આંખોનું તેજ વધારવા માટે આ મહિલાએ કરાવ્યો એવી ઉપાય કે જોઈને તમારા હોશ પણ ઉડી જશે, કોઈ દવા કે સર્જરી વગર જ ઘટી ગયા આંખોના નંબર, જુઓ વીડિયો
Worms to increase eyesight : સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. આ સાથે ઘણીવાર કોઈ બીમારી માટે અને સ્વસ્થ રહેવા માટે દેશી નુસ્ખાઓ પણ વાયરલ થતા હોય છે. જેમાંથી ઘણા કારગર સાબિત થાય છે તો ઘણીવાર આ નુસ્ખાઓ મુસીબત પણ ઉભી કરતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં આંખોના ઈલાજ માટેનો એક અનોખો નુસખો વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને જ રૂંવાડા ઉભા થઇ જાય.
આંખોનું તેજ વધારવા કીડાનો ઉપયોગ :
બદલાતા સમય સાથે વિજ્ઞાને પણ ઘણી પ્રગતિ કરી છે. આજના સમયમાં અનેક રોગોની સારવાર શક્ય છે. કેટલીક સારવાર આશ્ચર્યચકિત કરે છે, તાજેતરમાં, આવી જ એક વિચિત્ર સારવાર પદ્ધતિ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે, જેમાં આંખોની રોશની સુધારવા માટે કીડાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આમ કરવાથી આંખોની રોશની તેજ બને છે.
વાયરલ થયો વીડિયો :
વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક મહિલાની આંખોની રોશની સુધારવા માટે કીડાની મદદથી તેની આંખોની સારવાર કરવામાં આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર hidjama_taraz_zhanat નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને લોકો પૂછવા મજબૂર થઈ ગયા છે કે, કીડાઓની મદદથી આંખોની રોશની કેવી રીતે સુધારી શકાય છે. વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે પહેલા મહિલાની દ્રષ્ટિ માઈનસ 3.75 હતી, પરંતુ આ પ્રક્રિયા બાદ તેની દ્રષ્ટિ 1.25 થઈ ગઈ છે.
View this post on Instagram
કોઈપણ દવા કે સર્જરી વિના વધી રોશની :
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયાને ગિરુદિન કહેવામાં આવે છે, જેમાં કોઈપણ દવા અથવા સર્જરી વિના આંખોની રોશની ઠીક કરી શકાય છે. આ પ્રક્રિયા દરમિયાન કીડાઓ આંખોના અંદરના ભાગને ચાટે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રક્રિયા પહેલા, દર્દીની તપાસ કરવામાં આવે છે જેથી તે તપાસી શકાય કે તેનાથી દર્દીને કોઈ નુકસાન તો નથી થતું. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.