કેવા કામ માટે એ પૈસાનો ઉપયોગ કરશે એ પણ જાણી લેજો. આજનો દિવસ તમને તમારા જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળી શકે છે આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગ્રે

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે જયારે તમે દિવસની શરૂઆત કરો ત્યારે કે પછી નવા કામની શરૂઆત કરો ઈશ્વરને યાદ કરવાનું ભૂલતા નહિ. આજે બહારનું ખાવા પીવામાં ધ્યાન આપજો બને ત્યાં સુધી પ્રયત્ન કરજો કે ઘરનું અને સાદું ભોજન કરી શકો. માથાનો દુખાવો આજે બપોરથી જ રહેશે. આજે ઓફિસમાં પણ તમારું મન બેચેન રહેશે. સાંજના સમયે ફ્રેશ થવા માટે તમારો સમય પરિવાર સાથે વિતાવો, તમારા જીવનસાથી માટે આજે નાનકડી સરપ્રાઈઝ પ્લાન કરો તમે પણ ખુશ રહેશો અને પરિવારમાં દરેક તમારી હાજરીથી ખુશ રહેશે. આજે પૈસા કમાવા માટેનો સારો દિવસ છે પણ તેની સાથે આજે વધારાનો ખર્ચ પણ થઇ શકે એમ છે. તમારા મોજીલા અને રમૂજી સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખો.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini) : :આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે. શુભ અંક : ૫ શુભ રંગ : ગુલાબી>

4. કર્ક – ડ,હ (Cancer): લોકો ઉપર બહુ જલદી ભરોસો ના કરવાના સ્વભાવના કારણે તમને મુશ્કેલી થશે. તમારા જીવનસાથી તરફથી જોઈતો સહયોગ નહિ મળે. મિત્રો સાથે તમારી મુશ્કેલીઓ શેર કરો ત્યારે ભૂલથી તમારી કોઈ ખાનગી વાત જાહેર ના થાય તેની તકેદારી રાખજો. ઓફિસમાં આજે તમે આપેલી સલાહથી તમારા ઉપરી અધિકારી ખુશ થશે અને તમને અનેક નવા પ્રોજેક્ટ મળી શકશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

5. સિંહ – મ,ટ (Lio):આજે તમારી મુલાકાત કોઈ મહત્વના વ્યક્તિ સાથે થશે જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. આજે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતા વાણી અને વર્તન પર કાબુ નહિ રાખો તો તમારે પસ્તાવાનો વારો આવી શકે છે. રોકાણ કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી. આજે કોઈને ઉછીના પૈસા આપવા નહિ. પરિવારમાં કોઈની તબિયત બગાડવાની સંભાવના છે.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૫
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):લાંબી મુસાફરી પછી આજે આરામ કરવાનો યોગ્ય સમય છે આજે તમારે પૈસાની તંગી સર્જાઈ શકે છે તો કોઈપણ નવી સ્કીમ કે યોજનાનો લાભ લેતા પહેલા તમારો ખર્ચ કેટલો છે અને આવક કેટલી છે એ ખાસ ધ્યાનમાં રાખજો. તમારે આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરવાનો છે. ક્યાંક તમારો ઉતાવળે લીધેલો નિર્ણય તમને અને તમારા પરિવારને મુશ્કેલીમાં ના નાખી દે તેનું ધ્યાન રાખજો. આજે ઘરમાં થોડું તણાવવાળું વાતાવરણ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

8. વૃષિક – ન,ય(Scorpio):કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૯
શુભ રંગ : નારંગી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): જો તમે આજે કોઈ જગ્યાએ રોકાણ કરવા માટેનો વિચાર કરી રહ્યા છો તો આજે સોના અને ચાંદીમાં કે પછી લાંબા ગાળા માટે રોકાણ કરી શકો છો. આજે નોકરી કરતા મિત્રો માટે પણ સારો દિવસ છે. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં તમારા જીવનસાથી અને તમારા વડીલોની સલાહ લેવાનું ચુકતા નહિ. આજે ગૃહિણીઓ માટે પણ યોગ્ય દિવસ છે જેઓ પોતે ઘરેથી કોઈ કામ કરવા માંગે છે તેમની માટે સારી તક આવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

10. મકર – જ, ખ (Capricorn): .
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તામારે તમારા ગુસ્સા પર કાબુ રાખવાનો છે. જે પણ મિત્રો તમારી સાથે લાંબા સમયથી કોન્ટેક્ટમાં નથી તેમનો સંપર્ક કરો અને તેમની સાથે વિતાવેલા જુના દિવસો યાદ કરો. આજનો દિવસ તમારા માટે ભારે છે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ સાથે વાદ વિવાદમાં ઉતરશો નહિ. આજે તમારા કામમાં કોઈ કમી ના રહે તેની તકેદારી રાખજો. ખુબજ ધીરજ અને શાંતિથી આજનો દિવસ પસાર કરો.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces): વાતાવરણને કારણે સ્વાસ્થ્યની કાળજી રાખજો નહિ તો કોઈ ગંભીર બીમારી થઇ શકે છે. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમને ભરપુર પ્રેમ મળશે. આજે બહારનું ખાવા પીવામાં થોડી સાવધાની રાખવી. ઘણા સમયથી અટકી ગયેલા પૈસા આજે પાછા મળશે. અને તમે નહિ વિચાર્યું હોય એવી જગ્યાએથી તમને ધનલાભ થશે. રોકાણ માટેની કોઈપણ તક આવે તો તેમાં પૈસા રોકતા પહેલા ફાયદો અને નુકશાન જોઇને જ પૈસા રોક્જો.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આજથી શરુ થતું તમારું જન્મવર્ષ પાછલા વર્ષના પ્રમાણે વધુ સારું રહેશે. મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

૨. ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.

૩. જે મિત્રો પોતાના જીવનસાથીની શોધમાં છે તેમની માટે આ વર્ષ મિશ્ર ફળદાયી રહેશે. તમારી સામે હશે તમારો જીવનસાથી પણ તમે તેને ઓળખી શકશો નહિ. જો કોઈને પ્રપોઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવ તો આ વર્ષ તમારા માટે સારું છે તો યોગ્ય સ્થળ અને સમય જોઇને તેમને પ્રપોઝ કરો.

૪. ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

૫. આ વર્ષે તમારા પર જે મુસીબત આવવાની છે તેનાથી બચવા માટે ગરીબ બાળકોની સેવા કરો કોઈ તકલીફમાં હોય તો એની મદદ કરો જેનાથી તમારી આવનારી મુશ્કેલી ઓછી થઇ જશે. જીવનસાથી તરફથી આ વર્ષે તમને પુરતો સપોર્ટ મળશે. તારા ઓળખીતા દરેક મિત્રો અને પરિવારજનો તમારા વખાણ કરશે.

૬. આ વર્ષે કોઈપણ મહત્વના નિર્ણય કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ લોભામણી સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થતા ફાયદા અને નુકશાન બંનેની યોગ્ય તપાસ કરજો. તમારું એક ખોટું પગલું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

૭. કોઈ જુના મિત્ર કે પ્રિયપાત્ર સાથે સંબંધ બગડ્યો હોય તો સામેથી માફી માંગી લેવી જેનાથી તમારા સંબંધો મજબુત થશે અને જુના દિવસો યાદ કરીને તમારા માનસિક તણાવમાં ઘટાડો થશે. તમારી ખુશીમાં દરેક લોકો સામેલ થશે તો બધાનું અભિવાદન કરજો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

સમય યોગ્ય હોય તો માફી માંગી પણ લેજો અને કોઈ માફી માંગે તો માફ કરી પણ દેજો.

Posted By: GujjuRocks Team

દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!