1000 કરોડમાં બનશે આમિરની મહાભારત, વાંચો બાહુબલી ફેમ પ્રભાસ કયું પાત્ર ભજવશે? રસપ્રદ માહિતી વાંચો

0

બોલીવુડના સુત્રો પ્રમાણે થોડા સમય પહેલા જ આમિર ખાનની મુવી “ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની” શુટિંગ પૂર્ણ કર્યું છે. હવે આ મુવી માટે પોસ્ટ પ્રોડક્શનનું કામ શરુ થશે. આ મુવી દિવાળીની આસપાસ રીલીઝ થશે. આ મુવીના રીલીઝ પછી આમિર ખાન પોતાના ડ્રીમ પ્રોજેક્ટ માટે કામ શરુ કરશે.

થોડા સમય પહેલા જ આમિર ખાને પોતાના આ પ્રોજેક્ટ માટે રિલાઈન્સ એન્ટરટેન્ટ સાથે હાથ મિલાવ્યો છે. આમિર ખાનને આ મુવી માટે રૂપિયા ૧૦૦૦ કરોડનું બજેટ મળ્યું છે. આ મુવી પર મુકેશ અંબાણી પૈસા લગાવશે અને આ મુવી ૩ ભાગમાં બનવાની છે.

હવે મેઈન સમાચાર એ છે કે આ મુવી માટે આમિર ખાને કાસ્ટિંગ કરવાની શરૂઆત કરી દીધી છે અમુક પાત્રો માટે અમુક લોકોની પસંદગી કરવાની શરૂઆત કરી દીધી છે. બની શકે આ મુવીમાં બાહુબલી ફેમ પ્રભાસ અર્જુનનું પાત્ર ભજવે. આમિર ખાનની ઈચ્છા છે કે આ મુવીને બાહુબલી મુવીના ડાયરેક્ટર એમ.એસ રાજામૌલી જ આ મુવીને ડાઈરેક્ટ કરે. તમને જણાવી દઈએ કે ડાયરેક્ટર એમ.એસ રાજામૌલીએ થોડા સમય પહેલા મહાભારત પર મુવી બનાવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી.

બીજા એક સાંભળવા જેવા સમાચાર એ છે કે આ બીગ બજેટ મુવીમાં દિપીકા પાદુકોણ દ્રોપદીના પાત્રમાં જોવા મળી શકે છે. આમિર ખાન પોતે આ મુવીમાં ભગવાન કૃષ્ણના પાત્રમાં જોવા મળી શકે છે. આ મૂવીની શુટિંગ આમિર ખાનની મુવી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનની રીલીઝ પછી શરુ થશે. આ મહાભારત મુવી ૩ ભાગમાં રીલીઝ થશે.

બોલીવુડ રિપોર્ટનું માનીએ તો આમિર ખાનને આ મુવી પ્રોજેક્ટ પૂરો કરવા માટે ૧૦ થી ૧૫ વર્ષ લાગશે. મહાભારત મુવી માટે આમિર ખાને શુકન બત્રાના નિર્દેશમાં ઓશો પર બનતી મુવીને હમણાં થોડા સમય માટે સાઈડમાં મૂકી દીધી છે. ટીમ આમિર ખાનની સલાહથી આ મૂવીની સ્ક્રીપ્ટ પર ફરીથી કામ ચાલી રહ્યું છે. આમિરને આ મુવીના કેટલાક પ્રસંગો પસંદ નથી આવ્યા.

તો મિત્રો મહાભારત વિશે તો બધા જાણતા જ હશો તો હવે અનુમાન લગાવો કે મહાભારતના કયા પાત્ર માં કયા અભિનેતા કે અભિનેત્રી બંધબેસતા આવે છે. કોમેન્ટમાં જણાવો.

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here