15 વર્ષ ના છોકરા એ કરી છેડછાડ , સુસ્મિતા એ આવી રીતે શિખાડ્યો સબક કે જીવન ભર યાદ રાખશે ….

સુસ્મિતા એ હાલ માં જ તેની સાથે થયેલ ખરાબ વ્યવહાર નો કિસ્સો શેયર કરતા કહ્યું કે કેવી રીતે 15 વર્ષ ના છોકરા એ એની સાથે ખૂબ ભીડ માં ખરાબ વર્તન કર્યું હતું. એમને કહ્યું કે લોકો ને લાગે છે કે સેલિબ્રિટી ની સાથે બોડીગાર્ડ રહે છે એટલે એમને આ બધું સહન નહીં કરવું પડતું હોય , પણ એવું નથી.

સુસ્મિતા શનિવાર એ એક ઇવેન્ટ માં પહોંચી હતી. ત્યાં મીડિયા સાથે વાતો કરતા એમને આ બધું જણાવ્યું. એમનો આ વીડિયો આજે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે 24 વર્ષો પહેલા 21 મે ના રોજ સુસ્મિતા એ મિસ યુનિવર્સ નો ખિતાબ જીત્યો હતો. મીડિયા સાથે ની વાતચીત માં એમને કહ્યું કે લોકો કહે છે કે અમને શું ખબર દેશ ની મહિલાઓ સાથે શું થઈ રહ્યું છે.અમારા સાથે તો બોડીગાર્ડ હોય છે અને સાથે જ અમારી પાસે ઘણી સુવિધાઓ પણ હોય છે , પણ હું જણાવી દઉં કે 10 બોડીગાર્ડસ હોવા છતા પણ અમે 100 લોકો સાથે ડીલ કરીએ છીએ , જે ખરાબ વર્તન કરે છે. અમને ખબર છે કે કેવું લાગે છે અને અમે જાણીએ છીએ કે દેશ માં શું ચાલે છે.

એમને જણાવ્યું કે છેલ્લી વખત એમની સાથે એવું 6 મહિના પહેલા થયું હતું. હું એક એવોર્ડ ફંકશન માં હતી અને ત્યાં મીડિયા પણ હતી.

ત્યાં 15 વર્ષ ના છોકરા એ મારી સાથે છેડછાડા કરી. એને થયું કે આટલી ભીડ માં મને ખબર નહીં પડે , પણ મને ખબર પડી ગઈ. એટલે જ હું કહું છું કે સેલ્ફ ડિફેન્સ શીખો , એના થી તમે ખૂબ જ અલર્ટ થઈ જશો.

એમને આગળ કહ્યું કે જ્યારે મેં એનો હાથ પકડી ને પાછળ થી મારી તરફ ખેંચ્યો તો હું એ જોઈ ને આશ્ચર્ય માં પડી ગઈ કે એ એક 15 વર્ષ નો છોકરો હતો.

સામાન્ય રીતે હું આવુ વર્તન કરવા વાળા સામે પોલીસ માં ફરિયાદ કરું છું , પણ એ ફક્ત 15 વર્ષ નો હતો એટલે મેં એવું ના કર્યું. હું એને મારી સાથે થોડે દુર વૉક પર લઈ ગઈ. આ કહેતા કહેતા સુસ્મિતા થોડી ભાવુક થઈ ગઈ.

સુસ્મિતા એ તે છોકરા ને કહ્યું કે જો હું આ વાત નો તમાશો બનાવું તો તારી જિંદગી ખરાબ થઈ જશે. એના પર એ છોકરો કેહવા લાગ્યો કે એને આ નથી કર્યું. ત્યારે સુસ્મિતા એ કહ્યું કે કર્યું તો છે જ , પેહલા માની લે. પછી એના પર એ છોકરા એ એના પાસે માફી માંગી.

એના પછી છોકરા એ કહ્યું કે આગળ પણ ક્યારેય આવું નહીં કરે. એના પર સુસ્મિતા એ કહ્યું કે મેં તારો ચેહરો જોઈ લીધો છે. એવું ક્યારેય થવું ન જોઈએ.

સુસ્મિતા નું માનવું છે કે એવા લોકો ને કોઈ એ શિખાડયું નથી કે આ કોઈ એન્ટરટેઇન્મેન્ટ નથી હોતું. આ અપરાધ છે , એના થી જિંદગી ખરાબ થઈ શકે છે.

એમને આગળ કહ્યું કે જે લોકો રેપ કે ગેંગરેપ કરે છે એમને ફાંસી ની સજા થવી જોઈએ. એમના પર દયા વિસે ક્યારેય વિચારવું પણ ન જોઈએ.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!