રેલવે ટ્રેક પર રાખ્યા પથ્થર-સિલેંડર, વાયરલ વીડિયો પર પોલિસના હાથે ચઢ્યો યૂટયૂબર

તાજેતરમાં યુટ્યુબરના એક વાયરલ વીડિયોએ વિવાદને જન્મ આપ્યો હતો. વીડિયોમાં યુટ્યુબર વ્યૂઝ માટે હજારો લોકોનો જીવ જોખમમાં મૂકતો જોવા મળ્યો હતો. આ મામલો યુપીના પ્રયાગરાજના લાલગોપાલગંજનો છે, અહીં યુટ્યુબર ગુલઝાર શેખના એક વીડિયોમાં તે રેલ્વે ટ્રેકના કિનારે ઉભો છે અને દરેક ટ્રેનના આગમન પહેલા તે ટ્રેક પર અમુક સામાન મૂકી રહ્યો છે.

જેમાં મોટા પથ્થરો, જીવંત ચિકન, સાયકલ અને એક નાનો ગેસ સિલિન્ડર સામેલ છે. તે આ સામાન રેલવે ટ્રેક પર રાખે છે. જો કે, ટ્રેન પસાર થાય ત્યારે કોઈ દુર્ઘટના થઈ છે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ આ ભયાનક હોઈ શકે છે અને હજારો મુસાફરોના જીવ પણ જોખમમાં મૂકાઇ શકે છે.

જો કે, ગુલઝારનો આ વીડિયો પોલિસના હાથે લાગતા જ રેલવે પ્રશાસને કડક કાર્યવાહી કરી અને આરપીએફએ યુવક વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આ માહિતી પ્રયાગરાજ નવાબગંજ પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે ત્યારબાદ નવાબગંજ પોલીસ સ્ટેશને આરોપી યુવકને આરપીએફને સોંપી દીધો અને યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Shah Jina