18 હજાર રૂપિયા પગાર ધરાવતા આ વ્યક્તિની મિલકત જાણીને રહી જશો હેરાન…..

0

માત્ર 18 હજાર રૂપિયાની સેલેરી મેળવતા નગર નિગમ નો એક કર્મચારી કરોડપતિ નીકળ્યો. સોમવાર સવારે જયારે લોકાયુક્ત ટીમે છાપો માર્યો, તો તેની શાનો-શૌકત જોઈને ટીમ પણ હેરાન જ રહી ગઈ હતી.
લોકાયુક્ત ટીમે સોમવાર સવારે ઇન્દોર નગર નિગમના કર્મચારી અસલમ ખાનની સાથે જ 4 અન્ય ઠિકાનાઓ પર છાપો માર્યો. અસલમે મોટાભાગની સંપત્તિ પોતાની પત્ની ‘રાહેલા’ ના નામ પર બનાવી છે. માણિકબાગ નું તેનું ઘર પણ પત્નીના નામ પર જ છે, જેની કિંમત એક કરોડ રૂપિયા થી પણ વધુ છે. લોકાયુક્ત દ્વારા અસલમના ત્રણ ભાઈઓના ઠીકાનાઓ પર પણ કારવાઈ કરવામાં આવી. અસલમનો એક ભાઈ નિગમનો ઠેકેદાર છે.અસલમ નાગર નિગમમાં बेलदार છે. જેની સેલેરી 18 હજાર રૂપિયા મહિનાની જણાવામાં આવી રહી છે. અસલમની લાઇફસ્ટાઇલ અને સંપત્તિ જોઈને લોકાયુક્તની ટિમ ચકિત થઇ ગઈ છે. લોકાયુક્ત ડીએસપી ડીએસ બઘેલે જણાવ્યું કે તેના ઘરના દરેક રૂમમાં એસી લાગેલું છે. ખાનની ત્રણ દીકરીઓ છે, જેનું અરવિંદો મેડિકલ કોલેજમાં એનઆરઆઈ કોટાથી એડમિશન થયું છે. જેની પાંચ લાખ રૂપિયાની રિસીપ પણ મળી છે.

જાણકારીના આધારે અસલમની નિયુક્તિ રીમૂવ્હલ ગેંગમાં હતી, પણ તે રાજસ્વ વિભાગમાં નકશા નું કામ જોતો હતો. તેની સારી સેટિંગ હતી. જે હિસાબથી તેણે સંપત્તિ બનાવી છે, તેને જોતા સંભવ છે કે બ્લેક કમાણી ના આ ખેલમાં અસલમ ની સાથે નિગમના મોટા અધિકારી પણ શામિલ છે. લોકાયુક્ત સૂત્રોના અનુસાર છાપામાં 15 લાખ રૂપિયા રોકડા, લગભગ 2 કિલો સોનુ, 25 સંપત્તિઓ માં નિવેશ સંબન્ધિત કાગળો, જેની કિંમત કરોડો રૂપિયા છે વગેરે મળી આવ્યું. સાથે જ ખાનના ઘરમાં આલીશાન થીએટર પણ બનેલું છે, સાથે જ 5 લાખ રૂપિયાની કિંમતના બકરા અને 6 ગાડીઓ પણ મળી છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!