આ ચા વાળાની તો અલગ જ સ્ટાઇલ છે, સાદી ચામાં ઉમેરી ભાઈએ ઓલ્ડ મંક અને બનાવી દીધી નશાવાળી ચા, વીડિયો જોઈને તમને પણ ચક્કર આવી જશે… જુઓ
Old monk tea goes viral : સોશિયલ મીડિયા પર ખાણીપીણીએ લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. કેટલાય વીડિયોની અંદર ખાણીપીણીની વસ્તુઓ સાથે છેડછાડ પણ કરવામાં આવે છે ત્યારે લોકોનું દિમાગ પણ ચકરાવે ચઢી જાય છે. તેમાં પણ ચા સાથે જોઈ કોઈ છેડછાડ કરવામાં આવે તો તો લોકો ગુસ્સે પણ ભરાય છે. કારણ કે ચા આપણા દેશમાં સૌથી વધુ પીવાતું પીણું છે અને મોટાભાગના લોકોની સવાર પણ ચા સાથે જ થતી હોય છે.
નશા વાળી ચા :
ત્યારે હાલમાં એક નશાવાળી ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સાદી ચામાં દારૂ ભેળવીને ઓલ્ડ મોન્ક ટીમાં ફેરવવામાં આવી છે. આ નશો કરાવતી ચાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bhookkad_baba નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે અને તેને પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું છે કે તમે તેને કઈ દવા કહેશો?
ચામાં ઉમેરી ઓલ્ડ મંક :
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ પહેલા કુલ્હડ઼ને ગરમ કરે છે અને તેમાં ઓલ્ડ મોન્ક રમ નાખે છે અને પછી તેને કીટલીમાંથી ચા ભરીને સારી રીતે ઉકાળીને લોકોને પીરસે છે. આ ઓલ્ડ મોન્ક ટીની કિંમત ₹100 છે. આ નશાવાળી ચાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને 4.92 લાખ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. આ ઉપરાંત આ વીડિયોને જોઈને યુઝર્સ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.
View this post on Instagram
યુઝર્સની પ્રતિક્રિયા :
એક યુઝરે લખ્યું કે અમે સાદી ચાથી ખુશ છીએ, જ્યારે બીજા યુઝરે લખ્યું કે આ ચા સાંજે 7 વાગ્યા પછી જરૂર પડશે. એ જ રીતે ઘણા યુઝર્સે આના પર ફની કોમેન્ટ્સ કરી. એક વ્યક્તિએ લખ્યું કે કૃપા કરીને આ ઓલ્ડ મોન્ક ટીનું લોકેશન પણ મોકલો, જ્યારે બીજા યુઝરે લખ્યું કે ચા પહેલેથી જ એક વ્યસન છે અને જો તમે તેમાં વધુ રમ ઉમેરશો તો લોકો તેને પીને ક્યાં જશે.