15 એપ્રિલ – 2019: આજના રાશિફળ સાથે વાંચો કઈ રાશિના જાતકોએ ધ્યાન રાખવું કે નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ન ધારણ કરી લે

0

મેષ – અ, લ, ઈ
તમારી આવક વધારવા માટેના સારા અવસર તમને મળશે. શરૂઆતમાં તમને ધારેલ ફાયદો નહિ મળે પણ તમે નિરાશ થતા નહિ અને તમારું કાર્ય કરતા રહો સફળતા તમને જરૂર મળશે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે. આજે થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નોકરી કરતા મિત્રોને તેમના કામને લીધે વિદેશમાં જવાનો મૌકો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય છે. આજે કોઈપણ જગ્યાએ પૈસા રોકવા માટેનો દિવસ નથી તો કોઈપણ તૈયારી અને ચેકિંગ કર્યા વગર પૈસા ઇન્વેસ્ટ કરશો નહિ.
શુભ અંક : ૫ શુભ રંગ : લાલવૃષભ – બ, વ, ઉ
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે તમારું નસીબ તમારી સાથે જ છે. આજે તમરી આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે કામના બોજા હેઠળ તમે ગુસ્સામાં કોઈની લાગણી દુભાવી દેશો. આજે જીવનસાથી સાથે તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. તમારા પ્રિયપાત્ર સાથે તમે સારો સમય વિતાવી શકશો. જો કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવાની છે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને તેમના મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજે તમને તમારું ઇન્સેન્ટીવ પણ મળી શકે છે. વેપારી મિત્રોને પોતાનો બિઝનેસ વિદેશમાં ફેલાવવાની તક મળશે.
શુભ અંક : ૯ શુભ રંગ : લીલોમિથુન – ક, છ, ઘ
આજે વધારાનો ખર્ચ થશે તમારે તમારા પર કંટ્રોલ કરવાની જરૂરત છે. કોઈપણ મોટી સ્કીમ કે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા કોઈ નિષ્ણાત અથવા અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. આજે તમે ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશે. આજે કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાનું નથી. આજે તમારી આસપાસ કોઈ વિવાદ થઇ શકે છે, તમારી વાણી અને વર્તન પર કાબુ કરો. જીવનસાથીને આજે તમે સારી રીતે જાણી શકશો. આજે કોઈ કુંવારા અને લગ્ન કરવા ઈચ્છાતા વ્યક્તિને પ્રેમના અને લગ્નના પ્રપોઝલ મળશે. આજે તમારા પૈસા તમારે બચાવવાના છે નાહકના ખર્ચ અને વધારાના ખર્ચ પર કાબુ કરો.
શુભ અંક : ૩ શુભ રંગ : લાલકર્ક – ડ, હ
પૈસાની કોઈપણ લેવડ દેવડમાં આજે ખાસ તકેદારી રાખવી. તમને જે વ્યક્તિ પર સૌથી વધારે વિશ્વાસ હશે એ તમારી સાથે દગો કરી શકે છે. ભવિષ્યને લઈને તમારા જે પણ પ્લાન છે એ બધાને જણાવવા નહિ. આજે તમારે દરેક કામ ધીરજથી અને શાંત મન રાખીને કરવાનું છે. પ્રેમી મિત્રો જો કોઈને લગ્ન માટે પ્રપોઝ કરવા માંગો છો તો આજે તમને પોઝીટીવ જવાબ મળશે. આજે કોઈ ચિંતાને કારણે ઊંઘ ઓછી આવવી અને તણાવમાં વધારો થઇ શકે છે. વડીલ સભ્યો સાથે વાત કરતા તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવો. આજે તમારે ગુસ્સો પણ કાબુમાં રાખવાની જરૂરત છે. વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ ફાયદાકારક છે. એકંદરે આજનો દિવસ દરરોજ કરતા સામાન્ય હશે.
શુભ અંક : ૯ શુભ રંગ : વાદળીસિંહ – મ, ટ
આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે તો ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. તબિયતના કારણે આજે કોઈ મહત્વની મીટીંગ કે પછી મોટા પ્રોજેક્ટનું કામ અટકી શકે છે. જરૂરિયાતના સમયે આજે તમારું પ્રિયજન તમારાથી દૂર હશે. અણધાર્યું કોઈ કામ આવી ને તમને વ્યસ્ત કરી દેશે. આજે હતાશ થઈને તમારે બેસી રહેવાનું નથી આજે કોઈ નવા અને અલગ કામમાં ધ્યાન લગાવો જે તમને ફ્રેશ કરી શકે. હંમેશા પોઝીટીવ રહો નેગેટીવ વિચારોને કારણે તમે દુખી થઇ શકો છો. એક વાત જરૂર યાદ રાખો કોઈપણ દુઃખ કાયમ નથી રહેવાનું તમારી મહેનતથી તમે આગળ વધી શકશો.
શુભ અંક : ૮ શુભ રંગ : ગુલાબીકન્યા – પ, ઠ, ણ
આજે પૈસાનો કોઈપણ વ્યવહાર તમે તમારી સુજબુજથી કરજો, અનુભવી મિત્રોની સલાહ અને વડીલો દ્વારા આપવામાં આવેલ સલાહ પછી પણ જો યોગ્ય ના લાગે તો કોઈપણ કાર્ય આગળ વધારશો નહિ. આજે માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે જો કોઈ સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે જ લાવો. આજે સાંજનો સૂર્યાસ્તનો સમય પ્રેમ પ્રસ્તાવ માટે સૌથી યોગ્ય છે તો પછી આજે તમારી લાગણીઓને એ ખાસ વ્યક્તિ સમક્ષ મુકો. આજે આર્થિક લાભ માટે નાનકડી મુસાફરી કરવાનું બની શકે છે. સાંજે તમને સરપ્રાઈઝ મળવાના પણ યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૧ શુભ રંગ : કાળોતુલા – ર, ત
આજે શેર માર્કેટમાંથી તમને સારો ફાયદો થશે, પણ લોટરી અને શરતવાળી લાઈનથી દૂર રહો. આજે પરિવારના મોજ શોખ પાછળ ખર્ચ વધી શકે છે. આજનો દિવસ જમીન અને મકાનમાં ઇન્વેસ્ટ કરવા માટે સારો સમય છે. આજે સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહેશે. આજે દિવસભર મહેનત કરવાથી સાંજના સમયે થાક અનુભવ કરશો. જીવનસાથી સાથે આજે બોલચાલ થઇ શકે છે. આજે જીવનસાથીની તબિયત પણ નરમ ગરમ રહેશે. વિદ્યાર્થી મિત્રોને આજે સારા સમાચાર મળશે. આજે મનની શાંતિ માટે નજીકના કોઈ મંદિરની મુલાકાત લો અથવા તો બગીચામાં ચાલવા જઈ શકો છો. પૈસા કમાવવા માટે આજે સારો દિવસ છે તમારી માટે આજે આવકના નવા સ્ત્રોતઉભા થશે.
શુભ અંક : ૮ શુભ રંગ : જાંબલીવૃષિક – ન, ય
આજનો દિવસ તમારા માટે ખુશીનો દિવસ છે પરિવાર અને જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સપોર્ટ મળશે. આજે ઓફિસમાં અનેક નવા કામ તમારા હાથમાં આવશે. તમે ધારેલું કામ આજે પૂર્ણ કરી શકશો. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૨ શુભ રંગ : નારંગીધન – ભ, ધ, ફ, ઢ
બીજાને મદદરૂપ થવાની તમારી ટેવ આજે તમને અનેક ફાયદો અપાવશે. ઘણા સમય પહેલા કરેલા કામનું વળતર આજે તમને મળવાની શક્યતાઓ છે. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૪ શુભ રંગ : પીળોમકર – જ, ખ
આજે એવા મિત્રો જે દલાલી કે પછી શરતોને લાગતું વળગતું કામ કરી રહ્યા છે તેઓએ આજે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું નથી. તમારું એક ખોટું પગલું તમને નુકશાનના ઊંડા ખાડામાં ઉતારી દેશે. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૬ શુભ રંગ : સફેદકુંભ – ગ, શ, સ
દરેક સાથે હળીમળીને રહેવાના તમારા સ્વભાવના કારણે તમે લોકોમાં વધુ ઓળખીતા થશો. આજે તમારા સંતાનો તમારી પાસેથી કાઈ માંગે તો એ માંગ પૂરી કરજો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૭ શુભ રંગ : આસમાનીમીન – દ, ચ, જ, થ
આજે કોઈ બહારના લોકોના ઝઘડામાં તમારે પડવાનું નથી. ક્યાંક બહારના ઝઘડા તમારા ઘરમાં ના આવી જાય એની તકેદારી રાખજો. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૧ શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.
જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.
નોકરી-ધંધો – જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.
કૌટુંબિક-પારિવારિક – વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here