WTC Final : ભારતીય ક્રિકેટરોના ડ્રેસ બન્યા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર, શમી ટોવેલમાં જોવા મળ્યો તો બુમરાહે કરી દીધી ભૂલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં વરસાદ બાધા બની રહ્યો છે પરંતુ ભારતીય ક્રિકેટરોના ડ્રેસ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મેચના પાંચમા દિવસે મોહમ્મદ શમી ટોવેલ પહેરીને ફીલ્ડિંગ કરતા જોવા મળ્યા, તો બીજી બાજુ ડ્રેસને લઇને જસપ્રીત બુમરાહથી એક ભૂલ થઇ ગઇ.

WTCના પાંચમ દિવસે બોલરોની બોલબાલા રહી, જેમાં મોહમ્મદ શમીએ શાનદાર ફીલ્ડિંગ કરી. આ સાથે તેમનો ફની મોમેંટ મેદાન પર છવાઇ ગયો. બીજે વાટલિંગની વિકેટ લીધા બાદ શમી બાઉંન્ડ્રી પર ફીલ્ડિંગ કરવા લાગ્યા પરંતુ આ દરમિયાન તેમને જોઇ લોકોની હસી નીકળી ગઇ. તે મેદાન પર ટોવેલમાં જોવા મળ્યા.


ત્યાર બાદ એમ્પાયરે ઘોષણા કરી દીધી તો શમી ઋષભ પંત, વિરાટ કોહલી અને અન્ય ખિલાડીઓ સાથે ટોવેલ લપેટેલા ડ્રેસિંગ રૂમ તરફ જતા જોવા મળ્યા. જે બાદ તેમની આ તસવીર ખૂબ જ વાયરલ થઇ.

ટીમ ઇન્ડિયા જયારે મેદાન પર ઉતરી તો ખબર પડી કે જસપ્રીત બુમરાહથી ભૂલ થઇ ગઇ હતી. તે ભૂલમાં ફાઇનલ નિર્ધારિત જર્સીની જગ્યાએ રેગ્યુલર જર્સી પહેરીને મેદાન પર ઉતરી ગયા. જો કે, થોડીવારમાં તેમને આનો અહેસાસ થઇ હયો અને જેવી જ ઓવર ખત્મ થઇ કે તેઓ ડ્રેસિંગ રૂમ પાછા ગયા.

તમને જણાવી દઇએ કે, મોહમ્મદ શમીની અને જસપ્રીત બુમરાહની તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ હતી. શમીને તો એક યુઝરે ફિલ્મ “તનુ વેડ્સ મનુ”માં કંગના રનોત સાથે પણ સરખાવી દીધો.

Shah Jina