19 વર્ષની છોકરીએ જાતે જ શોધી લીધો પોતાનો ચોરી થયેલો સ્માર્ટફોન, આવી રીતે લીધી ઇન્ટરનેટની મદદ…..વાંચો અહેવાલ

0

મુંબઈની રહેનારી 19 વર્ષની છોકરી ‘જીનત બાનો હક’ એ પોતાનો ચોરી થયેલો મોબાઈલ ખુદ જાતે જ શોધી લીધો. તે પોતાનો ચોરી થયેલો ફોન બીજા ફોનમાં ટ્રેક કરતી રહી અને તે આદમીની પાસે પહોંચી ગઈ જેમણે પોતાનો ફોન ચોરી લીધો હતો. જીનતનો ફોન સોલવારાજ શેટ્ટી નામના વ્યક્તિએ ચોરી કર્યો હતો અને તે શહેર છોડીને ભાગી જાવાનો હતો. જો કે જિનતે રેલવે પ્રોટેક્શન ફોર્સ(RPF) ની મદદથી પકડી લીધો હતો.મલાડ એરિયામાં ચોરી થયો હતો ફોન:

મોરલમાં રહેનારા જીનત પાળોસની એક સ્કૂલમાં ટીચર છે. તે રવિવાર, 5 ઓગસ્ટ ના રોજ કોઈ કામ માટે મલાડ ગઈ હતી, પાછા આવવાના સમયે તેને જાણ થઇ કે તેનો એન્ડ્રોઇડ સ્માર્ટ ફોન તેની પાસે નથી અને કદાચ તે ચોરી થઇ ગયો છે. જો કે ફોન ક્યાં અને કેવી રીતે ચોરી થયો તેની તેને જાણ થઇ ન હતી. તેના પછી તેમણે પોતાનો ફોન શોધવા માટે ગુગલ ની હેલ્પ લીધી.

ફોન એક્ટિવિટી ને કર્યો ટ્રૈક:

જીનતે કહ્યું કે ફોન ચોરી થયા પછી તેમણે પોતાના બીજા એન્ડ્રોઇડ ફોનમાં ગુગલ એકાઉન્ટ થી લોગઈન કર્યું અને ફોન પર થનારી એક્ટિવિટી પર નજર રાખી. તેના પછી ખબર પડી કે સેલવારાજ શેટ્ટી એ તેના ફોન પર રજનીકાંત ની ફિલ્મ કાલા ના સોન્ગ ને સર્ચ કર્યું. શેયરઈટ એપ યુઝ કર્યું, વોટ્સએપ, મૈસેન્જર અને ફેસબુક ને અપડેટ કર્યું. સાથે જ રેલવે બુકીંગ માટે એપ ડાઉનલોડ કરી.

આવી રીતે પકડાઈ ગયો ચોર:

જીન્નતે પૂરો મામલો GPF ને જણાવતા કહ્યું કે તે વ્યક્તિ એ દાદર તિરુવંતમલઈ રેલવવેની ટિકિટ બુક કરી અને તેનો સ્ક્રીનશોટ લીધો. ચોરે મોબાઈલ પર પોતાની ફોટો પણ ખેંચી. તેમણે ગુગલ ફોટોઝ થી તે વ્યક્તિ ની રેલવે ટિકિટ થી ડિટેઇલ અને ફોટો લઇ લીધી. ઇન્ટરનેટ સર્ચીન્ગ થી જાણ થઇ કે ટ્રેઈન પુડુચેરી એક્સપ્રેસ હતી, જે રવિવાર ની રાતે 9:30 વાગે દાદરથી નીકળવાની હતી. ચોરે દાદર સ્ટેશન આવવા માટે એક પુલનો પ્રયોગ કર્યો હતો. જ્યાં GRP પહોંચી, પણ તે ન મળી શક્યો. ટ્રેઈન આવી તો GRP ના લોકો ટિકિટ પર આપવામાં આવેલી સીટ નંબર પર પહોંચી ગયા. આ સીટ પર આવેલા વ્યક્તિ ની પાસે ચોરી કરવાંમાં આવેલો મોબાઈલ મળી ગયો.

શું છે My Activity?:

એન્ડ્રોઇડ ફોનનો યુઝ કરવા માટે ગુગલ એકાઉન્ટ બનાવાનું હોય છે. આ જ એકાઉન્ટની મદદથી ફોનમાં એપ્સ ઈન્સ્ટોલેશન ની સાથે બીજા કામ હોય છે. જયારે ફોનમાં એકાઉન્ટ લોગઈન કરો છો તો ત્યાંરથી તમારી એક્ટિવિટી પર પણ સેવ થવા લાગે છે. જેમ કે તમે શું ડાઉનલોડ કર્યું? શું સર્ચ કર્યું?ક્યાં સોન્ગ-વિડીયો જોયા? તમારા ફોનની લોકેશન શું-શું રહી? તેમાં ક્રોમ, એન્ડ્રોઇડ, સર્ચ, એડ, ઇમેજ સર્ચ, ગુગલ ન્યુઝ ની અલગ-અલગ કેટેગરી હોય છે. યુઝર ઈચ્છે તો પોતાની એક્ટિવિટી અહીંથી ડીલીટ પણ કરી શકે છે.

Find your phone નો કરો યુજ:

ગુગલ પર Find your phone સર્ચ કરો. અહીં પર જે પહેલી લિંક આવે તેને ઓપન કરો. તમારા હેન્ડસેટ ના મોડલ નજરમાં આવશે. અહીં થી તમે પોતાના ફોન ની લોકેશનની જાણ લગાવી શકાય છે, પણ તેના માટે ફોનનો GPS ઓન હોવું જોઈએ. ફોનમાં પાસવર્ડ નાખીને લોક પણ કરી શકો છો. સાથે જ, ફોન ફાઇન્ડ કરવા માટે ‘This phone is lost. Please help give it back’ મેસેજ નાખીને કોઈ બીજો ફોન નંબર પણ આપી શકો છો. તમે અહીં થી ફોનનો દરેક ડેટા ડીલીટ પણ કરાવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here