2019 વર્ષ માં ઘરમાં લાવો આ શુભ 10 વસ્તુઓ, વધશે ધન, સંપતિ અપાર !!! સોના ની જેમ ચમકશે કિસ્મત

0

નવા વર્ષમાં કર્મ સાથે જો ભાગ્ય જોડાય તો તમારી સફળતામાં અને ખુશીના માર્ગે કોઈ આવી શકે નહી. આવો આજે જાણીએ એવી 10 શુભ વસ્તુઓ વિષે જેને ઘરમાં રાખવાથી ખૂલી જશે તમારું સૂતેલું નસીબ ને ભાગ્ય પણ ચમકવા લાગશે.
સૌથી પહેલા તમે એક કાચબો લઈ આવો તેને શુભ માનવમાં આવે છે. લોકો ગમે તેવો કાચબો લઈ આવતા હોય છે કા તો માટીનો, કાચનો કે પછી કાગળનો. પરંતુ એવી રીતે કાચબો લાવવો એ શુભ ફળ આપતો નથી. કાચબો હમેશા કોઈ ધારુનો જ લાવો, કા તો ચાંદીનો, પીતળનો કે કાંસા નો લાવો અને ઉતાર દિશામાં જ રાખો. જરૂર ફળ આપશે .
તમારે તમારા ઘરમાં પીરામીડ જરૂર રાખવો જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, પિરામિડ આકૃતિ ઉતર, દક્ષિણ કોણ પણ રહેવાની જાગ્યાએ બ્રહ્માંડમાં વ્યાપ્ત જ્ઞાત, અજ્ઞાત શક્તિઓને સ્વયં પોતે સંમોહિત કરી પોતાની અંદર એક અલગ જ પ્રકારની ઉર્જા ને ખેંચે છે, જેથી તે તેના આસપાસના વાતાવરણને પોઝિટિવ બનાવી રાખે છે. જો કે પીરામીડની અલગ ઇફેક્ટ પણ પડે છે. જો તમે તમારા ઘરમાં કોઈપણ અનાજભરવાના સાધનામાં કે તેની પર પીરામીડ રાખો તો તેની અસરથી વસ્તુ જલ્દી ખરાબ થશે નહી. પ્રાચીન યુગના માનવી પોતાના સ્વજનોના સબને સાચવવા માટે પીરામીડનો ઉપયોગ કરતાં હતા.

પોપટનું ચિત્ર અથવા મૂર્તિ-
ચિત્રવસ્તુ શાસ્ત્ર મુજબ, ઉત્તર દિશામાં માં પોપટનું ચિત્ર લગાવવાથી સંતાનોની અભ્યાસમાં રુચી વધસે ને સાથે સાથે યાદશક્તિમાં પણ વધારો થશે. પોપટ પ્રેમ, વફાદારી, દીર્ધાયુષ્ય અને સારા નસીબનું પ્રતીક છે.જો તમે હાતાશા, નિરાશા, બીમારી કે ગરીબીથી પીડાઈ રહ્યા હોય અને ઘરમાં સુખ આવે એવું ઇચ્છતા હોય તો તમારે તમારા ઘરમાં પોપટનું ચિત્ર જરૂર લગાવવું જોઈએ. ફેંગ શુઇના જણાવ્યા અનુસાર પતિ અને પત્ની વચ્ચેના પ્રેમ સંબંધો મધુરતા લાવવા માટે પોપટની જોડી લગાવી શકાય છે. ફેંગ શુઇના મતે, પોપટ 5 તત્વોના સંતુલનની સ્થાપનામાં સહાયરૂપ સાબિત થાય છે. પોપટના રંગીન પીંછા હકીકતમાં પૃથ્વી, આગ, પાણી, લાકડા અને ધાતુનું પ્રતીક છે. જો ઘરમાં આવા ઘટકોની તંગી હોય તો, તે દૂર થઈ જાય છે.

મોરના પીંછા :
મોરના પીંછાને ખૂબ જ શુભ અને ચમત્કારિક માનવામાં આવે છે. મોર ભાગ્યશાળી માનવામાં આવે છે. તે નસીબની આડે આવતા તમામ અવરોધોને દૂર કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે ઘરમાં મોરના પીંછાનું જુંડ ન હોવું જોઈએ, પરંતુ ઘરમાં 1 થી 3 મોરના પીંછા રાખવો જોઈએ.

ગોમતી ચક્ર-
તે એક પથ્થર છે જે દેખાવમાં સરળ લાગે છે પરંતુ તે ચમત્કારિક છે. આ પથ્થરને ગોમતી ચક્ર નામ એટ્લે આપવામાં આવ્યું છે કે તે ગોમતી નદીમાંથી જ મળી આવે છે. વ્યક્તિ પર કોઇ પણ પ્રકારની દુશ્મનનો દર હોય તો ગોમતી ચક્ર ઘરમાં રાખવું જોઈએ આનાથી પરિવાર પર દુશ્મનીનો ભય દૂર થાય છે. 11 ગોમતી ચક્રને પીળા કપડામાં લપેટી તિજોરીમાં રાખવાથી ઘરમાં બરકત આવશે.

લધુ નાળિયેર-
લાલ કપડાંમાં વીંટાળી લધુ નાળિયેરને તિજોરીમાં મૂકી રાખવું જો અને પછી દિવાળીના બીજે દિવસે સવારે એ નાળિયેર ને કોઈ નદી કે વહેતા પ્રવાહમાં પધરાવી દો અને ફરી એ જ રીતે લાલ કપડામાં નવું લધુ નાળિયેર લઈને તિજોરીમાં મૂકવું. આવી રીતે સળંગ આ પ્રયોગ કરવાથી ઘરમાં ધનનો ભંડાર ભરેલો રહેશે.

નકોર ચાંદીના બનેલા હાથી –
તેને ઘરમાં રાખવાની એક ચમત્કારિક અસર પણ છે. જ્યોતિષવિદ્યા અનુસાર રાહુ અને કેતુની કોઈ ખરાબ અસર થતી નથી, સાથે સાથે વ્યવસાયમાં પ્રગતિ અને વ્યક્તિની નોકરીમાં બઢતી થાય છે. હાથી રાખવાથી ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ નો વાસ થાય છે. ઘણાં લોકો ગણેશની મૂર્તિ રાખે છે, પટીપી પણ તે લાભ મેળવે છે. પરંતુ મૂર્તિ નક્કર ચાંદીની બનેલી હોવી જોઈએ.

મોતી શંખ –
આમ જોવા જઈએ તો બધાના ઘરમાં શંખ તો હશે જ પરંતુ દક્ષિણાવર્તી શંખ અને મોતીના શંખનું મહત્વ અલગ જ છે. મોતી શંખ થોડો ચમકીલો હોય છે. આ શંખનું વિધી વિધાન પૂજા કરી પછી તેની સ્થાપના કરવાથી ઘરમાં સુખ, શાંતિ ને સંપતિનો વાસ થાય છે.

કમલગટ્ટાની માળા :
ચંદન, તુલસી અને કમલગટ્ટાની માળાઆ ત્રણેયમાંથી કોઈ એક માળા તો ઘરમાં રાખવી જ જોઇએ. અર્થ વગર બધું વ્યર્થ છે. એવું માનવામાં આવે છે કે કકમલગટ્ટા માતા લક્ષ્મીજીને અતિશય પ્રિય છે. તુલસીના બીજમાંથી બનેલી કે કમળના બીજમાંથી બનેલી આ માળાના જાપ કરવાથી કે પૂજા ઘરમાં રાખવાથીભગવાન પ્રસન્ન થાય છે. જો પોતાના ઇષ્ટદેવનો 108 વાર જાપ કરવામાં આવે તો તુરંત ફળ મળે છે.

સ્વસ્તિક
ઘરમાં સ્વસ્તિકનું ચિત્ર રાખવાથી દરેક ઇચ્છા પૂરી થાય છે. પુરાણોમાં સ્વાસ્તિક લક્ષ્મી અને ગણપતિનું પ્રતિક ગણાય છે. સ્વસ્તિક સંસ્કૃત શબ્દ ‘સુ અને ‘અસ્તિ થી બનેલું છે, જેનો અર્થ ‘શુભ’ થાય છે. પરિવાર, સંપત્તિ, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ સ્વસ્તિક સાથે સમાપ્ત થાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here