ઓડિશાના અંગુલ જિલ્લાની એક વૃદ્ધ મહિલાએ તેની 20 વર્ષીય વિધવા પુત્રવધૂના લગ્ન કરાવ્યા. અંગુલ જિલ્લાની ગોબારા ગ્રામ પંચાયતની ભૂતપૂર્વ સરપંચ પ્રતિમા બેહેરાએ તેમની વિધવા વહુ લીલીની ફરીથી લગ્ન કરવામાં મદદ કરી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ તલ્ચર વિસ્તારના જગન્નાથ મંદિરમાં ગ્રામજનોની હાજરીમાં લગ્ન યોજાયા હતા.

પ્રતિમા બેહેરાનો નાના પુત્ર રશ્મિરંજને આ વર્ષે ફેબ્રુઆરીમાં તુરંગા ગામની લીલી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રશ્મિરંજન જુલાઈમાં ભરતપુરમાં કોલસાની ખાણમાં થયેલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો હતો.
પ્રતિમા બેહેરાએ જણાવ્યું કે પતિના મૃત્યુ બાદ લીલી ગાઢ દુઃખમાં સારી પડી હતી અને અવાચક થઈ ગઈ હતી. પરંતુ પ્રતિમાએ લીલીની સલાહ આપી અને ફરીથી લગ્ન કરીને જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું. તેમણે કહ્યું, “લીલીના સંમત થયા પછી આખરે મેં લીલી માટે યોગ્ય પાત્રની શોધ શરૂ કરી.”

પ્રતિમાએ જણાવ્યું કે તેણીએ પોતાના ભાઈ સાથે વાત કરી અને લીલી સાથે તેમના પુત્રના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પ્રતિમાએ જણાવ્યું, “હું જાણું છું કે મારો દીકરો પાછો નહીં આવે. એની ખોટ પુરી નહિ શકાય. મારી વહુ માત્ર 20 જ વર્ષની છે અને હું મારી પુત્રવધુની તકલીફ જોઈ ન શકી. તેને જીવનમાં ખુશ રહેવાનો અધિકાર છે. જેથી મેં નક્કી કર્યું કે હું મારી વહુના લગ્ન કરાવીશ.’
લીલીના નવા પરિણીત પતિએ કહ્યું, ‘મારા પિતા અને પરિવારના અન્ય સભ્યોએ લીલીને તેમની પુત્રવધૂ તરીકે સ્વીકારી લીધી છે. મારે શા માટે કોઈ વાંધો લેવો જોઈએ? અને આનાથી તો હું ખુશ છું.’

સામાજીક કાર્યકર સુભાશ્રી દાસ અને અન્ય કેટલીક મહિલા કાર્યકરોએ પ્રતિમાના વિધવા પુત્રવધૂના લગ્ન કરાવવાના નિર્ણયની પ્રશંસા કરી છે.
સુભાશ્રી દાસે જણાવ્યું હતું કે પૂર્વ સરપંચ તરીકે, પ્રતિમા બેહેરા રાજ્યમાં મહિલા સશક્તિકરણની એક મિસાલ બની છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks