1 કરોડ રૂપિયા કમાવા હોય તો 7500 રૂપિયાથી શરુ કરો રોકાણ, વાંચો યોજના વિશે – માહિતી શેર કરો

0

હજી પણ લોકો શેયર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ થી દૂર જ રહેવા માંગતા હોય છે, પણ ઈચ્છે છે કે તેની બચત પણ ઝડપથી વધે. આ મૌકો તમને પોસ્ટ ઓફિસ આપે છે. અહીં પર ઘણી બચત યોજનાઓ છે, જે લોકોને કરોડપતિ બનાવી શકે છે. આ બચત યોજનાઓ લોકો ને ઇન્કમ ટેક્સ બચાવમાં મદદ કરે છે. કઈ છે આ બચત યોજના:

પબ્લિક પ્રોવીડેન્ડ ફંડ (PPF) પોસ્ટ ઓફિસ ની એક એવી યોજના છે જે લોકોની થોડી થોડી બચત ને મોટી બનાવી શકે છે. આ એકાઉન્ટ માં જમાં થનારા પૈસા પર સારા વ્યાજ ના સિવાય બે અન્ય લાભ પણ મળે છે. એક છે ઈન્ક્મ ટૈક્સ થી બચત અને બીજો લાભ એ છે કે જયારે આ પૈસા મળે છે તો પૂરો ટેક્સ ફ્રી થાય છે. જો કોઈ આ યોજનામાં નિવેશ કરીને એક કરોડ રૂપિયા નું ફંડ તૈયાર કરી લે છે તો તેને મેચ્યોરોટી વાળા વર્ષ માં કોઈ ટેક્સ આપવાનો નહિ રહે.

કેવી રીતે તૈયાર થાશે એક કરોડ રૂપિયાનું ફંડ:

PPF યોજાનામાં આ સમયે 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ યોજના 15 વર્ષની હોય છે, જેને વચ્ચે બંધ કરી શકાતું નથી. આ યોજનામાં વધુમાંવધુ 12500 રૂપિયા જમા કરીને 1.5 લાખ રૂપિયા નો ઇન્કમ ટેક્સ દરેક વર્ષ બચાવી શકાય છે. પણ જો આ યોજનામાં દરેક મહિને 7500 રૂપિયા જ જમા કરવામાં આવે તો 30 વર્ષ માં 1 કરોડ રૂપિયા નો ટેક્સ ફ્રી ફંડ તૈયાર થઇ જાશે.

(PPF) માં નિવેશ ની રણનીતિ એક નજરમાં:

-7500 રૂપિયા થી શરૂ કરો નિવેશ. -હાલ વ્યાજ દર છે 7.6 ટકા. -30 વર્ષ સુધી કરો મંથલી નિવેશ. -તૈયાર થઇ જાશે 1 કરોડ રૂપિયા નું ફંડ.

કેવી રીતે થાશે 30 વર્ષ સુધી ઈન્વેસ્ટમેન્ટ:

PPF જો કે 15 વર્ષ ની સ્કીમ છે, પણ તેને 15 વર્ષ પુરા થવા પર 5-5 વર્ષ માટે વધારી શકાય છે. આ પ્રકારે આ સ્કીમમાં જો 30 વર્ષ સુધી નિવેશ કરવાનું હોય તો તેને વધારવાનું રહેશે. આ પ્રકારે આ સ્કીમ મોટાભાગે લોકો ના રિટાયરમેન્ટ ના સમય સુધી 1 કરોડ રૂપિયા નું ફંડ તૈયાર કરી દેશે.

વધુ નિવેશ પર કેટલું તૈયાર થાશે ફંડ:આ યોજનામાં વધુમાં વધુ એક વર્ષ માં 1.5 લાખ કે મહિનામાં 12500 રૂપિયાનું નિવેશ કરી શકાય છે. જો આટલું નિવેશ કરવામાં આવે તો 15 વર્ષ માં 1.5 લાખ રૂપિયા ફંડ તૈયાર થઇ જાશે. આ સિવાય 20 વર્ષ માં 70.66 લાખ રૂપિયા નું ફંડ અને 1.11 કરોડ રૂપિયા નું ફંડ તૈયાર થઇ જાશે. પણ જો આ નિવેશ 30 વર્ષ સુધી કરવામાં આવે તો 1.71 કરોડ રૂપિયા નું ફંડ તૈયાર થઇ જાશે.

Author: GujjuRocks Team
સંકલન:ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here