15 હજાર કિલો સોનાથી બનેલા આ મંદિરે દર્શન કરવાથી દેખાશે ધરતી પર સ્વર્ગ….વાંચો આ મંદિર વિશે

0

તમે ટીવીમાં સીરીયલમાં અને પુસ્તકોમાં જે રીતે સ્વર્ગને જુઓ છો એ જ આપણી કલ્પનાઓમાં પણ દેખાતું હોય છે જેમાં એક સુંદર સોનાનું નગર હોય, જ્યાં બધી જ વસ્તુઓ સોનાની હોય. દિવાલથી લઈને ફલોરિંગ પણ સોનાનું હોય. તમારી કલ્પનામાં સવર્ગના દરવાજા પણ સોનાના બનેલા દેખાય છે. ત્યાં અંદર જતા જ સુંદર અપ્સરાઓ આપણું સ્વાગત કરે એ અપ્સરાઓ અનેક સોનાના દાગીનાથી ઘેરાયેલી હોય. ટૂંકમાં ત્યાં બધું જ સોનું હોય જે બાજુ જુઓ ત્યાં બધે જ સોનું જ દેખાય.

જો તમે અત્યારે મતલબ કે જીવતે જીવ આવા સોનાના મહેલ જેવી જગ્યાનો નઝારો જોઇને આનંદ લેવા માંગો છો તો આજે અમે તમારી માટે એવી જ માહિતી લાવ્યા છે. ત્યાની સુંદરતા જોઇને તમને વિશ્વાસ જ નહિ થાય. આ એક મંદિર છે તે મંદિર તમિલનાડુમાં આવેલું છે. તમે ગુગલ પર ગોલ્ડન ટેમ્પલ કે પછી વેલ્લોર તામિલનાડુ સર્ચ કરશો તો ત્યાના ફોટો તમે જોઈ શકશો. આ મંદિરની ભવ્યતા જોઇને તમારી આંખો ચાર થઇ જશે. આ જગ્યાને સર્વ તીર્થમ મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. મંદિરની બહાર એક સરોવર છે જેમાં વિશ્વની મુખ્ય નદીઓના પાણી મળે છે તેના કારણે એ સરોવરનું નામ સર્વ તીર્થમ સરોવર રાખવામાં આવ્યું છે.

આ મંદિર પોતાની ભવ્યતાને કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરને બનાવવામાં ૧૫ હજાર કિલો સોનાનો ઉપયોગ થયો છે. આ મંદિર બનાવવા માટે ૩૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વિશ્વનું આ પહેલું એવું મંદિર છે જ્યાં મંદિરની અંદર અને બહાર આટલું બધું સોનું ઉપયોગમાં લીધું હોય. રાત્રે જયારે ચંદ્રનો પ્રકાશ આ મંદિર પર પડે છે ત્યારે ખરેખર ધરતી પર સ્વર્ગ દેખાય છે.
અહિયાં આ મંદિરમાં આર્ટીફીશીયલ લાઈટીંગ પણ એવી રીતે કરેલ છે કે તે જોતા જ તમારું મન પ્રસન્ન થઇ જશે. ૧૦૦ એકરમાં આ મંદિર ફેલાયેલું છે તેની ચારે બાજુ તમને લીલોતરી જ જોવા મળશે. ૨૦૦૭માં બનેલા આ મંદિરની લોકપ્રિયતામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે. આ મંદિરમાં દર્શન માટે રોજ વિશ્વમાંથી અનેક ભક્તો આવતા હોય છે. જો તમે પણ ધરતી પર સ્વર્ગ જોવા માંગો છો તો આ મંદિરની એકવાર મુલાકાત જરૂર લેજો. જો તમે આ મંદિરની મુલાકત લીધી છે તો તમારો અનુભવ અને ફોટો અહિયાં કોમેન્ટમાં શેર કરી શકો છો. Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here