12મી પાસ આ છોકરીએ શોધી કાઢી ફેસબુકની આ ભૂલ, ફેસબુક એ આપી જમ્બો ગિફ્ટ – વાંચો શું છે મામલો?

0

આજ કાલ નાં દિવસોમાં ફેસબુક એક લોકોની રોજીંદી જરૂરિયાત બની ગયું છે. સાથે જ ફેસબુકના માધ્યમથી દુનિયાના કોઈ પણ ખુણાના લોકો એક-બીજા સાથે કનેક્તેડ રહી શકે છે. પણ શું તમને ખબર છે કે આજ ફેસબુક કે જેનો કરોડો લોકો ઉપીયોગ કરે છે, જેમાં એક ભૂલ શોધવામાં આવી છે. જે ખામી આજ સુધી કોઈના પણ નજરમાં આવી નથી.

ફેસબુકના વર્ક પ્લેસમાં  ભૂલો કાઢવાવાળી આ પહેલી મહિલા જે ભારતીય છે. તે પુણેની એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે.

શહેરનાં ખડકી ઇલાકામાં રહેનારી માત્ર 12 ધોરણ પાસ આ યુવતીએ ફેસબુકનાં વર્ક પ્લેસમાં એક ખામી શોધી કાઢી છે. કંપનીએ તેના માટે આ યુવતીના વખાણ કરતા દિવાળીના ખાસ અવસર પર 1000 ડોલર(63,000 રૂપિયા) નું ઇનામ આપ્યું છે. ફેસબુકના વર્ક પ્લેસ પર આ રીતે શોધી કાઢી ભૂલો..

– પુણેની વિજેતા પિલ્લઇએ જણાવ્યું કે, ફેસબુકે હાલમાંજ એક નવી એપ લોન્ચ કરી છે. આ એપનો વધારે ઉપીયોગ કોર્પોરેટ સેકટરમાં કરવામાં આવે છે.

– જ્યારે તે આ એપનો ઉપીયોગ કરી રહી હતી ત્યારે આ ભૂલ જોવા મળી હતી. એવામાં જો કોઈ કંપની તેનો ઉપીયોગ કરે તો તેની સિક્યુરીટીને ખતરો થઈ શકે છે.

– તેના પછી તેમણે  ફેસબુક સાથે કોન્ટેકટ કરીને આ એપની ભૂલ વિશેની જાણ કરી.

ફેસબુકે સ્વીકાર કરી પોતાની ભૂલ:

– વિજેતાના કહેવા પર ફેસબુકે  વર્ક પ્લેસ એપનો રીવ્યુ કર્યો તો આ ભૂલ નજરમાં આવી હતી. કંપનીએ પણ પોતાની આ ભૂલનો સ્વીકાર કર્યો હતો.

– ફેસબુકે જણાવ્યું કે આ ભૂલની જાણ તરતજ કરવામાં આવી એ ખુબ સારી બાબત છે.

– વર્ક પ્લેસનો યુઝ ફેસબુક જેવોજ હોય છે. તેના માધ્યમથી યુઝર્સ કમેંટ કરી શકે છે અને મેસેજ પણ સેન્ડ કરી શકે છે.

– આ એપનો ઉપીયોગ માત્ર કોઈ કંપનીનાં કર્મચારીજ સુધીજ સીમિત હોય છે. એડમીન કંપનીનાં એકાઉંટ સાથે કર્મચારીઓને જોડાયેલી રાખે છે.

વિજેતા ફેસબુક વર્ક પ્લેસ એપમાં ખામી શોધી કાઢનારી સૌથી પહેલી ભારતીય મહિલા.

વિજેતા પુણેની એક પ્રાઈવેટ કંપનીમાં જોબ કરે છે.

વિજેતાએ માત્ર 12 ધોરણ સુધીજ અભ્યાસ કર્યો છે.

વિજેતાનો પરિવાર ભાળાનાં મકાનમાં રહે છે.

Source: Bhaskar.com

Edited by GujjuRocks Team

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!