15 ઓગસ્ટ ના રોજ નવું સરપ્રાઈઝ આપવાની તૈયારીમાં અંબાણી, જીઓ યુઝર્સ ને ફાયદો જ ફાયદો, જાણો વિગતે….

0

ટેલિકોમ સેક્ટર માં હલ્લો મચાવ્યા પછી જિયો બ્રૉડબૈન્ડ માં પણ ધમાકો કરવાની તૈયારીમાં છે. જિયોની ફાઈબર બેસ્ડ  બ્રૉડબૈન્ડ સર્વિસ ‘જિયો ગીગાફાઈબર’ માટે રજિસ્ટ્રેશન 15 ઓગસ્ટ થી શરૂ થઇ જાશે. તેના ચાલતા કંપની ક્વોલિટી વાળી 600 થી પણ વધુ ચેનલ્સ દેખાડશે. રજીસ્ટ્રેશન કરનારા કસ્ટમર્સે કોઈ પણ પ્રકારની ફરજ આપવી નહિ પડે. જિયો ના આવ્યા પછી આ એરિયામાં પહેલાથી આપી રહેલા એયરટેલ, બીએસએનએલ, એસીટી ફાઈબરનેટ, સ્પેકટ્રા ને બરાબરની ટક્કર મળશે, કંપની અમુક શહેરોમાં બીટા ટ્રાયલ પહેલા થી જ શરૂ કરી ચુકી છે.કનેક્શન આપવામાં આવશે ફ્રી:

જિયો ગીગાફાયર બ્રૉડબૈન્ડ કનેક્શન ફ્રી માં આપવામાં આવશે. જો કે કંપની તેના માટે ઈન્સ્ટોલેશન ચાર્જ લઇ શકે છે. આ સર્વિસને છોડવા વાળા ગ્રાહકો ને પુરા પૈસા રિફંડ આપવામાં આવશે. કંપની 3 મહિના ફ્રી માં સર્વિસ ઉપલબ્ધ કરવાની તૈયારીમાં છે. જિયો ગીગાફાયરની સાથે ડીટીએચ કનેક્શન પણ ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાં યુઝર્સ ને સ્માર્ટ હોમની પણ સુવિધા મળશે.

કસ્ટમર્સ ને બે સર્વિસીજ આપવામાં આવશે:

-જિયો ગીગાફાયર ના ચાલતા બે સર્વિસીઝ કસ્ટમર્સને આપવામાં આવશે. જિયો ગીગાફાયર રાઉટર અને જિયો ગીગાટીવી સેટટોપ બોક્સ.

-જિયો ગીગાફાયર રાઉટરથી કસ્ટમર્સ ઇન્ટરનેટ સર્વિસીઝનો યુઝ કરી શકશો. આ મલ્ટીપલ ડિવાઇસીઝ પર કામ કરશે. જેમાં 1 જીબીપીએસ સુધી ની સ્પીડ મળશે.

-સેટટોપ બોક્સ ટેલિવઝન સર્વિસીઝ માટે હશે.
-જિયો એ પોતાની 41 મી એન્યુઅલ જનરલ મિટિંગ માં એનાઉન્સ કર્યું હતું કે બ્રૉડબૈન્ડ સર્વિસના દ્વારા યુઝર્સ ટેલિવિઝન પર વીડ્યો કોલ પણ કરી શકાશે.

રજીસ્ટ્રેશન કેવી રીતે હશે:

તમે MyJio app અને Jio.com માં જઈને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન ની કોઈ જ ફી નથી.

કેટલો ચાર્જ લાગશે:

પ્રાઇસથી લઈને કંપનીની તરફથી અત્યાર સુધી કોઈ ખુલાસો નથી થયો પણ 4500 રૂપિયાનું ડિપોઝીટ ઈન્સ્ટોલેશનના સમય જમા કરવામાં આવશે, આ રિફંડેબલ હશે.

ક્યાં શહેરોમાં કનેક્શન આપવામાં આવશે:

રજીસ્ટ્રેશન હાલ 1100 શહેરોમાં આપવામાં આવશે, જે શહેરમાં સૌથી વધુ રજીસ્ટ્રેશન હશે, ત્યાં પર સૌથી પહેલા કનેક્શન આપવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here