1.6 મિનિટ માં કમાઓ 21 હજાર, સરકાર આપી રહી છે એક જોરદાર ચાન્સ – વાંચો આર્ટિકલ….

0

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે કોણ નહિ જાણતું હોય. તેના વીશે તો આપણે બાળપણ થી જ સાંભળતા આવ્યા છીએ. આ બાપુ વિશે ની જાણકારી જ તમને ઇનામ મેળવવામાં મદદ કરી શકે છે. આ મૌકો સીધો જ મોદી સરકાર ના તરફથી છે.
મોદી સરકારે મહાત્મા ગાંધી કવીઝ નું આયોજન કર્યું છે. આ કવીઝ ના ચાલતા તમારે 10 પ્રશ્નો ના જવાબ આપવાના રહેશે. જો તમે તેના સાચે સાચા જવાબ આપી દીધા અને અન્ય કરતા ઓછો સમય લીધો, તો તમને 21,000 રૂપિયા ઈનામના સ્વરૂપે મળશે.
આ સિવાય જો તમે આ કવીઝ માં બીજા કે ત્રીજા નંબર પર આવો છો તો પણ તમે ખાલી હાથ પાછા નહિ જાવ. બીજા નંબર પર આવનાર ને 15 હજાર રૂપિયા અને ત્રીજા નંબર પર આવનાર ને 11,000 રૂપિયા ઈનામના સ્વરૂપે મળશે.
આ કવીઝ માં હિસ્સો લેવા માટે તમારી પાસે આગળના નવેમ્બર મહિનાની 14 તારીખ સાંજે 5 વાગ્યા સુધીનો જ સમય છે. આ કવીઝ ના દરેક નિયમો અને શરત જાણવા માટે તમે https://quiz.mygov.in/quiz/gandhi-quiz-hindi-version/ લિંક પર પહોંચી ને જાણી શકો છો.કેવી રીતે લેવો લાભ?:

આ કવીઝ માં હિસ્સો લેવા માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. તમે તમારા ઘરે બેસીને જ તેમાં સીધો જ હિસ્સો લઇ શકો છો. તેના માટે તમારે Mygov.in પર જાવાનું રહેશે. અહીં તમને ગાંધી કવીઝ નો વિક્લ્પ હોમપેજ પર જ મળી જાશે, તેના પર ક્લિક કરો.જેવું જ તમે ક્લિક કરશો, તમારી સામે એક નવો વિન્ડો ખુલશે. અહીં તમને 100 સેકન્ડ માં 10 પ્રશ્નો ના જવાબ આપવાના રહેશે. આ પ્રશ્નો બાપુ ના જીવન અને તેના દ્વારા કરવામાં આવેલા અલગ અલગ કામ પર આધારિત હશે. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી ના આધારે તમે ઈચ્છો તો કઠિન પ્રશ્નો સ્કિપ પણ કરી શકો છો. પણ આ વચ્ચે ધ્યાન રાખવાનું રહેશે કે તમે સમય ના રહેતા દરેક પ્રશ્નો ના જવાબ આપી દો.આ કવીઝ હિન્દી અને અંગ્રેજી બંને ભાષા માં હશે. એવામાં હિન્દી અને ઈંગ્લીશ કવીઝ માટે ની ઇનામ રાશિ અલગ અલગ રહેશે. જો તમે બંને કવીઝ માં હિસ્સો લો, અને જીતી જાવ તો તમને કોઈ એક શ્રેણી માટે જ ઇનામ આપવામાં આવશે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here