14 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ રાશિના જાતકો ખાસ વાંચો

1. મેષ – અ,લ,ઈ (Aries): ગણપતિના આવવાથી તમારી દરેક મુશ્કેલીઓનો અંત આવી જશે. બાપ્પાને મોદકનો ભોગ લગાવો. દિવસની શરૂઆત તમે ધમાકેદાર કરશો. આજે તમારા માતા પિતાને પગે લાગીને નવું કામ શરુ કરો જેનાથી તમને ભવિષ્યમાં અનેક લાભ મળશે. આજે કોઈ વ્યક્તિ સાથે બહુ વધારે પડતા પૈસાનો વ્યવહાર કરશો નહિ એ વ્યવહાર ભવિષ્યમાં તમારા સંબંધો બગાડી શકે છે. આજે કોઈ મોટા માથાના વ્યક્તિ સાથે મુલાકાત થશે તો તમારે તમારા ડરને એ લોકો સમક્ષ આવવા દેવાનો નથી. આત્મવિશ્વાસથી તમે કોઈપણ મુશ્કેલીઓનો સામનો કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): આજે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખજો. આજે પરિવારમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે રસ્તા પર ચાલો ત્યારે સાવચેતી રાખવી. નોકરી કરતા મિત્રોને આજે બધા તરફથી વાહ વાહ મળશે એવું કામ કરશો. તમારે તમારા ઉદાર સ્વભાવ પર થોડો કંટ્રોલ રાખવાની જરૂરત છે. થોડી બચત કરતા શીખો જે ભવિષ્યમાં તમારા કામમાં આવે તમારા જીવનસાથીને આજે ખુશ કરવા તેમની માટે કોઈ ભેટ સોગાદ લઈને ઘરે જાવ. નાની મોટી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. પણ તમે મૂંઝાતા નહિ એ મુશ્કેલીઓ જ તમને સાચી સફળતા આપવશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

3. મિથુન – ક,છ,ઘ (Gemini):વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

4. કર્ક – ડ,હ (Cancer): આજે કોઈપણ સાથે વાત કરો તો તમારા વાણી અને વર્તનમાં તકેદારી રાખજો. આજે તમારા વર્તનના કારણે તમારો સૌથી નજીકનો મિત્રો તમારાથી દુઃખી થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. ધંધાદારી મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):આજનો તમારો દિવસ અનેક અલગ અલગ કામ પૂર્ણ કરવામાં જશે તમારી કામ પાછળની ઘેલછાથી તમારા બોસ તો તમારાથી ખુશ થઇ જશે પણ તમારા પરિવારજનોને તમે બહુ ઓછો સમય આપો છો એવી ફરિયાદ સંભાળવા મળશે. આજે એવું હોય તો પરિવાર સાથે સાંજે થોડી હળવી ક્ષણો માણો. તમારા કામના અનુભવ અને નવી નવી વાતો એમને પણ જણાવો. તમારી ખુશીથી સૌથી પહેલા તમારો પરિવાર જ ખુશ થશે. આકસ્મિક પ્રવાસથી ધનલાભની શક્યતાઓ છે. કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા ૧૦૦ વાર વિચાર કરજો અને પછી પૈસા ઇન્વેસ્ટ કરજો.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજે અમુક કામ એવા આવી પડશે જેને તમે છેલ્લા ઘણા સમયથી ઇગ્નોર કરી રહ્યા છો. કામના ભારણને લીધે તમારો સ્વભાવ ચીડિયો થઇ જશે અને તમે કોઈનું અપમાન કરી બેસસો. આજે વાદ વિવાદથી દૂર રહેવાનો દિવસ છે કોઈપણ બહારના ઝઘડામાં પડશો નહિ તેના કારણે તમારા ઘરમાં કોઈ અણબનાવ બનવાની શક્યતાઓ વધી જાય છે. તમારા જીવનસાથીની તબિયત આજે નરમ ગરમ રહી શકે છે તો એમને તમારી સહાનુભૂતિ આપો. આજે તમારે મગજને બહુ તકલીફ આપવાની નથી કોઈપણ વાત કે નિર્ણય કરવા માટે તમારે તમારા હૃદયની વાત સંભાળવાની છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):આજે નોકરી કરતા મિત્રો માટે સારો દિવસ છે. તમારા દ્વારા પૂર્ણ કરવામાં આવેલા કામને કારણે ઓફિસમાં દરેક લોકો તમારા વખાણ કરશે આજે કેટલાક મહત્વના કામ પણ તમને સોંપવામાં આવશે. બસ તમે તમારા કામમાં ઈમાનદાર રહો અને યોગ્ય કામ યોગ્ય સમયે પૂર્ણ કરો. ઈશ્વર આપની સાથે જ છે. તમારા આજના નિર્ણયમાં તમારા પરિવારને સાથે રાખો. આજે તમે જેને ઘણા સમયથી મળવાનો પ્લાન બનાવી રહ્યા છો એ સફળ થશે.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની
8. વૃષિક – ન,ય(Scorpio):આજે તમારી નજીકના કોઈ મિત્રના વ્યવહારના કારણે તમે દુખી થશો. કોઈપણ કામમાં મન લાગશે નહિ. મનને શાંત કરવા માટે આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેજો. તમારા જીવનસાથીને અવગણશો નહિ એ પણ તમારા જીવનનો ભાગ છે. આજે તમારે કોઈપણ નાની નાની વાતે ગુસ્સે થવાની બિલકુલ જરૂરત નથી. તમારો એ ગુસ્સો ક્યાંક મોટા ઝઘડાનું સ્વરૂપ ના લઇ લે એ ધ્યાન રાખો. આજે તમારા કોર્ટ અને કચેરીને લગતા કામનો અંત આવી શકે છે. જો તમે આજે કોઈ સ્થાઈ મિલકત ખરીદ કરવાનું વિચારી રહ્યા છો તો આ યોગ્ય સમય છે જેનાથી તમને અચૂક લાભ થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે તમારે તમારા દિવસનો થોડો સમય સામાજિક કાર્યોમાં વિતાવવાનો છે. આજે નજીકના પરિવારજનોના જીવનમાં આજે કોઈ સારો પ્રસંગ આવશે. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ. સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.
શુભ અંક : ૬
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): આજનો દિવસ હસી ખુશી પરિવાર સાથે આનંદ કરો. થોડા પૈસા ખર્ચો અને બધાને આનંદ કરાવો. બાળકો આજે તમારી સાથે બહુ ખુશ રહેશે. આજે એક સુંદર ભવિષ્ય બનાવવાની તક પણ તમને મળી શકે છે તો થોડી સાવધાની અને સમજદારીથી નિર્ણય કરો જેનાથી તમારું ભવિષ્ય સુધરી જશે. તમારા વધારે પડતા ખર્ચને કારણે તમારા જીવનસાથી સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે તો સાવધાની રાખજો. વાતાવરણ પલટાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બનશો નહિ. તમારું ઘણા સમયથી ચાલી આવતું પેન્ડીંગ કામ આજે પૂર્ણ કરો. આજે પૈસાની લેવડ દેવડમાં સતર્ક રહેજો ક્યાંક તમને કોઈ મુર્ખ ના બનાવી જાય.
શુભ અંક : ૬
શુભ રંગ : જાંબલી

11. કુંભ – ગ,શ,સ(Aquarius): ઘણા દિવસો પછી આજે ફરીથી પતિ અને પત્ની સારો સમય સાથે વિતાવી શકશો. આજે કોઈ ખુશીના સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. આજે પરિવાર સાથે વાતો અને વિચારોની આપલે થશે અને બધા જ લોકો તમારા વ્યવહારથી ખુશ હશે. તમારે આજે પૈસા એવી જગ્યાએ કે પછી એવા સ્થાને રોકવાના છે જેનાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહે. કોઈપણ ફાલતું અને વધારાના ખર્ચથી દૂર રહો તો અને તો જ તમે બચત કરી શકશો. આજે મિત્રશત્રુથી બચતા રહેજો. આજે તમારી નજીકનું કોઈ તમને ગેરમાર્ગે દોરી જશે તો કોઈપણ કામ કરતા પહેલા તેના પરિણામ વિષે વિચારો.
શુભ અંક : ૩
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces): જો કોઈ મિત્ર કે પરિવારના સભ્ય સાથે લાંબા સમયથી અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમે સામે ચાલીને લાવી દેજો. આજે તમારે ઓફિસમાં વધારાનું કામ કરવું પડશે જેના લીધે તમે થોડા વ્યથિત થઇ શકો છો પણ તમારે નર્વસ થવાનું નથી અને એકદમ શાંત ચિત્તે કાર્ય પૂર્ણ કરવાનું છે એ કાર્ય તમારું ભવિષ્ય બનાવી શકે છે. કોઈ તમારી ભલમનસાઈનો ફાયદો ના ઉઠાવી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમારે હજી થોડા સમજદાર બનવાની જરૂરત છે લોકોની વાત પર બહુ ભરોસો કરવો નહિ. નહિ તો એનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. વર્ષની શરૂઆત અનેક સારા સમાચારથી થશે. આ વર્ષે અનેક સારા સમાચાર મળશે જેનાથી તમારી અને તમારા પરિવાર વચ્ચે બોન્ડીંગ વધશે. તમારા જુના મિત્રો અને નારાજ થયેલા પરિવારજનોને પણ તમારી ખુશીમાં સામેલ કરો.
૨. જો તમે કામના સ્થળે થોડી પણ આળસ રાખશો તો તેનું ખરાબ પરિણામ તમારે જ ભોગવવું પડશે. તમારા દરેક કામ તમારે ઉત્સાહ અને ખુશ મિજાજમાં કરવાનું છે તો અને તો જ તમારા કામની સરાહના થશે અને તમને તમારા કાર્યમાં પ્રમોશન મળશે.

૩. જો તમે ઈચ્છો છો કે તમારે વધુ પૈસા કમાવવા છે તો પછી આ વર્ષે તમારે વધુ મહેનત કરવાની રહેશે. તમારા યોગ્ય કામ અને વધુ મહેનત જોઇને તમારા ઉપરી અધિકારી તમારાથી ખુશ થશે અને તમારા કામના અનેક લોકો વખાણ કરશે.

૪. આ વર્ષે દિવાળી પછી તમારે રસ્તો ઓળંગા સમયે તકેદારી રાખવાની છે ઘરમાં કોઈનો અકસ્માત થવાના યોગ છે તો વાહન ચલાવતી વખતે પણ તકેદારી રાખજો.

૫. આ વર્ષે પરિવારના સભ્યો અને તમારી બધાની તબિયત સારી રહે તેના માટે યોગ્ય અને પોષ્ટિક ખોરાક લેવાનો છે. બહારનું અને ખુલ્લું જમવાનું ટાળો. વડીલોનું નિયમિત ડોક્ટરની મુલાકાત અને દવાઓનું પણ ધ્યાન રાખો.

૬. જે મિત્રો વિદેશ જવા માટે તૈયારી કરી રહ્યા છે તેઓ કોઈપણ અફવા અને લોકોની વાતમાં આવી જવાનું નથી. યોગ્ય અધિકારી અને અનુભવી મિત્રોની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષના અંતે તમને નોકરી માટેના અને વેપાર માટેના અનેક સારા રસ્તાઓ મળશે. તમારી દરેક ખુશીમાં પરિવારને અને જીવનસાથીને સામેલ કરજો અને સમય આવ્યે તેમનો આભાર માનવાનું નહિ.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

આજે છે તે કાલે નહિ રહે અને જે કાલે તમને મળવાનું છે એ આજથી તો સારું જ હશે.

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!