બિહારના હાજીપુરમાં મોટો અકસ્માત: હાઇટેંશન તારની ચપેટમાં આવ્યો ડીજે, 9 કાવડિયોના મોત- અનેક દાઝ્યા
બિહારના હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈટેન્શન વાયરની ચપેટમાં આવ્યુ, જેના કારણે વીજ શોક લાગવાથી આઠ લોકોના મોત થયા. ગ્રામજનોએ આ ઘટના માટે વિજળી વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને જ્યારે એસડીએમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો.
આ અકસ્માત હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં થયો હતો. શ્રાવણ મહિનામાં ગામના છોકરાઓ દર સોમવારે નજીકના હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જાય છે, રવિવારે રાત્રે પણ તેઓ જલાભિષેક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓએ પ્રવાસ માટે ટ્રેક્ટર-ટ્રોલી પર ડીજેની પણ વ્યવસ્થા કરી હતી.
આ ગામમાં રોડ ઉબડખાબડ હોવાને કારણે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થતી હાઇટેન્શન લાઇનની ચપેટમાં આવી અને ઈલેક્ટ્રીક કરંટને કારણે ટ્રોલી પર સવાર કેટલાક દાઝી ગયા અને 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા. આ દુર્ઘટનાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પોલીસકાફલો અને સાથે એસડીએમ પહોંચ્યા હતા.
આ દરમિયાન સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે વીજ વિભાગની બેદરકારી અકસ્માતનું કારણ બની છે. પોલીસ અને વહીવટી અધિકારીઓના આગમન બાદ પણ મોડી રાત સુધી મૃતકોના મૃતદેહ ઘટનાસ્થળે જ પડ્યા હતા. આ મામલે વૈશાલીના SP પ્રભારીએ જણાવ્યું કે આ લોકો ડીજે સાથે બાબા ધામ જઈ રહ્યા હતા. જે 11 હજાર હાઈ ટેન્શન વાયરની ચપેટમાં આવી ગયા, જેમાં આઠ લોકોના મોત થયા છે.
#WATCH | Bihar: Sadar SDPO Hajipur Omprakash says, “The Kanvarias were going on a DJ. The DJ was very high and there was a wire in which it got entangled. This led to the death of eight people while some others were injured and are undergoing treatment…Further investigation is… pic.twitter.com/vAJIbEvBPJ
— ANI (@ANI) August 5, 2024