16 ની ઉમરમાં કરોડપતિ બનીને ખુદને કર્યા સાબિત, હવે મજા જ મજા…વાંચો આગળ

0

કહેવાય છે ને કે આત્મવિશ્વાસ એકદમ સચોટ હોય તો કઈપણ હાંસિલ કરી શકાય છે. સફળતા ક્યારેંય ઉમર જોઇને નથી મળતી, અને દુનિયામાં એવા લોકોની ખોટ નથી જેઓએ ખુબ નાની ઉમરમાં મોટી સફળતા હાંસિલ કરી લીધી હોય. ફેસબુક સંસ્થાપક માર્ક એવા જ એક વ્યક્તિ છે, પણ અમે અહી વાત કરી રહ્યા છીએ ‘ઢીલ્લન ભારદ્વાજ’ ની.ઢીલ્લન અત્યારે માત્ર 21 વર્ષના છે અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે. તે યુકે નાં લેસીસ્ટરશાયર માં 42 એકડનાં બંગલામાં લગ્ઝરી લાઈફ જીવી રહ્યા છે. જો કે તે ચર્ચામાં એટલા માટે છે કેમ કે આજકાલ ઇંગ્લેન્ડનાં એક રીયાલીટી ટીવી શો માં ભાગ લઇ રહ્યા છે. પોતાની વિશેષતા અને ભારતવંશી હોવાને લીધે તે ખુબ જ ચર્ચિત થયા છે.

ઢીલ્લનનું કહેવું છે કે:‘શો નાં માધ્યમથી પહેલી વાર ગરીબીને પહેલી વાર ખુબ જ કરીબથી જોયું હતું. મેં જોયું કે બર્મિધમની એક મહિલા પોતાના 5 બાળકોની સાથે કેવી રીતે રોજ ખોરાક મેળવવા માટે સંઘર્સ કરી રહી હતી. આવા લોકોને મળવું જ જીવન પ્રત્યેનો નજરીયો બદલી નાખે છે’.ઢીલ્લન 16 વર્ષની ઉમરથી જ ધનિક બની ચુક્યા હતા.તેના બંગલામાં 5 લીવીંગ રૂમ, ત્રણ કિચન, એક ટેનીસ કોર્ટ, સિનેમા, જીમ અને 20 બેડરૂમ સહીત એશોઆરામ માટેની ઘણી એવી ચીજો છે. જો કે, તેના માટે તેઓએ નાની ઉમરથી જ ડિઝાઈનરનાં તૌર પર કામ કરવાનું શરુ કરી દીધું હતું. તે ખુદને એક ડીઝાઇનરનાં રૂપમાં સ્થાપિત કરી ચુક્યા હતા.

ઢીલ્લન સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટીવ રહે છે.ઢીલ્લનનાં ક્લોથીંગ લાઈનની ડ્રેસ રિહાના અને માઇલી જેવા સ્ટાર્સ પહેરે છે. આ સેલીબ્રીટીસ માટે તે ડ્રેસ ડીઝાઈન કરે છે. સાથે જ તેઓની લોંગ ઇટન, બ્રોડમાર્શ સેન્ટર અને શેફીલ્ડમાં દુકાનો છે અને તેનો આ બીઝનેસ ખુબ જ સારો ચાલી રહ્યો છે.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here