એક -બે નહિ પરંતુ 4-4 કન્યાઓ સાથે આ વરરાજા ફર્યો ફેરા? જાણો શું છે હકીકત ?

લો બોલો… કેટલાક લોકોને એકનું ઠેકાણું પડતું નથી અને આ ભાઈ ચાર ચાર કન્યાઓ સાથે કરી રહ્યો છે લગ્ન, જોઈને લોકોએ કોમેન્ટમાં કહ્યું એવું કે… જુઓ વીડિયો

Groom married 4 brides : હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ લગ્નના માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો અને તસવીરો પણ વાયરલ થતી જોવા મળે છે. ત્યારે હાલ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વરરાજા એક સાથે ચાર કન્યાઓ સાથે ફેરા ફરતો જોવા મળી રહ્યો છે. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો પવિત્ર સંબંધ છે જેમાંસામેલ આ બે વ્યક્તિઓએ તેમનું આખું જીવન એકસાથે વિતાવવું પડે છે. જોકે, સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન થઈ રહેલા જોઈ શકાય છે. પરંતુ આ અન્ય લગ્નોથી ખૂબ જ અલગ છે. કારણ કે આમાં એક વર છે પણ ચાર દુલ્હન છે.

એક વરરાજા 4 દુલ્હન :

વીડિયોમાં તમે જોઈ શકો છો કે સફેદ કોટ અને પેન્ટ પહેરેલ વરરાજા આગળ છે. ફેરા થઈ રહ્યા છે. તેની પાછળ ચાર દુલ્હન છે. ચોરી આગ સળગી રહી છે. નજીકમાં હાજર લોકો તેમના પર ફૂલ ફેંકી રહ્યા છે. સામે એક પંડિત પણ દેખાય છે. ફેરા પૂર્ણ થયા પછી, બધી દુલ્હન વરરાજાના ચરણસ્પર્શ કરે છે. વીડિયોમાં કેટલું સત્ય છે તે અંગે કોઈ માહિતી નથ અને તે ક્યાંનો છે તે જણાવવામાં આવ્યું નથી. આ વીડિયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે આ હકીકત નથી. 

એકસાથે લીધા ફેરા :

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @musafir_vj નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ વાયરલ થયો છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ ફેક છે, આ ઘરની અંદર સંપૂર્ણ ડ્રામા છે, શું કોઈ આવું કરે છે?’ અન્ય એક યુઝરે કહ્યું, ‘આપણું બંધારણ આની પુષ્ટિ કરતું નથી. આમ કરવાથી સજા તૈયાર છે.”

યુઝર્સની આવી પ્રતિક્રિયા :

તો ત્રીજા યુઝરે લખ્યું, ‘આ નકલી છે. ફક્ત રીલ્સ અને બીજું કંઈ નહીં. ચોથા યુઝરે કહ્યું, ‘તે ચારેય મહિલાઓ (પત્નીઓ)ની માંગ અને જરૂરિયાતો કેવી રીતે પૂરી કરશે? શું તે મકાનમાલિક છે કે બિઝનેસ ટાયકૂન? શું તે શાંતિપૂર્ણ જીવન જીવી શકે છે?’ વીડિયોને અત્યાર સુધીમાં 74 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો તેને ખૂબ શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે આ હકીકત નથી. 

Niraj Patel