13, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
તમને ધનલાભ થવાના યોગ છે. આજે તમારી માનસિક ઊર્જા અનોખા લેવલ પર હશે. આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. આજે નવું ઘર કે જમીન લેવાના યોગ છે. આજે તમારા માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમજીવન માટે સમય ઘણો સારો છે. આજે તમારા પ્રિયજનનો સાથ તમને ખુશ કરી જશે. આજે વાહન ચલાવતા ખાસ તકેદારી રાખજો બની શકે તો આજે જાતે વાહન ચલાવશો નહિ અકસ્માત થવાના યોગ છે. નોકરી કે વેપારને કારણે લાંબી મુસાફરી કરવાના યોગ છે. કોઈપણ મહત્વના નિર્ણયમાં ઉતાવળ કરશો નહિ. વિદેશ સાથે જોડાયેલ વ્યવસાયમાં તમને સારો ફાયદો મળશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
મિલકત સાથે જોડાયેલ બાબતમાં પૈસા ઇન્વેસ્ટ કરવાનો ચાન્સ મળશે. જમીન અને મકાન લે-વેચમાં સારી કમાણી થઇ શકશે. આજે તમારા અટકેલા કામ પુરા કરવામાં તમારા મિત્ર અને પરિવારજનોની મદદ મળશે. પ્રેમ માટે આજનો દિવસ સારો છે. આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે. પિતાની તબિયત આજે ચિંતાજનક હશે. આજે નોકરી કરતા મિત્રોને ઉપરી અધિકારી અને બોસ સાથે જોઈ મતભેદ થઇ શકે છે. આજે તમારા બધા કામ સાવચેતીથી કરો. પૈસા સાથે જોડાયેલ કોઈ બાબતમાં મુશ્કેલી આવી શકે છે. ઓફીસમાં કે માર્કેટમાં કોઈ તમારી પીઠ પાછળ તમારા વિરુદ્ધ કાર્ય કરી રહ્યા છે.
શુભ અંક : ૭
શુભ રંગ : કેસરી
3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારે વધારા અને નાહકના ખર્ચ પર કાબુ રાખવાનો છે. આર્થિક તંગીને કારણે પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી સહકે છે. આજે સાંજનો સમય સારી રીતે વીતી શકશે, આજે સાંજનો સમય પરિવાર સાથે હસી ખુશી મનાવી શકશો. નોકરી કરતા મિત્રોને તેમના કામમાં સફળતા મળશે. સફળતાના શિખર પર હશો એવું તમને ફિલ થશે. જો તમે કોઈ નોકરી બદલવાનો પ્લાન બનાવી રહ્યો છો તો તમને સારા ચાન્સ મળશે. તમને તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. શેર, લોટરી અને વગેરે જેવા કામથી તમે વધુ પૈસા બનાવી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
તમારી આર્થિક પરીસ્થિતિ મજબુત થશે. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અથવા પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રો પણ તેમનો વેપાર વધારી શકશે જેમાંથી ધનલાભ થશે. આજે અમુક નાની નાની વાતોને તમે ઊંડાઈથી ચેક કરશો. આજે કોઈપણ નિર્ણય તમારે ધીરજ અને સમજદારીથી લેવાના છે. તમારા જીવનસાથી સાથે આજે બોલચાલી થવાના યોગ છે. મિત્રોની મદદથી તમે તમારા સંબંધો સુધારી શકશો. તમારે આજે તમારી વાણી અને વર્તન પર કાબુ રાખવાની જરૂરત છે. વિદ્યાર્થીઓને પણ આજે અમુક મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે અમુક લોકો દ્વારા કહેવામાં આવેલ વાત તમને દુખી કરી જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : સફેદ

5. સિંહ – મ,ટ (Lio):
શેર, લોટરી અને કોમોડિટી સાથે જોડાયેલ વ્યક્તિને નુકશાન થવાના યોગ છે. વધારે ઉત્સાહમાં તમે તમારું જ નુકશાન કરી દેશો તેની તકેદારી રાખજો. કોઈની પીઠ પાછળ વાત કરવી નહિ. જે મિત્રો લગ્ન કરવા માટે ઈચ્છુક છે તેમને હજી થોડો સમય રાહ જોવી પડશે. પ્રિયજન સાથે વાદ વિવાદ થવાની સંભાવના છે. આજે માથાનો દુખાવો કે પેટનો દુખાવો થઇ શકે છે. વિદ્યાર્થી મિત્રોને તેમની પરીક્ષામાં સફળતા મળશે. આજે સમય વિદ્યાર્થીઓ સાથે છે. નોકરી કરતા મિત્રો ને પણ ફાયદો થશે. પહેલા કરતા પૈસાની તકલીફ થોડી દૂર થશે. તમારી સ્થિતિ પહેલા કરતા સારી થશે.
શુભ અંક : ૨
શુભ રંગ : કાળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આર્થિક પરીસ્થિતિ મજબુત બનશે. પૈસા કમાવવા માટેના સારા રસ્તાઓ ખુલશે જેનાથી તમારી આવક વધશે. ઘરમાં નાની વાતે વાદ વિવાદ થવાની શક્યતા છે. કોઈપણ વાતને આગળ વધારવા કરતા એક યોગ્ય અંત લાવી દેવો. આજે તમારે કામ તમારી સમજદારીથી કરવાનું રહેશે. વિદ્યાર્થીઓને આજે વધારાના ખર્ચ પર કંટ્રોલ કરવાનો છે. કોઈપણ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ સારા નિષ્ણાત અને અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. પૈસા કમાવવા માટે આજે નવા નવા વિચાર આવશે જો તમે વિચારીને પૈસા ઇન્વેસ્ટ કરશો તો ધનલાભ જરૂર મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લીલો

7. તુલા – ર,ત (Libra):
વેપારી મિત્રોને કોઈની મદદથી વેપાર વધારવામાં મદદ મળશે. બીજાને ઉધાર આપેલા પૈસા પરત મળશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે હોમ હવન કરવાનો પ્રસંગ બનશે. જીવનસાથી સાથે આજે સારો સમય વિતાવી શકશો. આજે પ્રેમીઓ માટે અનુકુળ દિવસ છે. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. આજે સાંજના સમયે મગનું સેવન કરો. વિદ્યાર્થી મિત્રોને હરીફાઈવાળી પરીક્ષામાં સફળતા મળશે. વિદેશ ભણવા જવા માંગતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. વેપારમાં ધારી નહિ હોય એવી સફળતા મળશે. આજે તમારા શત્રુઓ અને વિરોધીઓને પરાજય મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
નોકરી કરતા મિત્રોને પોતાના અટકેલા પૈસા પરત મળશે. પ્રમોશન અને પગાર વધારાનો યોગ છે. આજે સ્થાયી અને અસ્થાયી મિલકત ખરીદવાના યોગ છે. પરિવારમાં સંપ વધશે. તમે પરિવાર સાથે આજે કોઈ જોવાલાયક સ્થળની મુલાકાત લઇ શકશો. લગ્નજીવન માટે આજનો દિવસ સુંદર છે. તમારા કામમાં તમને જીવનસાથીની મદદ મળશે. જો તમે વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરશો તો આજે અકસ્માતના યોગ છે. વેપારી મિત્રો કોઈ નવો બિઝનેસ શરુ કરવા માંગે છે તો આજનો દિવસ સારો છે. આજે ધનલાભ થવાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : ગુલાબી

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
તમે પૈસા ઇન્વેસ્ટ કરવાના પ્લાનિંગ કરી રહ્યા છો તો તમને પૈસા કમાવવા માટેની સારી તક મળશે. આજે કોઈ વાતને લઈને પરિવારમાં ચિંતા વધશે. તમારે સાવચેત રહેવું પડશે. જો તમે તમારી પ્રેમિકાને ખુશ કરવા માંગો છો તો તમારે તેમને સોંદર્ય સાથે જોડાયેલ કોઈ વસ્તુ ભેટમાં આપવી જોઈએ. તમે તમારા પ્રિયજનને તમારા મનની વાત જણાવી શકશો. વાતાવરણને કારણે સ્વાસ્થ્યમાં ઉતારચઢાવ આવી શકે છે. નોકરી કરતા મિત્રોને એક્સ્ટ્રા ઇન્કમ માટેના રસ્તા મળશે. અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

10. મકર – જ, ખ (Capricorn): .
આવક ઓછી છે પણ તમારા ખર્ચ ઘણા છે. તમારે તમારા ખર્ચ પર કાબુ કરવાની જરૂરત છે. કોઈપણ મોટી સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ અનુભવી મિત્રની સલાહ જરૂર લેજો. કોઈ જુના વિવાદ તમારી સામે આવી શકે છે. કોઈપણ નિર્ણય કરવામાં ઉતાવળ કરવાની નથી. તમારો ઉતાવળે કરેલ નિર્ણય તમને નુકશાન પહોચાડી શકે છે. આજે સ્વાસ્થ્ય ખરાબ રહેવાના યોગ છે. ઉતાવળમાં કોઈ દુર્ઘટના થઇ શકે છે. આજે વિદ્યાર્થી મિત્રોને કોઈ મહત્વનો નિર્ણય લેવો પડશે. આજે થયેલ ધનલાભમાંથી તમે વધારે પડતા પૈસા ખર્ચ કરી દેશો. આર્થિક રીતે સધ્ધર થવા પૈસાની બચત કરવી જરૂરી છે.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
નવા ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે તમારું નસીબ તમારી સાથે જ છે. આજે તમરી આર્થિક સ્થિતિ મજબુત થશે. આજે કામના બોજા હેઠળ તમે ગુસ્સામાં કોઈની લાગણી દુભાવી દેશો. આજે જીવનસાથી સાથે તમારો પ્રેમ દિવસેને દિવસે વધતો જશે. તમારા પ્રિયપાત્ર સાથે તમે સારો સમય વિતાવી શકશો. જો કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો આજે સાંજનો સમય સૌથી શ્રેષ્ઠ રહેશે. આજે સ્વાસ્થ્યમાં થોડી તકેદારી રાખવાની છે માથાનો દુખાવો અને પેટમાં દુખાવો થઇ શકે છે. નોકરી કરતા મિત્રોને તેમના મહત્વના પ્રોજેક્ટમાં સફળતા મળશે. આજે તમને તમારું ઇન્સેન્ટીવ પણ મળી શકે છે. વેપારી મિત્રોને પોતાનો બિઝનેસ વિદેશમાં ફેલાવવાની તક મળશે.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારી આવક વધારવા માટેના સારા અવસર તમને મળશે. શરૂઆતમાં તમને ધારેલ ફાયદો નહિ મળે પણ તમે નિરાશ થતા નહિ અને તમારું કાર્ય કરતા રહો સફળતા તમને જરૂર મળશે. પારિવારિક જીવન સુંદર બનશે. મિત્રો સાથે બહાર જવા માંગો છો તો આજનો દિવસ સુંદર છે. આજે જીવનસાથી સાથે થોડી બોલચાલ થઇ શકે છે, તણાવને કારણે માથાનો દુખવો થઇ શકે છે. આજે થોડો સમય કાઢીને આરામ કરવો જોઈએ. નોકરી કરતા મિત્રોને તેમના કામને લીધે વિદેશમાં જવાનો મૌકો મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સામાન્ય છે. આજે કોઈપણ જગ્યાએ પૈસા રોકવા માટેનો દિવસ નથી તો કોઈપણ તૈયારી અને ચેકિંગ કર્યા વગર પૈસા ઇન્વેસ્ટ કરશો નહિ.
શુભ અંક : ૯
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – આ વર્ષના શરૂઆતના દિવસમાં તમારા સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવાની જરૂરત છે. સંતાનની તબિયત વર્ષ દરમિયાન સારી રહેશે. વડીલોને નિયમિત ડોક્ટરની મુલાકાત કરાવજો. આ વર્ષે યોગા અને કસરત આજથી જ શરુ કરી શકો છો.

નોકરી-ધંધો – ઓફિસમાં આ વર્ષે તમારા સાથી કર્મચારી તમારું સ્થાન લેવા માટે પ્રયત્ન કરશે. તમારું પ્રમોશન જોઇને તમારાથી લોકો ઈર્ષા અનુભવ કરશે. તેવા લોકો સાથે પણ પ્રેમથી વાત કરો પણ હંમેશા સાવધાન રહેજો ક્યાંક એ તમને નુકશાન ના કરે.

કૌટુંબિક-પારિવારિક – ઘરમાં તમારી સાથે રહેતા વડીલોની તબિયત આ વર્ષે ખુબ સાચવજો. તમારી કરેલી સેવાથી તેઓ હંમેશા ખુશ રહેશે. વડીલોના આશીર્વાદ આ વર્ષે તમને સારા ફળશે. તમે ઈચ્છો એવી નોકરી અને ઈચ્છો એ ટાર્ગેટ પુરા કરી શકશો.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here