લગ્નની વર્ષગાંઠના દિવસે જ મહિલાએ પોતાના પતિને આપ્યા છૂટાછેડા? વીડિયોમાં રડતા રડતા જણાવી આપવીતી, યુઝર્સ પણ આવ્યા સપોર્ટમાં.. જુઓ

આંખોમાં આંસુઓ અને ચહેરા પર સ્મિત સાથે પોતાનું દર્દ છુપાવતાં આ મહિલાએ કહ્યું, “તમારો પોતાનો દીકરો તમારાથી નથી સચવાતો તો તમે કોઈ બીજાની જિંદગી શું કામ ખરાબ કરો છો ?” જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં મહિલાઓ પર અત્યાચાર થવાની ઘણી ઘટનાઓ સામે આવે છે, તમે ઘણી એવી ઘટનાઓ પણ સાંભળી હશે જેમાં પત્નીને ઢોર માર મારવામાં આવતો હોય અને શારીરિક તેમજ માનસિક રીતે હેરાન પણ કરાતી હોય. ત્યારે કેટલીય મહિલાઓ આજે છૂટાછેડા પણ લેતી હોય છે તો કેટલી સહન કરીને બાળકો માટે થઇને પતિ પાસે જ રહેતી હોય છે. તો ઘણીવાર આવા મામલામાં કોઈ આપઘાત પણ કરી લેતું હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પોતે તેના પતિ પાસેથી છૂટાછેડા લેવાનું કારણ જણાવે છે અને ખાસ વાત તો એ છે કે તે તેની લગ્નની વર્ષગાંઠે જ છૂટાછેડા લેવાનું નક્કી કરે છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો આ મહિલાની બહાદુરીની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે “આજે અમારા લગ્નની વર્ષગાંઠ છે અને હું આજે મારા પતિને છૂટાછેડા આપી રહી છું, ભેટમાં…એમની ખબર નહીં પણ મારા માટે ખુબ જ જરૂરી છે. મેં લગ્ન ખુબ જ આશાઓ સાથે કર્યા હતા. બહુ જ સપના હતા મારા. અને મારા પતિના ઘરવાળાએ એટલા માટે એના લગ્ન કરાવ્યા કે તેમને લાગતું હતું કે તેમનો બગડેલો છોકરો લગ્ન પછી સીધો થઇ જશે.”

આંખોમાં આંસુઓ સાથે આ મહિલા આગળ કહે છે કે, “તેમને લાગતું હશે કે તે બદલાઈ જશે.. અને બદલાયોને.. પહેલા તે ફક્ત પીને આવતો હતો. હવે તો હાથ પણ ઉઠાવે છે. ગયા વર્ષે લગ્નની વર્ષગાંઠે વગર કારણે મને એટલી મારી, મને એવી એવી જગ્યાએ મારી કે હું ડોક્ટરને પણ કહી ના શકી કે મને ક્યાં ક્યાં માર્યું છે. મને શરમ આવી ગઈ.”

મહિલા આગળ એમ પણ કહે છે કે “મા કહે છે કે ચાલે બધું.. હું પૂછવા માંગુ છું કે, તમારો પોતાનો દીકરો તમારાથી નથી સચવાતો તો તમે કોઈ બીજાની જિંદગી શું કામ ખરાબ કરો છો ? અને ભૂલ મારા માતા પિતાની પણ છે. તેમણે છોકરાનો બંગલો જોયો, ઘર જોયું, સરકારી નોકરી જોઈ, પણ એ ના જોયું કે છોકરો કેવો છે ? દીકરી ત્યાં રાજ કરશે રાજ.!”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ મહિલાના સ્પોર્ટમાં પણ ઘણા લોકો આવી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયોને “ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થવા માટેનું નાટક” પણ કહી રહ્યા છે. જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું. આ વીડિયો કોઈ કન્ટેન્ટ ક્રિએટર દ્વારા શૂટ કરવામાં આવ્યો છે કે નહિ તેના વિશેની કોઈ ખાતરી નથી, પરંતુ મહિલા જે વાત કરી રહી છે, તે આજના સમયમાં ઘણા પરિવારમાં બનતી હોય છે અને ઘણી મહિલાઓ તેનો ભોગ પણ બની રહી છે.

Niraj Patel