આ 5 યુવા બોલર IPLમાં મચાવી રહ્યા છે એવો તરખાટ કે બેટ્સમેનો પણ તેમના બોલિંગ એટેકનો સામનો કરતા ફફડે છે, જુઓ કોણ કોણ છે તે

હાલ દેશભરમાં IPLનો માહોલ છવાયેલો છે અને આઇપીએલ એક એવી વસ્તુ છે જેમાં યુવા ક્રિકેટરોને એક નવું પ્લેટફોર્મ મળતું હોય છે, દર વર્ષે કોઈને કોઈ નવા યુવા ખેલાડીઓ આવતા હોય છે અને દર્શકોનું ભરપૂર મનોરંજન સાથે જ પોતાના શાનદાર પર્ફોમન્સથી દિલ જીતી લેતા હોય છે, આ 2022ની આઇપીએલમાં પણ એવો જ માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભારતીય યુવા બોલરો તરખાટ મચાવી રહ્યા છે અને ઘણા લોકો તેમને ટીમ ઇન્ડિયાનું ભવિષ્ય પણ જણાવી રહ્યા છે. એવા જ 5 બોલર આજે અમે તમને જણાવીશું.

1. યશ દલાલ:
આઇપીએલમાં જોરદાર પર્ફોમન્સ કરી રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમના યુવા બોલર યશ દયાલ પણ તરખાટ મચાવી રહ્યો છે. IPL 2022ની મેગા ઓક્શનમાં ગુજરાત ટાઇટન્સે પ્રતિભાશાળી ફાસ્ટ બોલર યશ દયાલને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ તેની પ્રથમ IPL છે, તેણે આ સિઝનમાં અત્યાર સુધી 3 મેચમાં 6 વિકેટ લીધી છે.

2. વૈભવ અરોરા:
પંજાબ કિંગ્સના વૈભવ અરોરાએ આઈપીએલની અત્યાર સુધીની ચાર મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 24 વર્ષના રાઈટ આર્મ ફાસ્ટ બોલર વૈભવે 5 મેચમાં 3 વિકેટ ઝડપી છે. ટીમે તેને હરાજીમાં 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

3. ઉમરાન મલિક:
ઉમરાન મલિક IPL 2022માં ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. તેની પાસે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે સતત બોલિંગ કરવાની કળા છે. તેણે આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચમાં 10 વિકેટ ઝડપી છે. મલિકની ધાકડ બોલિંગ પણ હાલ IPLમાં ચર્ચાનો વિષય બની છે.

4. કુલદીપ સેન:
રાજસ્થાન રોયલ્સનો ફાસ્ટ બોલર કુલદીપ સેન પણ શાનદાર રમત બતાવી રહ્યો છે. તેણે અત્યાર સુધી 3 મેચમાં 6 વિકેટ લીધી છે. હાલમાં જ આ 25 વર્ષીય બોલરે RCB સામે રમાયેલી મેચમાં 4 વિકેટ ઝડપી હતી. કુલદીપે આ જગ્યાએ પહોંચવા માટે ખુબ જ સંઘર્ષ કર્યો છે.

5. મુકેશ ચૌધરી:
મુકેશ ચૌધરી ગત સિઝનમાં RCBનો નેટબોલર હતો. આ વખતે તેને CSKએ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે ડેબ્યૂ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મુકેશ ચૌધરીએ આ સિઝનમાં અત્યાર સુધી 7 મેચમાં 7 વિકેટ ઝડપી છે.

Niraj Patel