અહીં જુઓ : ‘ડંકી’નું જબરદસ્ત ટ્રેલર રીલિઝ, મિત્રતા જ નહિ પણ ડ્રોપ 4માં જોવા મળ્યો દેશ માટે બેમિસાલ પ્રેમ
શાહરૂખ ખાનની ‘ડંકી: ડ્રોપ 4’નું શાનદાર ટ્રેલર રીલિઝ, 3 મિનિટ 21 સેકન્ડમાં લુટ પુટ થઇ ગયુ દિલ
Dunki Trailer: એક જ વર્ષમાં બે મોટી બ્લોકબસ્ટર આપ્યા બાદ શાહરૂખ ખાન તેની ત્રીજી ફિલ્મ સાથે બોક્સઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે. તેની અપકમિંગ ફિલ્મ ‘ડંકી’નું ટ્રેલર રીલિઝ થઇ ગયુ છે અને આ વખતે શાહરૂખ એક અલગ અવતારમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે તાપસી પન્નુ, વિકી કૌશલ, વિક્રમ કોચર અને અનિલ ગ્રોવર પણ ફિલ્મમાં મહત્વપૂર્ણ કિરદાર નિભાવી રહ્યા છે. મેકર્સે પહેલા પણ ડંકીનો એક પ્રોમો શેર કર્યો હતો, જેમાં બધા એક્ટર્સ જોવા મળી રહ્યા હતા. પણ હવે ટ્રેલરમાં ‘ડંકી’ની કહાની થોડી વધારે નજર આવી રહી છે.
‘ડંકી’નું જબરદસ્ત ટ્રેલર રીલિઝ
ફિલ્મની કહાનીમાં ટાઇમ લીપ છે અને આ 25 વર્ષ પહેલા શરૂ થઇ આજના દૌર સુધી પહોંચશે. ટ્રેલરમાં ‘ડંકી’ની કહાની 1995થી શરૂ થઇ રહી છે અને શાહરૂખ સહિત બાકી બધા એક્ટર્સ યંગ પાત્રમાં જોવા મળી રહ્યા છે. મજેદાર અંદાજમાં શરૂ થયેલ કહાની ધીરે ધીરે ગંભીર વિષયમાં ફેરવાય છે અને પછી આધુનિક યુગમાં પહોંચે છે જ્યાં શાહરૂખ વૃદ્ધ દેખાઈ રહ્યો છે. પંજાબના લાલટૂ વિસ્તારમાં 5 યુવાનો લંડન જવાના ક્રેઝ સાથે અંગ્રેજીના ક્લાસ લેતા જોવા મળે છે.
તાપસી-શાહરૂખનો રોમેન્ટિક એંગલ
રાજકુમાર હિરાનીની ફિલ્મોમાં હંમેશા જોવા મળતા બોમન ઈરાની આ વખતે અંગ્રેજી શિક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. બલ્લી (અનિલ ગ્રોવર) હેર કટિંગ સલૂનમાં કામ કરે છે અને બગ્ગુ (વિક્રમ કોચર) કપડાની દુકાનમાં કામ કરે છે. વિકી કૌશલનું પાત્ર સુખી લંડન જઈને નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યો છે પણ અંગ્રેજીમાં તેનો હાથ થોડો નહિ, વધારે જ તંગ છે. આ બધાની સાથે તાપસી, મન્નુના રોલમાં છે. તે શાહરૂખ સાથે રોમેન્ટિક એન્ગલ ધરાવે છે.
લંડન જવા માટે ગેરકાયદેસર માર્ગનો સહારો
‘ડંકી’નું ટ્રેલર બતાવે છે કે આ પાંચ લોકો માટે અંગ્રેજી શીખવું એક મોટો પડકાર બની જાય છે અને તેમને વિઝા મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું લંડનનું સપનું અઘરમાં અટકી જાય છે.આખરે, શાહરૂખને એવો રસ્તો મળે છે જેના દ્વારા તે અંગ્રેજી શીખ્યા વિના લંડન જઈ શકે. લંડનની મુસાફરીનો આ એક ગેરકાયદેસર માર્ગ છે જેને ‘ડંકી’ કહેવામાં આવે છે.
21 ડિસેમ્બરે રીલિઝ થશે ફિલ્મ
ટ્રેલરમાં એ હિંટ મળે છે કે લંડન જવા માટે નીકળેલા આ યંગસ્ટર્સ કોઇ મુસીબતમાં ફસાઇ જાય છે, પણ હાર્ડી (શાહરૂખ) એટલે કે હરદયાલ સિંહ ઢિલ્લોં બચી જાય છે અને 30 વર્ષ પછી તે તેના મિત્રોને બચાવવાનો નિર્ણય કરે છે. ટ્રેલર દિલચસ્પ છે અને કહાની જાણવાનો ઇન્ટરેસ્ટ પણ બનાવી રાખે છે.
‘3 ઈડિયટ્સ’, ‘પીકે’ અને ‘મુન્નાભાઈ MBBS’ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા રાજકુમાર હિરાની નવી ફિલ્મમાં કોમેડી સાથે સામાજિક સંદેશનો નક્કર ડોઝ આપતા જોવા મળે છે. ‘ડંકી’નું ટ્રેલર દર્શકોની ઉત્તેજના વધારવામાં અસરકારક છે, ફિલ્મ કેવી હશે તે 21 ડિસેમ્બરે ખબર પડશે.