15 વર્ષના આ નાના છોકરાના સલમાન, શાહરુખ, રોનાલ્ડો સહિતના છે ઘણા સેલીબ્રીટીસ ફેન્સ, કારણ જાણીને રહી જાશો હેરાન….

0

આજે અમે તમને 15 વર્ષના એક એવા છોકરા સાથે મળાવવા જઈ રહ્યા છીએ જેની લાઈફ સ્ટાઈલ કોઈ સ્ટારથી કમ નથી. 15 વર્ષના આ છોકરા પાસે ખુદ પોતાની ફરારી ગાડી અને સાથે જ કરોડોની સંપતી છે. આ છોકરાની ફરારી કાર જોઇને સલમાન ખાન પણ દંગ રહી ગયો હતો.

અમે વાત કરી રહ્યા છીએ 15 વર્ષના આ છોકરાની જેનું નામ રશીદ બેલ્હાસા છે. રશીદ આ દિવસોમાં સોશીયલ મીડિયા પર ખુબ છવાયેલો છે. આ છોકરો કોઈ સામાન્ય છોકરો નથી. પણ રશીદ સુબીના ફેમસ કન્ટ્રકટર સૈફ અહમદ બેલ્હાસાનો છોકરો છે. રશીદની શોહરત એટલી છે કે સલમાન, શાહરૂખ થી લઈને મેસી સુધીના સેલીબ્રીટીસ તેમને મળવા આવી ચુક્યા છે.

હાલ માં જ જ્યારે સલમાન ખાન દુબઈમાં પોતાની ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હે’ નું શુટિંગ કરી રહ્યો હતો ત્યારે તેમણે રશીદની મુલાકાત કરી હતી. સલમાન અને રશીદની આ મુલાકાત સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી. રીપોર્ટના આધારે 15 વર્ષના રશીદની પાસે એક મીની ઝૂ પણ છે, જેમાં 50 થી વધારે વાઘ છે. સોશિયલ મીડિયા પર રશીદની આવી ઘણી તસ્વીરો છે જેમાં તમે તેમની રાજાઓ જેવી નવાબી લાઈફ સ્ટાઈલ વિશે જાણી શકો છો.

રશીદની શોહરત એટલી છે કે તેમને મળવા માટે હોલીવુડ, બોલીવુડ અને ખેલ જગતના ટોપ કીરદારો પણ તેમને મળવા માટે તેમના ઘરે જાય છે. બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ જ્યારે હાલમાં જ દુબઈ ગઈ હતી ત્યારે તેમણે રશીદની મુલાકાત કરી હતી. શિલ્પાએ રશીદ સાથેની અમુક તસ્વીરો પણ સોશીયલ મીડિયા પર શેઈર કરી હતી.

દુબઈના રહેનારા રશીદ સૈફ બલ્હાસાની ઉમર માત્ર 15 વર્ષ જ છે પણ તે એક સ્ટાર કરતા પણ વધુ પોપ્યુલર છે. તેમની પોપ્યુલારીટીનો અંદાજો તેનાથી જ લગાવી શકાય છે કે રશીદને મળવા માટે શાહરૂખ ખાન, સલમાન ખાન જેવા સિતારાઓને પણ મળવા માટે પહેલા રશીદનાં સેક્રેટરીની પરમીશન લેવી પડે છે.

રશીદ એટલી લગ્ઝરીયસ લાઈફ જીવે છે કે સોશિયલ મીડિયા પર હંમેશા તેની જ ચર્ચા થતી રહેતી હોય છે. દુબઈના રહેનારા રશીદ ફેશન બ્રાંડના કો-ઓનર પણ છે. જેને લીધે સલમાન ખાન, શાહરુખ ખાન, રોનાલ્ડો, જૈકી ચેન, મેસી, રફતાર જેવા સિતારાઓ તેમની સાથે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેઈર કરતા રહેતા હોય છે. કહેવામાં આવે છે કે રશીદના ઘરમાં તેમના માટે મીની ઝૂ પણ બનાવવામાં આવેલો છે, જેમાં 50 જેટલા વાઘ રાખવામાં આવ્યા છે. રશીદની પોતાની એક યુ-ટ્યુબ ચેનલ પણ છે. તમે પણ તેમની લગ્ઝરીયસ લાઈફને જોઇને દંગ રહી જાશો.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.