આને કહેવાય મોટા દિલવાલા ! રસ્તા પર ગાડીઓ સાફ કરી રહ્યા હતા બાળકો, વ્યક્તિએ 5 સ્ટાર હોટલમાં કરાવી પાર્ટી
ટ્રાફિક સિગ્નલ પર અથવા તો રસ્તાના કિનારે જ્યારે વાહનો અટકે છે, ત્યારે ઘણીવાર કેટલાક બાળકો ઘેરાઇ જતા હોય છે અને તેઓ કાચ સાફ કરવા લાગી જાય છે અથવા તો ગાડી સાફ કરે છે. ત્યારે ઘણી વખત કેટલાક લોકો તેમને ઠપકો આપે છે તો કેટલાક પાંચ-દસ રૂપિયા આપીને આગળ વધી જાય છે.
કાર સાફ કરી રહ્યા હતા બાળકો
પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિએ આવા બાળકો સાથે જે રીતે વર્તન કર્યું તે હૃદય સ્પર્શી છે. બાળકોને પૈસા આપવાને બદલે આ વ્યક્તિએ તેમને યાદગાર અનુભવ આપ્યો. તે આ બાળકોને એક ફાઈવ સ્ટાર હોટલમાં લઈ ગયો, જ્યાં આ બાળકોએ એવો જીવનનો આનંદ માણ્યો જેની તેઓ અત્યાર સુધી કલ્પના પણ કરી નહોતી.
વ્યક્તિએ 5 સ્ટાર હોટલમાં કરાવી પાર્ટી
આ વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો શેર કરવા સાથે કેપ્શનમાં સંપૂર્ણ વિગતો પણ આપવામાં આવી છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક બાળકો કારની આસપાસ ઉભા છે અને કાર સાફ કરી રહ્યા છે. કારની અંદર બેઠેલી વ્યક્તિ તે બાળકો સાથે વાત કરે છે.
લોકો કમેન્ટમાં કરી રહ્યા છે વખાણ
પછી તે વ્યક્તિ બાળકોને કારમાં બેસાડી ફાઈવ સ્ટાર હોટલમાં લઈ જાય છે અને અહીં બાળકો પોતાની પસંદગીનું ભોજન ખાય છે. આ દરમિયાન તેમના ચહેરા પરની ખુશી જ કંઇક અલગ હોય છે. આ વીડિયોને 4 કરોડથી વધારે વ્યૂઝ અને 52 લાખથી વધારે લાઈક્સ મળી છે અને લોકો કોમેન્ટમાં આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram