19 લાખ માંથી 25 વર્ષનો આ ગુજરાતી ભાયડો કોન બનેગા કરોડપતિમાં સિલેક્ટ થયો..વાંચો આર્ટીકલમાં કેવો અનુભવ થયો?

સુરેન્દ્રનગર: KBC-9ની શરૂઆત થઈ ગઈ છે જેમાં 1,97,00,000 લાખ લોકોમાંથી માત્ર 1400 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ ઓડિશનમાં ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ રમવા માત્ર 60 લોકોને જ સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં ગુજરાતનાં હળવદ તાલુકાનાં મેરુપર ગામનાં રૂપાભાઈ મનસુખભાઈ હડિયલની પસંદગી થઈ હતી અને તેઓ 6 સપ્ટેમ્બરે અમિતાભ બચ્ચન સાથે હોટ સીટ પર ‘કૌન બનેંગા કરોડપતિ’ રમશે.

25 વર્ષીય રૂપાભાઈ સામાન્ય પરિવારમાંથી આવે છે. રૂપાભાઈએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને હાલ વ્યવસાયે ખેતીકામ કરી રહ્યાં છે. રૂપાભાઈનાં પરિવારમાં તેમના પિતા મનસુખભાઈ, માતા કંચનબહેન અને તેમની બહેન ચંદ્રિકા સાથે હાલ મેરુપર ગામમાં રહે છે. રૂપાભાઈને સ્કૂલ સમયથી જનરલ નોલેજની ક્વીઝમાં ભાગ લેવાનો શોખ હતો. આ વર્ષે IPLમાં પણ તે વોડાફોન સુપરફેન બની રોહિત શર્માનાં હાથે ક્રિકેટ બોલ મેળવ્યો હતો તો 2016માં તેમને IPLમાં Oppo F1 ફોન પણ જીત્યો હતો.

KBC રમવા આ રીતે કર્યા પ્રયત્ન

2010માં રૂપાભાઈએ KBCમાં રજિસ્ટ્રેશન થયું નહોતું. ત્યાર બાદ 2011માં KBCમાં રજિસ્ટ્રેશન કરાવ્યું પણ સિલેક્શન ન થયું અને પછી 2012માં 16 જૂને KBCમાં રજિસ્ટ્રેશન થતાં KBCમાંથી કોલ આવ્યો અને વાડી(ખેતર)માં કામ કરતાં-કરતાં રૂપાભાઈએ 3 પ્રશ્નોનાં જવાબ 30 સેકન્ડમાં આપ્યા અને 17 જૂને ફરી KBCનાં આગલાં લેવલ માટે કોલ આવ્યા બાદમાં અમદાવાદ ઓડીશન માટે આવવાનું થયું પણ ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટમાં સિલેક્શન થયું નહીં.

2013/14માં રૂપાભાઈનું KBCમાં સિલેક્શન થયું પણ ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટમાં પહોંચી ન શક્યા. આમ 2012, 2013, 2014માં અમદાવાદ KBCનાં ઓડિશન આપ્યા હતાં. ત્યાર બાદ 2017માં જૂન મહિનામાં ફરી KBCનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું અને અમિતાભ બચ્ચન દ્વારા પહેલાં લકી વિનર થયા અને બોમ્બે ઓડીશન માટે બોલાવવામાં આવ્યા. KBC ઓડિશનમાં સિલેક્ટ થઈને ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ માટે પસંદ થયા હતાં. આમ આ રીતે રૂપાભાઈ કેબીસીની હોટ સીટ પર પહોંચ્યા અને પોતાનું 7 વર્ષથી જોયેલું સપનું પુરું કર્યું.

અમિતાભ બચ્ચન સામે KBC રમવાનો આવો રહ્યો અનુભવ

divyabhaskar.com સાથે ખાસ વાતચીતમાં રૂપાભાઈનાં જણાવ્યા અનુસાર કેબીસીની હોટ સીટ તેમના માટે મયુરાશન સમાન હતી. 7 વર્ષથી KBC રમવાની રાહ જોતા હતાં તે સપનું સાકાર થયું. અમિતાભ માટે બે શબ્દમાં કહું તો “બેસ્ટ ફ્રેન્ડ” કહી શકાય. જ્યારે ગેમ દરમિયાન અમિતાભ બચ્ચનની સીટ પર બેસી મેં તેમને પ્રશ્ન પુછ્યો તેનો અનુભવ જ અલગ હતો.

 

KBCમાં સિલેક્શન માટે હોય છે આવી પ્રકિયા

KBCમાં સિલેક્શન માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યાર બાદ KBCમાંથી કોન્ટેસ્ટન્ટને ફોન દ્વારા 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. જેમાં એક પ્રશ્નનો જવાબ 10 સેકન્ડમાં આપવાનો હોય છે. જો તે ત્રણેય પ્રશ્નોનાં જવાબ સાચા હોય તો આગળ ઓડિશન માટે બોલાવવામાં આવે છે.

KBC ઓડિશનમાં સિલેક્ટ થયા પછી પણ 3 રાઉન્ડ હોય છે

ઓડિશન બાદ ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટમાં પહોંચવા માટે 3 રાઉન્ડમાંથી પસાર થવું પડે છે. જેમાં ત્રીજા રાઉન્ડમાં KBCની એક બુકલેટ ફિલઅપ કરવાની હોય છે જેમાં પારિવારીક માહિતી અને ક્યાંથી આવો છો? KBCમાં જીતેલી રકમનું શું કરશો? જેવી વિગત ફિલઅપ કરવાની હોય છે.

બીજા રાઉન્ડમાં સામુહિક રીતે અમિતાભ બચ્ચન દ્વારા 10 પ્રશ્ન પૂછવામાં આવે છે જેનો જવાબ ઓ.એમ.આર સીટમાં ફિલ કરવાનો હોય છે. ત્યાર બાદ કેબીસી ટીમ દ્વારા વીડિયો ઓડિશન લેવાય છે. જેમાં તમે જીતેલી રકમનું શું કરશો? પરિવાર વિશે, જીવનનાં સારા ખરાબ અનુભવો? રેકોર્ડ કરવામાં આવે છે. વીડિયો અને બૂકલેટ બચ્ચન દ્વારા પુછાયેલાં પ્રશ્નો બોમ્બે જ્યુરી ટીમને મોકલવામાં આવે છે અને ત્યાં ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ માટે સિલેક્શન પ્રકિયા થાય છે અને જે સિલેક્ટ થયા હોય તેમને કેબીસી દ્વારા કોલ કરીને ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ માટે સિલેક્ટ કરવામાં આવે છે. ત્રીજા રાઉન્ડમાં ફાસ્ટેસ ફિંગર રમીને અમિતાભ સામે KBC રમવાનો ચાન્સ મળે છે.

2009માં ઘરમાં ટી.વી માટે કરી હતીં જીદ

2009માં રૂપાભાઈનાં ઘરમાં ટી.વી ન હતું. તે બીજાનાં ઘરે જઈને ટી.વી જોતાં હતાં અને 2009માં 12 ધોરણ પૂરું કરતા જ પિતા પાસે ટી.વી લેવાની જીદ કરી અને પપ્પા માની ગયા પણ પાડોશીએ પિતાને એવી વાત કરી કે ટી.વી લાવવાથી છોકરાઓ બગડી જાય પણ રૂપાભાઈએ તેમના પપ્પાને વિશ્વાસ અપાવ્યો કે પપ્પા ટીવી આવવાથી એવું નહીં થાય મારા પર વિશ્વાસ રાખો હું એવું કરીશ કે તમારું નામ થઈ જાય અને 2009માં એપ્રિલમાં મહિનામાં ટી.વી ખરીદ્યું હતું.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!