14 જુલાઇ રથયાત્રા – અનેરા મહા ભાવનાનું મહાપર્વ…ભગવાન સામે ચાલીને નગરજનો પાસે આવે આનાથી બીજો કોઈ મોટો અવસર ગણાય…??

0

રથયાત્રા નો મહિમા

રથયાત્રા એ અનારાધાર પ્રેમની યાત્રા છે. સાથે સાથે એ તો મહાભારત પાવન પર્વ એવમ મહાપર્વ છે. અષાઢ સુદ બીજના દિવસે શ્રદ્ધા અને ભક્તિના બે પૈડા ઉપર ભગવાન જગન્નાથ ,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી પોત પોતાના રથમાં બિરાજીને નગરજનોની ખબર અંતર પૂછવા મળવા અને નગરજનોના દર્શનાર્થે નગરયાત્રાએ નીકળે છે.

ભગવાન સામે ચાલીને નગરજનો પાસે આવે આનાથી બીજો કોઈ મોટો અવસર ગણાય.. આ તો પ્રેમની પરાકાષ્ઠા છે પ્રેમના દોરે બંધાય છે.

તારીખ 14 july અષાઢ સુદ બીજના દિવસે શ્રદ્ધા અને ઉલ્લાસભર્યા વાતાવરણમાં અમદાવાદના જગન્નાથજીના મંદિરે 141 મી રથયાત્રા પ્રયાણ કરશે અને લોકો ભક્તિભાવના રંગમાં રસ પર થઈ રથયાત્રામાં જોડાશે.

જય રણછોડ માખણ ચોરના જયઘોષ સાથે નાચતા-કૂદતા જોવા મળશે.ઘણા જગન્નાથને વિષ્ણુનો અવતાર માને છે. કેટલાક વિષ્ણુનાં પૂર્ણ અવતાર કૃષ્ણરૂપ એ પણ માને છે.

અમદાવાદની ભવ્ય રથયાત્રા ની વાત જ નિરાળી છે જગન્નાથજીના મંદિરે ઇતિહાસ જોઈએ તો આશરે 451 વષૅ પુવૅ હનુમાનદાસજીએ નાના મંદિરનું નિર્માણ કર્યું હતું. તેમના શિષ્ય સારંગદાસજી આવ્યા. પરંપરા મુજબ નરસિંહદાસજી આવ્યા તેઓએ જગન્નાથ પૂરીના જગન્નાથ મંદિર બનાવ્યું. અહી સાધુ-સંતો આવતા જતા રહેતા પરંતુ જેઠ વદ અમાસ ત્યારે ભગવાન મામાના ઘરેથી પાછા ફરે ત્યારે અને ઉતરાયણના દિવસે એમ બે ભંડારાની વિશેષતા છે.

મંદિરમાં પોતાના ગજરાજ પણ છે આ મંદિરની ભૂમિ જ દિવ્ય અને ચમત્કારી છે. ઘણા વર્ષ પહેલાં રામાનંદી સંત હનુમાનદાસજીએ મૂર્તિઓ મંગાવીને વિઘિસર પ્રાણ પ્રતિષ્ઠા સહ બિરાજમાન કરેલ. ત્યારથી અમદાવાદનો જગન્નાથજીનું મંદિર આખા દેશમાં જાણીતું થયું. એ પછી 1878ના અષાઢ સુદ બીજના દિવસે ઓરિસ્સાનાં જગન્નાથપુરી જગન્નાથ મંદિરેથી રથયાત્રા નીકળતી હતી ટીવી જય જગદીશ ના જયઘોષ સાથે મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થયો. આ દિવસે વહેલી સવારે પરોઢિયે જય જગદીશ હરે ના ગગનચુંબી જયનાદ અને ઘંટનાદથી આરતી શુભારંભ થાય છે. પ્રાતઃ મુહૂર્તમાં ખીચડી નૈવિઘ બાદ ભગવાન જગન્નાથજી ,બલભદ્રજી અને સુભદ્રાજી પોતાના રથમાં બિરાજમાન કરાવ્યા પછી ત્રણે દોરડા અને હાકોટા થી ખલાસી ભાઈઓ મંદિરોની બહાર લાવે છે. ધર્મ-કર્મ ,સદભાવ સમભાવ, બધા સરખા કોઈ નાનો મોટો નહીં કોમી એકતા અને ભાઇચારો કોઈ બસ જગન્નાથજીના બની જાય છે. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી હોય તેઓ સોનાના ઝાડુ વડે ‘બુહારી સેવા’ એટલે રથયાત્રાના માર્ગની સફાઈ કરે છે. જય રણછોડ રાજયના ઢોલ-નગારાની ના જયઘોષ સાથે જગન્નાથજીના રથનો પ્રથમ દોરવામાં આવે છે. રથયાત્રાના મોખરે શણગારેલા ગજરાજો ને હવામાં સૂઢ લહેરાતા આગળ મસ્ત રીતે ચાલે છે આ યાત્રામાં સાધુ-સંતો ભજન મંડળીઓ અખાડા સાથે માનવ મહેરામણ ઉભરાય છે. રથયાત્રીઓ ફણગાવેલા મગ જાંબુ કાકડીનો પ્રસાદ ખોબે ખોબે વેચતા રહે છે.

જય રણછોડ માખણ ચોર…

લેખકનિરાલી હર્ષિત
Author: GujjuRocks Team
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!