‘એનિમલ જોઇ મહિલાઓ પર દયા આવી રહી છે’ રણબીર કપૂરની ફિલ્મ પર ભડક્યા આ સિંગર

‘એનિમલ’ જોઇ ભડકેલા સિંગર સ્વાનંદ કિરકિરેએ રણબીર કપૂરના પાત્રને બતાવ્યુ મહિલા વિરોધી, ગણાવી અનેક ખામીઓ

Ranbir Kapoor Animal criticises by Swanand Kirkire: રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ આ શુક્રવારે એટલે કે 1 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. એક્શન ડ્રામાએ બોક્સ ઓફિસ પર બમ્પર ઓપનિંગ લીધી અને રિલીઝના બે દિવસમાં જ ભારતમાં 100 કરોડની કમાણી કરી લીધી. જો કે, આ ફિલ્મ અતિ હિંસક અને દુરૂપયોગી હોવાને કારણે ટીકાનો સામનો પણ કરી રહી છે.લોકપ્રિય ગીતકાર સ્વાનંદ કિરકિરેએ રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ પર આકરા પ્રહારો કર્યા છે.

તેણે એક પછી એક ટ્વીટ કર્યા અને આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે શરૂઆત કરી, ‘મહેબૂબ ખાનની સ્ત્રી. ગુરુદત્તની – સાહેબ બીવી ઔર ગુલામ, હૃષીકેશ મુખર્જીની – અનુપમા, શ્યામ બેનેગલની અંકુર અને ભૂમિકા, કેતન મહેતાની મિર્ચ મસાલા, સુધીર મિશ્રાની મૈં ઝિંદા હૂં, ગૌરી શિંદેની ઈંગ્લિશ વિંગ્લિશ, બહલની ક્વિન સુજીત સરકારની પિકુ વગેરે હિંજુસ્તાની સિનેમાની ઘણી ફિલ્મો છે, જેમણે મને શીખવ્યુ કે સ્ત્રી, તેના અધિકાર અને તેની સ્વાયત્તતાની ઇજ્જત કેવી રીતે કરવી જોઇએ અને બધું સમજ્યા પછી પણ આ વર્ષો જૂની વિચારસરણીમાં કેટલી ખામીઓ છે.

મને ખબર નથી કે હું સફળ થયો કે નહીં, પરંતુ હું હજી પણ મારી જાતને સતત સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું. સ્વાનંદ કિરકિરેએ લખ્યું, ‘બધું સિનેમાની બદોલત… પણ આજે એનિમલ ફિલ્મ જોયા પછી મને આજની પેઢીની સ્ત્રીઓ પર ખરેખર દયા આવી. તમારા માટે એક નવો માણસ તૈયાર કરવામાં આવ્યો છે, જે વધુ ડરામણો છે, જે તમને એટલું માન નથી આપતો અને જે તમને ઝુકાવવા, દબાવવા અને ગર્વ કરવાને પોતાનું પુરુષાર્થ સમજે છે.

જ્યારે તમે આજની પેઢીની છોકરીઓ, સિનેમા હોલમાં બેસીને રશ્મિકાના પીટવા પર તાળીઓ પાડી રહી હતી, ત્યારે મેં મારા મનમાં સમાનતાના દરેક વિચારને શ્રદ્ધાંજલિ આપી હતી. હું ઘરે આવી ગયો છું. હતાશ, નિરાશા અને દુર્બલ!’ તેમણે આગળ લખ્યું, ‘રણબીરના તે સંવાદમાં જેમાં તે અલ્ફા મેલને ડિફાઇન કરે છે અને કહે છે જે પુરુષ અલ્ફા નથી બની શકતો તે સ્ત્રીનો ભોગ મેળવવા માટે કવિ બની જાય છે અને ચાંદ તારા તોડી લાવવાના વાયદા કરે છે. હું કવિ છું! કવિતા કરુ છુ જીવવા માટે, મારી કોઇ જગ્યા છે ?

એક ફિલ્મ અઢળક કમાણી કરી રહી છે અને ભારતીય સિનેમાનો ગૌરવશાળી ઇતિહાસ શર્મિંદા થઇ રહ્યો છે. મારી સમજથી આ ફિલ્મ હિંદુસ્તાની સિનેમાના ભવિષ્ટને નવેસરથી નિર્ધારિત કરશે, એક અલગ ભયાનક ખતરનાક દિશામાં. જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય બોલી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદાના પણ મુખ્ય ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, સંદીપ રેડ્ડી વાંગાની પાછળની બે ફિલ્મો અર્જુન રેડ્ડી અને કબીર સિંહની પણ તેમના વિષયો માટે આલોચના કરવામાં આવી હતી.

Shah Jina