...
   

BREAKING: અંબાલાલ પટેલનો સૌથી મોટો ધડાકો: વરસાદના નવા રાઉન્ડ વિશે આગાહી કરી, જાણો ફટાફટ

છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં વરસાદી માહોલ જામેલો છે. બંગાળના ઉપસાગરમાં જે ડીપ ડિપ્રેશન બન્યુ છે તેને કારણે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે. આગામી ત્રણ દિવસમાં પંચમહાલ, છોટાઉદેપુર તેમજ બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.આ ઉપરાંત તેમણે એ પણ જણાવ્યુ કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.

સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની જ્યારે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અંબાલાલે જણાવ્યુ- 12થી 16 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદની વાત કરીએ તો, ગત રોજ 100થી વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને થોડી જ વારમાં રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. ભારેથી અતિભારે વરસાદને પગલે વલસાડની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે 5 ઓગસ્ટ એટલે કે સોમવારે વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી-શાળા-કોલેજો અને ITI બંધ રાખવામાં આવી છે.

Shah Jina