19 ઓગસ્ટ 2018,રાશિ ભવિષ્ય – આજના શુભ અને અશુભ સમય સાથે અને જાણો શુભ અંક

0

1. મેષ – અ,લ,ઈ (Aries):  મુસાફરી તમને ખૂબ ફળદાયી નીવડશે જે તમને આર્થિક લાભ તો આપશે જ સાથે સાથે દિવસના અંતે માનસિક શાંતિ પણ જણાશે. આજે કોઈ સારું કામ કરવાનું મન બનશે પણ પ્રિયપાત્ર સાથે થયેલી તકરાર તમારું મન વ્યથિત કરી દેશે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી. જે વ્યક્તિથી તમને ફાયદો થવાનો હોય તેમની સાથે વાણી વ્યવહારમાં સાવચેતી રાખજો ક્યાંક તમારી એક નાનકડી ભૂલ તમને મોટા નુકશાનમાં ના ઉતારી દે.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):  આજથી તમારા સ્વભાવમાં તમારે બદલાવ લાવવાની જરૂરત છે તમારા સ્વભાવના કારણે તમારા કાર્યક્ષેત્રમાં લોકો તમારાથી નારાજ રહેશે. આજે દરેક સાથે થોડી નરમાશથી વાત કરો. કોઈપણ રોકાણનો કે પછી મિલકત ખરીદવાના નિર્ણયને સમજી વિચારીને અમલમાં મુકો. ભવિષ્યને બનાવવા જતા તમારી આજ બગડે નહિ તેનું ધ્યાન રાખો, નિયમિત કસરત તમારું સ્વાસ્થ્ય સારું રાખશે. આજે પ્રેમ પ્રસ્તાવ સ્વીકારવા માટે અને પ્રસ્તાવ આપવા માટે સારો સમય છે.
શુભ અંક : ૫
શુભ રંગ : ગુલાબી

3. મિથુન – ક,છ,ઘ (Gemini):  આજે રવિવારના દિવસે ઘરના સમાનને લગતી ખરીદી કરવાનો યોગ છે પણ ક્યાંક વધારાની અને બિનજરૂરી વસ્તુઓમાં ખર્ચ વધી ના જાય એની સાવધાની રાખજો, આજે તમારા બાળકો અને તમારી પત્ની તમારાથી ખૂબ ખુશ રહેશે. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. લોકોની વાતોને બહુ ધ્યાનમાં લેશો નહિ, જો એવું નહિ કરો તો દિવસના અંતે તમારે જીવનસાથી સાથે મનભેદ થઇ શકે છે. કોઈપણ મિત્ર કે સગા વહાલને પૈસા ઉધાર આપતા પહેલા વિચારોજો આજે પૈસાનો વ્યવહાર ના કરો એટલું સારું છે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

4. કર્ક – ડ,હ (Cancer):  જો આજે ખરીદી કરવા જવાના હોવ તો સોના અને ચાંદીની ખરીદી પર કંટ્રોલ રાખજો. આજે પૈસાનો અને સમયનો વ્યય થશે. તમારા જીવનસાથી સાથે આજે કોઈપણ નાની નાની વાતે ચણભણ કરશો નહિ. ઘરમાં વડીલોના સ્વાસ્થ્ય તરફ ખાસ ધ્યાન આપો, આજનો રવિવાર થોડો દોડધામ વાળો રહેશે દિવસના અંતે તમને માથાનો દુખાવો થાય તેવા યોગ બની રહ્યા છે. વાત વાતમાં આજે કોઈનું અપમાન ના થઇ જાય એની તકેદારી રાખજો.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ,ટ (Lio): ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ. આજે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાનું વિચારો તો તમારા વડીલોની સલાહ અવશ્ય લેજો. આજે તમારે તમારી વિચારશક્તિ અને પોઝીટીવીટીને લઈને આગળ વધવાનું છે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): કોઈપણ આર્થિક નિર્ણય કરતા પહેલા તમે સો વાર વિચાર કરજો. સ્વાસ્થ્યમાં પણ થોડી સાવચેતી રાખવાની આજે જરૂરત છે આજે ઘરમાં નાની નાની વાતે કોઈ મોટો ઝઘડો થવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈ જુના અને એકલા પડી ગયેલા મિત્રોએ સાથ આપવાનો છે તેમને ખુશ રાખવા સતત પ્રયત્નો કરો. સાંજે પરિવાર સાથે બહાર જાવ અને બધાને ખુશ કરી દો. શરીર ગમે એટલું દુખી હોય મનથી દુખી થવાની જરૂરત નથી. આજે નહિ તો કાલે યોગ્ય સમય આવીને જ રહેશે. પૈસાની સમસ્યાનું સમાધાન થતું જોવા મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : સોનેરી

7. તુલા – ર,ત (Libra):  જો તમે કોઈ જમીન કે સ્થાઈ મિલકત લેવાનું વિચારી રહ્યા છો તો આજનો સમય યોગ્ય છે. આજે ઘરમાં તમારા વાણી અને વર્તનથી કોઈને મનદુઃખ ના થાય એની સાવચેતી રાખજો. આજે ઘર માટે નવો સમાન લેવા જઈ શકશો. વધારાના અને ખોટા ખર્ચથી દૂર રહેવું. નોકરી કે ધંધા માટે આજે તમારે નાની મુસાફરી કરવાના યોગ છે જે તમને ભવિષ્યમાં સારો ફાયદો અપાશે. આજે તમારા પતિ કે પત્ની તમારા વ્યવહારથી દુખી ના થાય એ ધ્યાન રાખજો.
શુભ અંક : ૫
શુભ રંગ : પીળો

8. વૃષિક – ન,ય(Scorpio): અત્યારનો સમય તમારા જીવનનો ખૂબ સુંદર સમય છે આજે તમે મિત્રો સાથે મન ભરીને ફરી શકશો અને તમારું મન પણ હળવું કરી શકશો. આજે વાહન સાથે દુર્ઘટના બનવાના યોગ છે તો રસ્તા પર સતર્ક રહેજો અને રસ્તો ઓળંગતી વખતે ખાસ ધ્યાન આપજો. આજે તમે જીવનસાથીથી દૂર હશો પણ તમે મિત્રો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. બહારના ખાવા પીવામાં થોડું ધ્યાન રાખવું, સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. આજનો દિવસ તમારો અત્યાર સુધી મિત્રો સાથે વિતાવેલા દિવસોમાં સુંદર યાદ બની રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ
(Sagittarius):
ઘરના કાર્ય અને પરિવારજનોના કાર્યમાં આજે તમારી શક્તિ અને પૈસાનો વ્યય થશે પણ આજે ઘરના દરેક સભ્યો તમારી સેવાથી ખુબ ખુશ હશે. આજે કોઈપણ કાર્યથી કંટાળશો કે હતાશ થશો નહિ. આજે તમારા પ્રેમ માટે પણ યોગ્ય સમય છે જો કોઈને પ્રપોઝ કરવા માંગતા હોવ તો નાનકડી ભેટ સાથે પ્રપોઝ કરી દો. જે મિત્રો ઘરે બેઠા કે પછી પોતાનો કોઈ બીઝનેસ કરે છે તેમને આજે રવિવારે પણ થોડું વધારાનું કામ કરવું પડશે પણ એમાં ધનલાભ છે એટલે તમારા ઉત્સાહમાં વધારો થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લીલો

10. મકર – જ, ખ
(Capricorn): 
ઘણાં દિવસથી ચાલતા લાંબા કાર્યથી આજે આરામ મળશે, મ્યુઝિક તમને ખુશ કરી શકશે. મિત્રોના મેળાવડા પાછળ નાહકનો ખર્ચ કરતા બચો, થોડો સમય પરિવારને આપો એ તમારી માટે ફાયદાકારક રહેશે. કોઈપણ પ્રિય વ્યક્તિ સાથે વાત કરો તો થોડી તકેદારી રાખો ક્યાંક એ નાની વાત બહુ મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એ ધ્યાન રાખજો. આજે ક્યાંક બહાર ફરવા જવાના યોગ પણ બની રહ્યા છે તો મુસાફરીમાં થોડી સાવધાની રાખજો. પરિવારના સભ્યો તરફથી તમને સહકાર મળશે. આજે સાંજનું વાતાવરણ તમને તમારા જુના સમયની યાદ અપાવી જશે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે તમારે જે પણ લોકો સાથે મળવાનું થશે એ તમારાથી ખૂબ પ્રભાવિત થશે આજે તમારે તમારું કામ પૂરું કરાવવા માટે બહુ મહેનત કરવી પડશે નહિ. બીજી એક ખાસ વાત તમે જેવા છો એવા જ રહો બીજા માટે કે પછી અમુક લોકો માટે પોતાની જાતને બદલાવાની જરૂરત નથી. સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. લાંબા સમયગાળા પછી કોઈ પ્રિય મિત્રને મળવાનું થશે. જુના મિત્રને મળીને તમે તમારી સુખ અને દુખની વાતો કરી થોડી માનસિક શાંતિ મેળવી શકશો.
શુભ અંક : ૨
શુભ રંગ : ગ્રે

12. મીન – દ,ચ,જ,થ(Pisces): ભૂતકાળમાં કરેલી કોઈ ભૂલ તમારી સામે એક મુશ્કેલી ઉભી કરશે. લોકો સમક્ષ વાતો કરો ત્યારે તમારા વર્તન અને બોલવામાં ધ્યાન આપો ક્યાંક તમારા વર્તનથી એ લોકો દુઃખી ના થઇ જાય. આજે તમે ટોળામાં આકર્ષણનું કેન્દ્ર રહેશો લોકો તમારા કામથી પ્રભાવિત થશે અને તમારું ભવિષ્ય ઉજ્વળ બને એવું કાર્ય થશે. આજે સાંજે કાર્ય કરવામાં થોડી આળસ આવશે પણ એ કાર્ય પૂરું કરજો એ તમારી આર્થિક સ્થિતિને જરૂર અસર કરશે. રાતનું ભોજન પરિવારની સાથે જ લેવાનું આગ્રહ રાખો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.
લેખન :
જ્યોતિષ આચાર્ય આનંદ.

આજનો વિચાર :
જો તમારી કોઈપણ તકલીફમાં તમારો પરિવાર તમારી સાથે હશે તો એ તકલીફ તમે હસતા હસતા સહી લેશો.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊
આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here