...
   

દર્દનાક અકસ્માત ! રમત-રમતમાં 3 વર્ષના માસૂમ પર પડ્યો લોખંડનો ગેટ, બાળકીનું મોત, વીડિયો આવ્યો સામે

પુણેમાં 3 વર્ષની બાળકી પર પડ્યો લોખંડનો દરવાજો, થયુ મોત- વીડિયો આવ્યો સામે

પુણે નજીક પિંપરી-ચિંચવડમાં લોખંડનો ભારે દરવાજો તૂટી પડતાં સાડા ત્રણ વર્ષની બાળકીનું મોત થયું છે. આ હૃદયદ્રાવક ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. મૃતક બાળકીનું નામ ગિરિજા ગણેશ શિંદે હોવાનું સામે આવ્યુ છે. આ ઘટના બોપખેલના ગણેશ નગરમાં બની હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

રમતી વખતે બાળકે ગેટને એવી રીતે ધક્કો માર્યો કે તે સામે ઉભેલી બાળકી પર પડ્યો. લોખંડના ભારે ગેટ નીચે કચડાઈ જતાં માસૂમ બાળકીનું મોત થયું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. કહેવાય છે કે બુધવારે બપોરે ગણેશ નગરમાં ચાર બાળકો રમતા હતા. બે બાળકો લોખંડના દરવાજાની અંદર ગયા.

આ પછી ગિરિજા અને અન્ય એક બાળકી ગેટની સામે દોડ્યા. જો કે, જ્યારે બીજો છોકરો ગેટ ખેંચી રહ્યો હતો ત્યારે તે નાની બાળકી પર પડ્યો અને સેંકડો કિલો વજન વાળા ગેટની નીચે દબાઇ જવાને કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું. આ ઘટનાથી શિંદે પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં જ મહારાષ્ટ્રમાંથી લિફ્ટમાં ફસાયેલા બાળકના મોતની ઘટના સામે આવી હતી.

Shah Jina