150 કરોડની માલિક આ લેડીના પતિને નોકરાણી સાથે હતા સંબંધ, બીજી યુવતીઓ સાથે પણ કરતો જલસા, પછી આવ્યો ખતરનાક વળાંક

આ ઘટના રાજસ્થાનના પિંક સીટી જૈપુરમાં બનેલી છે. 150 કરોડની માલકિન શુભાંગના રાજના મૃત્યુનું રહસ્ય દિવસે ને દિવસે ગૂંચવાતું જ જઈ રહ્યું છે. શુભાગંનાના મૃત્યુના 4 દિવસ બાદ તેના પતિ રાજકુમારે એક સેલ્ફી વીડિયો બનાવીને સોશિલ મીડિયા પર મુક્યો છે. આ વીડિયોમાં રાજકુમાર શુભાગનાના મોત માટે જવાબદાર પ્રેમ સુરાણા અને તેના પરિવારની વાત કરી છે. શનિવારે સવારે શુભાંગનાની લાશ જયપુરના સી-સ્કીમાં ખોગલે માર્ગ સ્થિત આલીશન બંગલામાં રૂમમાં ફાંસીના ફંદે લટકેલી મળી હતી.

રાજકુમારે વીડિયોમાં જણાવ્યું છે કે, નમસ્કાર મિત્રો, હું રાજકુમાર સાવલાની મારી ધર્મપત્નિ શુભાંગના રાજ સાવલાનીએ 26 તારીખે સવારે છ કલાકે આત્મહત્યા કરી લીધી હતી.

તે આત્મહત્યા ન હતી, તેણે મને 4 કલાકે ફોન કર્યો હતો. તે આત્મહત્યા કરતા પહેલા 25 તારીખની રાતે પોતાના માતા-પિતાના ઘરે ગઈ હતી. તેણે કહ્યું હતું કે, તેમણે મને ખૂબ સમજાવી કે પોતાના પતિને છોડી દે. તેની સાથે રહેવામાં કોઈ ફાયદો નથી. તેની જે પણ પ્રોપર્ટી છે તે તું લઈ લે.

રાજકુમારે કહ્યું કે, હું મારા ઘરમાં છ મહિનાથી રહેતો નથી. છ મહિનાથી અલગ છું અને તેનું કારણ પ્રેમ સુરાણા જે એક ક્રિમિનલ વકીલ છે. જેને છ મહિનાની સજા પણ થઈ છે. મેં લવ મેરેજ કર્યા છે, જેને તે ક્યારેય ભૂલાવી શક્યા નથી જેના કારણે તે હંમેશા મારાથી ચીડાતા રહે છે.

શુભાંગનાએ આત્મહત્યા કરતા પહેલા મને ફોન કર્યો હતો. તેણે કહ્યું કે, રાજૂ આપણે બન્ને સાથે રહેવા માગીએ છીએ પરંતુ મારા માતા-પિતા નથી ઈચ્છતા કે આપણે સાથે રહીએ. હું આ કારણે ડિપ્રેશનમાં જતી રહી છું. હું કામ પણ સંભાળી નથી શકતી. મારા માતા અને પિતા અને મારી ભાભી ગાર્ગી સુરાણા જે પહેલા ડો. શિવ ગૌતમને ત્યાં કાઉન્સલર હતી તે મને કેટલીક દવાઓ આપે છે અને કહેતા કે ડ્રિપેશનમાં ન રહે અને આ દવા ખાતી રહે.

રાજકુમરે આરોપ લગાવ્યો કે આ જ કારણે મારી પ્તનીએ આત્મહત્યા કરી છે. જોકે તેનો આરોપ મારા પર લગાવવામાં આવી રહ્યો છે. મારી પાસે અંદાજે 150 કરોડની સંપત્તિ છે. જે મેં મારી મહેનતથી કમાઈ છે. જે ઝૂલેલાલ ભગવાનના આદર્શવાદથી કમાઈ છે. હવે તે મારી પાસેથી મારી સંપત્તિ લઈ લેવા માગે છે. મારા બાળકો પણ મને નથી આપી રહ્યા.

જોકે શુભાંગના અને રાજકુમારની વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. શુભાંગનાના વકીલે જણાવ્યું કે, રાજકુમારની હરકતોને સીધી રીતે વ્યક્ત કરી શકતી ન હતી. માટે તે ઈમેલ અને વોટ્સએપ પર મેસેજ લખીને મોકલતી હતી. શુભાંગનાના મોબાઈલમાં એવી કોઈ એપ ડાઉનલોડ કરી હતી જેનાથી મોબાઈલ પર તે કોઈની પણ સાથે વાત કરે તો રાજકુમાર સુધી પહોંચતી હતી.

News Source

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!