ગરીબોના મસીહા ખજુરભાઈનો એક અલગ જ સ્વેગ જોવા મળ્યો તેમના નવા ગીતમાં, દુબઇની અંદર લક્ઝુરિયસ કાર અને હેલીકૉપ્ટરમાં જમાવટ કરી, જુઓ

ખજુરભાઈનું નવું ગીત થયું રિલીઝ, ફરારી અને રોલ્સ રોય જેવી ગાડીમાં ભાઈ તરુણ જાની સાથે આખું દુબઇ ગજાવ્યું, ભિખાદાદાએ પણ મારી જબરદસ્ત એન્ટ્રી, જુઓ

જિગલી અને ખજૂરના વીડિયો દ્વારા પોતાને એક કોમેડિયન તરીકે દુનિયા સામે લાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે એક કોમેડિયન કરતા ગરીબોના મસીહા તરીકે ગુજરાતના દરેક ઘરમાં ઓળખાય છે. તે એવા એવા કામો કરે છે જે લોકોના પણ દિલ જીતી લે છે. નીતિન જાનીએ તૌકતે વાવોઝાડાં બાદ મદદની પહેલ શરૂ કરી હતી અને આજે પણ લોકોની મદદ કરતા રહે છે.

નીતિન જાની તેમના સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી બાબતો પણ શેર કરી છે સાથે જ પોતાના સેવાકીય કાર્યોની ઝલક પણ તેઓ બતાવતા રહે છે. થોડા દિવસ પહેલા જ નીતિન જાની સગાઈના બંધનમાં બંધાયા હતા અને તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.

ત્યારે હવે ખજુભાઈએ તેમના ચાહકોને એક એવી ભેટ આપી છે જે સૌને ખુબ જ પસંદ આવી રહી છે. નીતિન જાનીનું એક ગીત હાલમાં જ રિલીઝ થયું છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ગીતની ખાસ વાત એ છે કે આ આખું જ ગીત દુબઇની અંદર શૂટ કરવામાં આવ્યું છે અને આ ગીતમાં નીતિન જાનીના ભાઈ તરુણ જાની અને તેમની આખી ટીમ પણ જોવા મળી રહી છે.

નીતિન જાનીનું આ ગીત ગુજરાતી ભાષામાં છે અને તેનું નામ છે “ગાડી ચાલે મારી બ્રુમ બ્રુમ”. આ ગીતની અંદર ખજુરભાઈ એકથી એક લક્ઝુરિયસ કારની સવારી કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમના ભાઈ તરુણ જાની પણ આ કારની સવારી કરે છે, ગીતની અંદર નીતિન જાનીનો સ્વેગ પણ જોવા જેવો છે, એકદમ ફિલ્મી હીરોની જેમ તેમના કપડાં, ચશ્મા અને બધું જ જોવા મળી રહ્યું છે.

દુબઇના રણમાં અને દુબઇના રસ્તા પર નીતિન જાનીનો વટ્ટ દેખતો નજરે ચઢી રહ્યો છે. તેઓ ફરારી અને રોય ઉપરાંત બીજી ઘણી મોંઘીદાટ કાર અને હેલીકૉપ્ટરની પણ સફર કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ગીતના એક સીનમાં તેમની સાથે ભીખાદાદા પણ જોવા મળી રહ્યા છે. નીતિન જાની તેમની ટીમ અને ભિખાદાદા સાથે કોફીની મજા માણતા જોવા મળે છે.

ત્યારે આ ગીત આજે 28 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની સાથે જ તેમના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. નીતિન જાનીએ તેમના ઇન્સ્ટાગ્રામ પર પણ આ સોન્ગ માટેની એક પોસ્ટ કરીને તેમના ચાહકોને સોન્ગ જોવા માટે અનુરોધ કર્યો છે, ત્યારે તેમના ચાહકો પણ આ ગીતને જોઈને તેમાં તેમના લુક અને આખા જ ગીતની પ્રસંશા કરી રહ્યા છે.

Niraj Patel